મિથુન ચક્રવર્તીની વહુ છે સુપર હોટ, આ તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગો
અભિનેતા મિથુન ચક્રવર્તીને તો તમે ઓળખતા જ હશો. ડિસ્કો ડાન્સર રહી ચૂકેલા મિથુન ચક્રવર્તી તો એમની એક્ટિંગથી છવાયેલા જ હતા પણ એમની વહુ મદાલસા શર્મા પણ પોતાની એક્ટિંગના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.મદાલસા શર્મા હાલના દિવસોમાં ટેલિવિઝનના ચર્ચિત શો અનુપમામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.મદાલસા શર્માના લગ્ન મિથુન ચક્રવર્તીના દીકરા મહાઅક્ષય ઉર્ફે મિમોહ સાથે થયા છે.
મદાલસા શર્મા ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેકટર સુભાષ શર્માની દીકરી છે. મદાલસા શર્માની માતા એક્ટ્રેસ શીલા શર્મા છે જેમને વર્ષ 1988માં આવેલી મહાભારતમાં દેવકીનું પાત્ર ભજવ્યું હતું. મદાલસા એક ઇન્ટરનેશનલ મોડેલ પણ છે. ઘણા મોટા ફેશન શોમાં પણ એ દેખાઈ હતી. હિન્દી, તેલુગુ, કન્નડ, તમિલ, જર્મન અને પંજાબી ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. મદાલસાએ 2009માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ’થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. તેણે કન્નડ ફિલ્મ ‘શોર્ય’માં પણ કામ કર્યુ છે. વર્ષ 2011માં રિલીઝ થયેલી ગણેશ આચાર્યની ફિલ્મ એન્જલથી એને બોલીવુડમાં પગ મૂક્યો હતો. તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે.
મદાલસા શર્મા ટેલિવિઝનના નંબર વન શો અનુપમામાં કાવ્યનું પાત્ર ભજવી રહી છે. અને એ પોતાના પાત્રને લઈને ખૂબ ક ખુશ પણ છે. મદાલસા કહે છે કે “આ મારા માટે એક સપનાની સાચા થવા જેવું છે. મારા મનમાં વર્ષોથી આ સીરિયલના નિર્માતા પ્રત્યે ખૂબ જ સમ્માન છે. જ્યારે મેં પહેલી વાર કાવ્યાની ભૂમિકા સાંભળી તો મેં તરત હા કહી દીધી હતી.
દરરોજ જ્યારે હું કંઈક સારું કરવાની ભાવના સાથે સેટ પર આવું છું. મારો પરિવાર મહેસુસ કરે છે કે કાવ્યા હકીકતમાં એક મજબૂત કેરેકટર છે અને ખૂબ જ અલગ રીતે વિચારે છે. એ ખુશ છે કે હું મારી ભૂમિકા દ્રઢતાથી નિભાવી રહી છું.”
તો મદાલસા શર્માનો સસરા મિથુન ચક્રવર્તી સાથે પણ ખૂબ જ સુંદર સંબંધ છે. એટલું જ નહીં થોડા દિવસ પહેલા મિથુને પોતાની વહુ માટે શૂટિંગ સેટ પર એક સરપ્રાઈઝ મોકલ્યું હતું જેમાં એમને પોતાની વહુ માટે ખાસ શાકાહારી ભોજન મોકલાવ્યું હતું.
આ વિશે મદાલસા કહે છે કે મારા સસરા એક શાનદાર શેફ છે. જુદા જુદા વ્યંજનો વિશે એમનું જ્ઞાન અદભુત છે. એ પોતાની રેસિપી બનાવે છે અને જ્યારે પણ એ કંઈક બનાવે છે તો હું એનો ટેસ્ટ કરું છું. મને એ દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ વ્યંજન લાગે છે. જ્યારે પિતાજી અમારા બધા માટે બિરયાની લઈને આવ્યા તો સીરિયલના બધા કલાકારોએ ભોજનનો આનંદ લીધો”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "મિથુન ચક્રવર્તીની વહુ છે સુપર હોટ, આ તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગો"
ટિપ્પણી પોસ્ટ કરો