આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો બપોરે આટલા વાગ્યા સુધી જ કરશે કામ, જાણી લો નવો ટાઇમ

મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિએશનની માંગ ગુજરાત સરકારે સ્વીકારી છે. જેથી હવે આજથી ગુજરાતભરની બેંકોનું કામકાજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. તેમજ બેંકમાં રૂપિયા જમા કરવા, રૂપિયા ઉપાડવા અને રૂપિયા ટ્રાન્સફર કરવા જેવી સુવિધાઓજ ચાલુ રહેશે. ગ્રાહકોમાં સિનિયર સિટીઝનને પ્રાધાન્ય આપવામાં આવશે. 50 ટકા સ્ટાફથી જ બેંકની કામગીરી કરાશે. વધારાના સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કામ કરાવનુ રહેશે.

image source

તેમજ બેંકોએ એટીએમમાં પુરતા પ્રમાણમાં કેશ જમા કરાવાની રહેશે, જેથી લોકો ડિજીટલ બેંન્કીગનો ઉપયોગ કરી શકે. 21 એપ્રિલથી ૩૦ એપ્રીલ સુધી બેંક આ પ્રમાણે કાર્ય કરશે. ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી લઈ આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે. જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગે છે તો 2 બપોરે વાગ્યા પહેલાં પૂર્ણ કરવાનાં રહેશે.

એટીએમમાં પૂરતાં નાણાં રાખવા સૂચના

image source

કોરોના મહામારીને પગલે હાલમાં તમામ ક્ષેત્રોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ ચાલી રહ્યું છે, જેને કારણે બેન્કોમાં પણ સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં પણ ગ્રાહકોની આરટીજીએસ, ક્લિયરિંગ તેમજ રેમિટેન્સિસ જેવાં કામોને અગ્રતા આપવામાં આવશે. બેન્કોનો સમય ઘટી જતાં ગ્રાહકોને પૈસાની લેવડ-દેવડમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ માટે તમામ બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા ખાસ સૂચના અપાઈ છે. કર્મચારી યુનિયને દાવો કર્યો છે કે, ગજરાતમાં અત્યાર સુધી 15000 બેંક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ આ લહેર દરમિયાન એક મહિનામાં 30 જેટલા બેંક કર્મચારીઓનો જીવ ગયો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાગુજરાત બેંક કર્મચારી એસોસિયેશને સરકાર પાસેથી કેટલીક માંગ કરી હતી. જેમાં કામના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ આપવી વગેરેની માંગ કરી હતી.

સ્ટેટ લેવલ બેન્કર્સ દ્વારા નિર્ણય લેવાયો

image source

રાજ્યમાં આ બાબતે 15 એપ્રિલના રોજ સ્ટેટ લેવલ બેન્કર્સની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં બેન્કના સમયમાં ફેરકાર કરવાની વાત કરવામાં આવી હતી, સાથે જ સરકારનાં નાણાં વિભાગ દ્વારા આ વિષય પર એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિયેશના ગુજરાતના યુનિયને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી રાજ્ય સ્તરીય બેન્કિંગ સમિતિના ચેરમેન પણ છે.

image source

એમજીબીઈએ કહ્યું કે, ગુજરાતાં અંદાજે 9900 બેંક શાખાઓમાં 50000 બેંક કર્મચારી કાર્યરત છે. પત્રમાં લખાયું કે, કોવિડ 19 હવાથી ફેલાય છે. બેંક કર્મચારીઓને શાખા કેમ્પસમાં આવવા તથા ગ્રાહકો સાથે વાતચીત કરવામાં પણ ડર લાગે છે.  યુનિયને કહ્યું કે, ગત એક મહિના દરમિયાન 30 બેંક કર્મચારીઓના સંક્રમણથી જીવ ગયા છે. અનેક બેંકોના તમામ કર્મચારીઓ સંક્રમિત થયા છે. યુનિયને વિજય રૂપાણીને કોવિડની બીજી લહેરને ધ્યાનાં રાખીને કર્મચારીઓની માંગ સ્વીકારવા અરજી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો બપોરે આટલા વાગ્યા સુધી જ કરશે કામ, જાણી લો નવો ટાઇમ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel