આ રાજ્યમાં કોરોનાનો હાહાકાર, નવા કેસનો આંકડો જાણીને ફાટી જશે આંખો, અનેક શહેરોમાં લોકડાઉન, જાણો અપડેટ

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ નિયંત્રણ બહાર થઈ જતું જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસના નવા કેસમાં ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસના ૧૬૬૨૦ નવા કેસ સામે આવ્યા છે જે આ વર્ષે એક દિવસમાં નોંધવામાં આવેલ સૌથી વધારે નવા કેસ છે.

image source

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસ નિયંત્રણની બહાર જતા જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસના નવા કેસમાં ઘણી ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસના ૧૬૬૨૦ નવા કેસ નોંધવામાં આવ્યા છે જે આ વર્ષના એક દિવસમાં સામે આવેલ સૌથી વધારે નવા કેસ છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૨૩.૧૪ લાખને પાર થઈ ગઈ છે. જયારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના લીધે ૫૦ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. આની સાથે જ રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે મૃત્યુ થનાર વ્યક્તિઓની સંખ્યા વધીને ૫૨,૮૬૧ થઈ ગઈ છે.

દેશમાં ૨૬,૨૯૧ નવા કેસ.

image source

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૬,૨૯૧ નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝેતીન કેસની સંખ્યા ૧,૧૩,૮૫,૩૩૯ સુધી પહોચી ગઈ છે. ૧૧૮ નવા મૃત્યુ થઈ ગયા બાદ કુલ મૃત્યુઆંક ૧,૫૮,૭૨૫ સુધી આંકડો પહોચી ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે ૨,૧૯,૨૬૨ છે અને ડિસ્ચાર્જ થઈ ગયેલ કેસની કુલ સંખ્યા ૧,૧૦,૦૭,૩૫૨ છે. દેશમાં કુલ ૨,૯૯,૦૮,૦૩૮ વ્યક્તિઓને કોરોના વાયરસની વેક્સિન લગાવી દેવામાં આવી છે.

મધ્ય પ્રદેશ રાજ્યમાં કોરોના વાયરસના ૭૪૩ નવા કેસ.

image source

મધ્ય પ્રદેશ રાજ્યમાં રવિવારના રોજ કોરોના વાયરસ સંક્રમણના ૭૪૩ નવા કેસ સામે આવવાની સાથે જ સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા ૨,૬૮,૫૯૪ સુધી પહોચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી બે વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા ૩૮૮૭ થઈ ગઈ છે.

image source

મધ્ય પ્રદેશ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના મુજબ મધ્ય પ્રદેશમાં રવિવારના રોજ કોરોના વાયરસના નવા ૨૬૩ કેસ ઈન્દોર શહેરમાં સામે આવ્યા છે, જયારે ભોપાલ શહેરમાં ૧૩૯ કેસ અને જબલપુર શહેરમાં ૪૫ નવા કેસ સામે આવ્યા છે. મધ્ય પ્રદેશમાં કુલ ૨,૬૮,૫૯૪ સંક્રમિત દર્દીઓ માંથી અત્યાર સુધી ૨,૫૯,૯૮૭ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ચાલ્યા ગયા છે જયારે ૪,૭૪૦ દર્દીઓની સારવાર અલગ અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે.

MPમાં નાઈટ કર્ફ્યું લાગુ કરવા વિષે ચર્ચા.

image source

મધ્ય પ્રદેશમાં સતત વધી રહેલ કોરોનાવાય્ર્સના કેસને ધ્યાનમાં રાખતા સરકાર સખ્તી વધારવાની તૈયારીમાં છે. કોરોના વાયરસની સ્થિતિ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ કહ્યું છે કે, મેં ટીમને રાતના કર્ફ્યું અને અન્ય વસ્તુઓ પર ચર્ચા કરવાના નિર્દેશ આપી દીધા છે. સંબંધિત વિભાગની સાથે કાલે એટલે કે મંગળવારના રોજ એક મીટીંગ કરવામાં આવશે અને જરૂરી લાગશે તો વધારે પગલાં ભરવામાં આવશે.’

પુણે શહેરમાં ૩૨૬૭ કેસ

આની પહેલા મહારાષ્ટ્રમાં સતત બે દિવસ કોરોના વાયરસના ૧૫ હજાર કરતા વધારે કેસ આવ્યા હતા અને હવે આ આંકડો ૧૬ હજારને પાર પહોચી ગયો છે. મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં પણ કોરોના વાયરસના કેસ ખુબ હ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પુણે શહેરમાં કોરોના વાયરસના ૩૨૬૭ કેસ સામે આવી જવાથી હાહાકાર થઈ ગયો છે, તેમજ અહિયાં કોરોના વાયરસના કારણે ૨૫ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પણ કોરોના વાયરસના ૧૦૨૩ નવા કેસ સામે આવ્યા છે ઝડપથી વધી રહેલ આંકડાઓને જોતા અહિયાં હોસ્પિટલ્સમાં બેડની સંખ્યા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

નાગપુરમાં ઓનલાઈન થશે દારૂનું વેચાણ.

કોરોના વાયરસના કેસમાં ઝડપથી થઈ રહેલ વૃદ્ધિના ધ્યાનમાં રાખતા નાગપુરમાં આજથી પૂરી રીતે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. ‘સખ્ત લોકડાઉન’ દરમિયાન ફક્ત જરૂરી સેવાઓને રાહત આપવામાં આવી છે. આ લોકડાઉન તા. ૨૧ માર્ચ, ૨૦૨૧ સુધી લગાવવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન અંગત કાર્યાલય બંધ રહેશે જયારે સરકારી ઓફિસમાં ૨૫% કર્મચારીઓની સાથે કામકાજ થશે. જરૂરી સામાનની આપૂર્તિ કરનાર દુકાનો ખુલી રહેશે. દારૂનું વેચાણ ફક્ત ઓનલાઈન થશે.

મહારાષ્ટ્રમાં ૨૧.૩૪ લાખ દર્દીઓ સ્વસ્થ થયા.

image source

રવિવારના રોજ રાજ્યમાં કોરોના વાયરસના ૮૮૬૧ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા બાદ ડીસ્ચાર્જ થઈ ગયા છે આની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસની મહામારીથી સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા ૨૧.૩૪ લાખને પાર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં રીકવરી રેટ ૯૨.૨૧ ફીસદી છે જયારે મૃત્યુ દર ૨.૨૮ ફીસદી છે. સ્વાસ્થ્ય વિભાગના એક જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યારે ૧,૨૬,૨૩૧ કેસ સક્રિય છે.રવિવારના રોજ ૧,૦૮,૩૮૧ સેમ્પલ્સની તપાસ કરવામાં આવે છે.

image source

મહારાષ્ટ્ર રાજ્યમાં રવિવારના રોજ સૌથી વધારે નવા કેસ મુંબઈમાં સામે આવ્યા છે જ્યાં કોરોના વાયરસના ૧૯૬૩ નવા દર્દીઓ સામે આવ્યા છે. એના સિવાય પુણે શહેરમાં ૩,૨૬૭ , ઔરંગાબાદમાં ૭૫૨ કેસ, નાંદેડમાં ૩૫૧ કેસ, પિંપરી- ચિંચવાડમાં ૮૦૬ કેસ, અમરાવતીમાં ૨૦૯ કેસ અને નાગપુરમાં ૧૯૭૯ નવા કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "આ રાજ્યમાં કોરોનાનો હાહાકાર, નવા કેસનો આંકડો જાણીને ફાટી જશે આંખો, અનેક શહેરોમાં લોકડાઉન, જાણો અપડેટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel