ગળામાં થાય છે દુખાવો? ગળામાં લાગે છે ખારાશ જેવું? તો ભૂલથી પણ ના કરશો આ વાતને ઇગ્નોર, આ ઘરેલું ઉપાયો છે 100 ટકા અસરકારક
કોરોનાના આ યુગમાં, આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવી આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. આ માટે, ઠંડી વસ્તુઓનો ઉપયોગ ટાળો, જેથી ગળામાં ચેપ લાગવાનું જોખમ ન રહે. ઉનાળામાં આપણને તરસ લાગે છે અને આપણે એક પછી એક કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ.
કેટલીકવાર, ખૂબ ઠંડી વસ્તુ પીવાથી ગળામાં દુખાવો અથવા ગળામાં ચેપ પણ થાય છે. ગળાના ચેપના ઘણા લક્ષણો છે, જેમ કે ગળામાં દુખાવો, ગળામાં સોજો અને ક્યારેક કાનની નીચે દુખાવો. આ ચેપને કારણે તાવ, માંસપેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને આંખમાં પાણી આવવાનું શરૂ થાય છે. જો તમે પણ ઉનાળામાં ગળાના ચેપથી પીડાઈ રહ્યા છો, તો અમે તમને કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીએ છીએ, જેને અપનાવીને તમે ગળાના ચેપથી છૂટકારો મેળવી શકો છો.
મીઠાના પાણીથી કોગળા કરો

ખારા પાણી સાથે કોગળા એ ગળાના દુખાવા માટેનો સૌથી જૂનો અને સરળ ઘરેલું ઉપાય છે, જે તમારા દાદીએ પણ તમને સૂચવ્યું હશે. મીઠામાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગળાના ચેપને દૂર કરે છે. એક કપ ગરમ પાણીમાં થોડું મીઠું નાખો. દિવસમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વાર કોગળા કરો. આ બેક્ટેરિયાને દૂર કરશે.
હળદરવાળુનું દૂધ

ગળાના ચેપથી છુટકારો મેળવવા માટે હળદરવાળુ દૂધ એક અદભૂત ઘરેલું ઉપાય છે. તે ગળામાં દુખાવો, શરદી અને કફની સારવાર માટે પણ અસરકારક છે. તે સોજો અને દુખાવો પણ દૂર કરી શકે છે. આયુર્વેદની દુનિયામાં, તે પ્રાકૃતિક એન્ટિબાયોટિક તરીકે ઓળખાય છે.
મધ
ગળાના દુખાવા સામે રક્ષણ મેળવવા તમે આદુ અને મધ સાથે ખાઈ શકો છો. મધ ઔષધીય ગુણથી ભરપુર છે. તે ગળાનો સોજો અને દુખાવાને ઓછું કરે છે. મધ ગળાને ભેજયુક્ત કરે છે અને કફની સારવારમાં ખૂબ અસરકારક છે. મધ ગળાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
અજમાનો ઉકાળો
આ ઉરપરાંત અજમાનો ઉકાળો અને અજમાનો અતિ બારીક પાઉડર દિવસમાં ચારેક વખત નિયમિત સેવન કરવાથી પણ ગળાનો સોજો દૂર થાય છે. તો બીજી તરફ ગળું બેસી જાય ત્યારે આદુના નાના નાના ટૂકડા કરી મોંમાં રાખી મૂકી ચૂસીને રસ ગળા નીચે હળવે ઉતારતા રહેવું. સુકી ઉધરસ થવા પર ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આરામ મળશે તેની સાથે જ ઉધરસના કારણે થતા છાતીના દુખાવાથી પણ રાહત મળશે.
અંજીરના ઉપયોગથી ગળાના ચેપની સારવાર

એક ગ્લાસ પાણીમાં 4-5 અંજીર ઉકાળો. જો પાણી અડધું રહ્યા બાદ તેને ગાળી લો અને ગરમા ગરમ પીવો. આ પ્રયોગ દિવસમાં બે વાર કરવાથી નિશ્ચિત રાહત મળે છે. ગળાના દુખાવા માટે ઘરેલું ઉપાયમાં અંજીરનો ઉપયોગ થાય છે.

આ ઉપરાંત ગળાના કોઈપણ પ્રકારના ઇન્ફેકશન માટે સૂકા દાણાદાર ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને 1 ચમચી દિવસ 2-3 વાર ચાવવાથી ગળાના ઇન્ફેકશનમાં રાહત મળે છે. આ ઉપરાંત જાયફળને પાણીમાં નાખીને ચાવવાથી ગળાના દુ:ખાવા અને કફ સબંધી રોગ દુર થઇ જાય છે. તો બીજી તરફ લસણના રસને પાણીમાં નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે.
સફરજનના વિનેગરથી ગળાના ચેપની સારવાર
બે ચમચી સફરજનનો વિનેગર ગરમ પાણીમાં નાખીને પીવો. સફરજનના વિનેગરમાં હાજર એસિડિક ગુણધર્મો ગળામાં બેક્ટેરિયાને મારી નાખે છે. એક કપ ગરમ પાણીમાં એક ચમચી મીઠું અને એક ચમચી સફરજનના વિનેગર સાથે કોગળા કરવાથી ગળાના ચેપથી રાહત મળશે.

આ ઉપરાંત ફુલાવેલી ફટકડી ૨ ગ્રામ, અડધો ગ્લાસ (125 ગ્રામ) ગરમ પાણીમાં ઘોળીને દિવસમાં 2-3 વખત કોગળા કરવાથી ગળાનો સોજો અને દુ:ખાવો દુર થાય છે. એટલુ જ નહીં ગળામાં દુ:ખાવો અને સોજા ઉપરાંત ગળું રૂંધાતુ રહેવું, 1-2 વખત ઉધરસ ખાધા વગર સ્પષ્ટ અવાજ ન નીકળવો, ગળાની બંને બાજુની ગાંઠો એટલે ટોન્સિલમાં પણ લાભ થાય છે અને ગળાની અંદરના છાલા પણ દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ગળામાં થાય છે દુખાવો? ગળામાં લાગે છે ખારાશ જેવું? તો ભૂલથી પણ ના કરશો આ વાતને ઇગ્નોર, આ ઘરેલું ઉપાયો છે 100 ટકા અસરકારક"
ટિપ્પણી પોસ્ટ કરો