વામીક આવ્યા પછી વિરાટ-અનુષ્કાની બદલાઇ ગઇ લાઇફ, પરફેક્ટ ફેમિલીની આ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!
મિત્રો, હાલ આવનાર વર્ષ કોરોનાના કારણે લોકો માટે ખુબ જ રહ્યુ છે. લોકોએ અનેકવિધ પ્રકારની સમસ્યાઓ ભોગવવી પડી છે. આ સમયકાળ દરમિયાન અમુક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા, અમુક લોકોએ પોતાની નોકરી અને ધંધા ગુમાવ્યા તો અમુક લોકોએ બેઘરની જેમ પોતાનુ જીવન પણ વ્યતીત કર્યુ.

હાલ, અત્યાર સુધીની સમસ્યાઓમા આવી સ્થિતિનો ક્યારેય પણ દેશવાસીઓએ કરવો પડ્યો નથી. આ સમસ્યાની ગંભીરતા સમજીને હાલ લોકો અમુક બંધનો સાથે ધીમે-ધીમે ફરી પોતાના સામાન્ય જીવનમા ફરી રહ્યા છે. ત્યારે આ સમય દરમિયાન અમુક લોકોના જીવનમા ખુશીઓનુ પણ આગમન થયેલુ છે.

હા, અમે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ભારતીય ક્રિકેટ ટીમના પ્રવર્તમાન કપ્તાન વિરાટ કોહલી અને ફિલ્મજગતમા ધૂમ મચાવનાર અનુષ્કા શર્મા વિશે. આ બંનેના જીવનમા આ સમય દરમિયાન જ એક નાના ભૂલકાનુ આગમન થયુ છે અને આ ભૂલકાએ આ બંનેનુ જીવન સાવ બદલી જ નાખ્યુ છે, તો ચાલો આજે આ લેખમા આપણે આ વિશે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.
આપણી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ ખૂબ જ ખુશ છે અને તેમની આ ખુશીનુ કારણ બની છે તેમની પુત્રી વામિકા. આ બંનેની જિંદગીમા તેણીના આગમન બાદ જાણે બંનેના સંબંધ એકબીજા પ્રત્યે ખુબ જ અતુટ બની ચુક્યા છે.

તમે આ ફોટામા જોઈ શકો છો કે, અનુષ્કા અને વિરાટ પુત્રી વામિકા સાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. હાલ, અનુષ્કા અને વિરાટ પુત્રી વામિકાની સાથે એરપોર્ટ પર કેમેરાની નજરમા કેદ થયા હતા. હાલ, સોશિયલ મીડિયા પર આ ફોટો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ ફોટા પર ચાહકો પોતાના ભરપૂર પ્રતિભાવો પણ આપી રહ્યા છે અને તેને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

વામિકાના જન્મ બાદ આ ત્રણેય ઘણીવાર એકીસાથે સ્પોટ થતા રહે છે. પુત્રી વામિકાના આગમન પછી આ બંનેની ખુશીઓ જાણે આસમાને પહોંચી ગઈ હોય તેવુ લાગી રહ્યુ છે. હાલ, વૂમન્સ ડે ના અવસર પર વિરાટ કોહલીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફોટોસ શેર કર્યાં હતા.

આ ઉપરાંત વિરાટે અનુષ્કા અને વામિકા માટે ઇમોશનલ પોસ્ટ પણ લખી હતી. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ અનુષ્કા અને વિરાટના લગ્ન થયા હતા અને તે બંનેના ચાહકો તેમની જોડી ને ખુબ જ પસંદ પણ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "વામીક આવ્યા પછી વિરાટ-અનુષ્કાની બદલાઇ ગઇ લાઇફ, પરફેક્ટ ફેમિલીની આ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!"
ટિપ્પણી પોસ્ટ કરો