તમે પણ જોઇલો બોલિવૂડના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરની ઝલક, જુઓ તેની અંદર ની તસવીરો..
ફિલ્મ સ્ટાર્સ ઘણી વાર ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. ફિલ્મ સ્ટાર્સ લક્ઝુરિયસ જીવન જીવે છે. તેઓ મોંઘી ગાડિઓમાં ફરે છે, મોંઘા કપડા પહેરે છે.
જ્યારે તેમના ઘર પણ ખૂબ જ સુંદર અને ખર્ચાળ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલિવૂડના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.
સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડમાં કામ કરે છે તેને ઘણો સમય થઈ ગયો છે. જોકે આજ સુધી સિદ્ધાર્થ બોલિવૂડમાં કોઈ મોટી ઓળખ બનાવી શક્યો નથી. સિદ્ધાર્થે અત્યાર સુધીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
જણાવી દઈએ કે, સિદ્ધાર્થ મલ્હોત્રા મુંબઈના પાલી હિલ વિસ્તારમાં રહે છે. ઘરની દિવાલો પર સિદ્ધાર્થની ફેવરિટ હોલીવુડ ફિલ્મની તસવીરો લગાવવામાં આવી છે.
સિદ્ધાર્થના ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને વર્ષ 2018 માં સિદ્ધાર્થના ઘરને ડિઝાઈન કર્યું હતું. અભિનેતાએ ત્રણ વર્ષ પહેલાં આ ઘર ખરીદ્યું હતું. ઘર અંદરથી ખૂબ સુંદર છે.
જેમ તમે વાયરલ તસવીરોમાં જોઈ શકો છો. એક તસવીરમાં સિદ્ધાર્થ અને ગૌરી એક સાથે જોવા મળી રહ્યા છે. ગૌરી અને સિદ્ધાર્થ બંને દિવાલના આધારે ઉભા છે, જ્યારે વચ્ચે સિદ્ધાર્થનો કૂતરો છે.
જણાવી દઈએ કે ગૌરી ખાને પોતે પહેલા સિદ્ધાર્થના ઘરની તસવીરો તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી ચુકી છે. ઘરનું ઈંટીરિયર જોવામાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્ષ 2019 માં આ ઘર ખરીદવા પર ખુશી વ્યક્ત કરી હતી. પોતાના એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, હું તેને લઈને ખૂબ જ ખુશ છું કારણ કે 1 બીએચકે જેને તે પોતાના રૂમમેટ્સ સાથે પણ શેર કરતા હતા, ત્યાંથી હવે સીધું મને મારું ઘર મળી રહ્યું છે.
નોંધપાત્ર વાત એ છે કે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક પ્રખ્યાત ઈન્ટિરિયર ડિઝાઇનર છે. તે અત્યાર સુધીમાં અનેક બોલિવૂડ સ્ટાર્સના ઘરને ડિઝાઈન કરી ચુકી છે. સાથે જ તેમનું ઘર ‘મન્નત’ ને સુંદર બનાવવામાં પણ તેમનો મોટો ફાળો છે. તે આવારનવાર પોતાના ઘરમાં કોઈને કોઈ ફેરફાર કરતી રહે છે.
જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ હીરો તરીકેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2012 માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી કરી હતી.
આ ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા વરૂણ ધવન પણ મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું અને હિટ સાબિત થઈ હતી.
એક વિલેનથી પણ મળી હતી ઓળખ:
સિદ્ધાર્થને બોલિવૂડમાં લગભગ 9 વર્ષનો સમય થઈ થયો છે. તેણે તેની 9 વર્ષની ફિલ્મી કારકીર્દિમાં કંઈ ખાસ મેળવ્યું નથી, જો કે તે એક વિલન સાથે ચર્ચામાં આવ્યો હતો. તેની આ ફિલ્મ હિટ રહી હતી.
આ ફિલ્મમાં શ્રદ્ધા સાથે સિદ્ધાર્થની જોડી જામી હતી. સાથે અભિનેતા રિતેશ દેશમુખે વિલનની ભૂમિકા નિભાવી હતી. હાલમાં તે આગામી ફિલ્મ શેર શાહ વિશે ચર્ચામાં છે
0 Response to "તમે પણ જોઇલો બોલિવૂડના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરની ઝલક, જુઓ તેની અંદર ની તસવીરો.."
ટિપ્પણી પોસ્ટ કરો