હવે નથી જરૂર Cash અને Cards રાખવાની, પેમેન્ટ કરવા માટે આવી ગયો આ જોરદાર ઓપ્શન, જલદી જાણી લો તમે પણ

દેશની સૌથી મોટી ખાનગી બેંકો પૈકી એક.એવી એક્સીસ બેંકે હવે ડિજિટલ ક્ષેત્રે એક ડગલું આગળ વધીને તેમના ગ્રાહકો માટે કોન્ટેક્ટ લેસ પેમેન્ટની સુવિધા આપવાની શરૂઆત કરી છે. બેંકે પોતાના ગ્રાહકો માટે Wear and pay નામનું એક ડિવાઇસ રજૂ કર્યું છે જેના દ્વારા ગ્રાહકો તેને હાથમાં પહેરી કાર્ડ સ્વાઈપ કર્યા વિના તેમજ કેશ વગર 5000 રૂપિયા સુધીનું ચુકવણું કરી શકશે.

image source

કાંડા ઘડિયાળ આકારના આ ડિવાઇસના પટ્ટામાં NFC (સુરક્ષિત પ્રમાણિત ક્ષેત્ર સંચાર) ચિપ હોય છે જે કોન્ટેકટ લેસ એસબીઆઈ ડેબિટ કાર્ડની જેમ જ કાર્ય કરવા સક્ષમ હશે.

નોંધનીય છે કે આ પહેલા એસબીઆઈએ ટાઈટન સાથે મળીને ટાઈટન પે વોચ ઘડિયાળ બનાવી હતી જેને એસબીઆઈ બેંકના ખાતાધારકો કાર્ડ સ્વાઈપ કરવા કે કાર્ડ દાખલ કરવાની જરૂર ન હોય તેવા કોન્ટેકટ લેસ પેમેન્ટને તેમની ટાઈટન પે વોચને પીઓએસ મશીન પર ટેપ કરીને 2000 સુધીનું ચુકવણું કરી શકાય છે.

image source

ગયા વર્ષથી શરૂ થયેલી કોરોના મહામારીને કારણે લોકોમાં ડિજિટલ અને કોન્ટેકટ લેસ પેમેન્ટનું ચલણ વધવા પામ્યું હતું. કોન્ટેકટ લેસ પેમેન્ટ એને કહે છે જેમાં યુઝર્સ કોઈ પણ સ્પર્શ વિના પેમેન્ટનું આર્થિક ચુકવણી કરી શકે. આ સિસ્ટમથી ચેપ લાગવાનું જોખમ પણ ઘટે છે. ખાસ કરીને શોરૂમ અને આઉટલેટ પોતાના ગ્રાહકોને આ પ્રકારના પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરે છે.

ત્યારે એક્સીસ બેંકનું આ નવું ડિવાઇસ કેવું છે અને તેની ખાસિયત શું છે તે જાણીએ.

image source

વેર એન્ડ પે ડિવાઇસ દ્વારા યુઝર્સ નજીકના પીઓએસ મશીન પર જઈ સ્વાઈપ મશીનને સ્પર્શ કર્યા વિના પેમેન્ટ ચૂકવી શકે છે. એક્સીસ બેંકના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. બેંકનાં કહેવા મુજબ આ ડિવાઇસ બનાવવા તેઓએ થેલ્સ એન્ડ ટેપી ટેકનોલોજી સાથે જોડાણ કર્યું છે જે ટેકનોલોજી માસ્ટરકાર્ડ (Master card) પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. આ ડિવાઇસ બેંક ખાતા સાથે કનેક્ટ હશે અને સામાન્ય ડેબિટ કાર્ડની જેમ જ કામ આપશે. અને ગ્રાહકો સંપર્ક કર્યા વિના પેમેન્ટ કરવાની સુવિધા ધરાવતા આઉટલેટ તેમજ શોરૂમમાં પેમેન્ટ કરી શકશે.

image source

આ ડિવાઇસ વાપરવા માટે એક્સીસ બેંકના ગ્રાહકોએ પ્રથમ વર્ષ માટે વાર્ષિક ફી 750 રૂપિયા ચુકવવાની રહે છે ત્યારબાદ વર્ષે 500 રૂપિયા લેખે ચૂકવવાના રહે છે. આ ડિવાઇસના ઉપયોગ દ્વારા યુઝર્સને સ્વાઈપ મશીનમાં પીન નાખવાની પણ જરૂર નહીં રહે કે દુકાનદારને ડેબિટ કાર્ડ આપવાની જરૂર પણ નહીં પડે. આ આધુનિક ડિવાઇસ સ્થાનિક એક્સીસ બેંક (Axis bank) માંથી કે ફોન બેન્કિંગ (Phone banking) થી ખરીદી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "હવે નથી જરૂર Cash અને Cards રાખવાની, પેમેન્ટ કરવા માટે આવી ગયો આ જોરદાર ઓપ્શન, જલદી જાણી લો તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel