વધુ પડતી કોફી પીવી તે બની શકે છે મહિલાઓ માટે હાનીકારક, જાણો કેમ ???

ભારતીય યુવાનોમાં પણ કોફી પીવાનો ક્રેઝ છેલ્લા ઘણા સમયથી વધ્યો છે. તેવામાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. આ સર્વે 3 હજાર યુવાનો પર કરાવામાં આવ્યો હતો. જેમાં કોફી અંગેના રસપ્રદ તથ્યો બહાર આવ્યા હતા.
સર્વે અનુસાર લગભગ 50 ટકા યુવાનોએ દિવસની શરૂઆતમાં કોફી પીવાની આદત હતી. જ્યારે 94 ટકા યુવાનો લોકો સાથેની મીટિંગ્સ અથવા ઇન્ટરવ્યુ દરમિયાન કોફી પીવાનું પસંદ કરે છે.
સર્વેમાંથી એ પણ બહાર આવ્યું છે કે મિત્રો સાથે કનેક્ટ કરવા માટે કોફી પીને વાતચીતની શ્રેષ્ઠ શરૂઆત કરી શકાય છે. નિષ્ણાંતો કહે છે કે સર્વે રિપોર્ટ યુવાનોમાં કોફી લોકપ્રિય હોવાના કારણો બતાવે છે.
પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ તમને મુશ્કેલીમાં મુકી શકે છે કારણ કે કેફીનના પોતાના જોખમો છે. તે એડ્રેનલ ગ્રંથીઓ પર દબાણ મૂકીને પ્રજનન પ્રણાલીને અસર કરી શકે છે. આ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલના ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
“દિવસમાં એક કે બે કોફી સારી હોય છે. 250 મિલિગ્રામ કેફીન હૃદય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તે તમારા બ્લડ સુગર લેવલ માટે પણ સારું છે. પરંતુ તેના કરતા વધારે ઉપયોગ કરવો એ ચોક્કસ મુશ્કેલીઓ પેદા કરી શકે છે.
” વધારે પ્રમાણમાં કેફીન ખાવાથી વિટામિન બી અને મેગ્નેશિયમનું પ્રમાણ પણ બગડે છે. તેઓ કહે છે કે ઓવુંલેશન અને પ્રોજેસ્ટેરોન ઉત્પાદન માટે આ મહત્વપૂર્ણ પોષક તત્વો જરૂરી છે.
ઓવ્યુલેશન એ માસિક ચક્રનો એક ભાગ છે. જ્યારે શરીર આ ઘટકોને ગુમાવે છે, ત્યારે તે એસ્ટ્રોજનના અતિશય ઉત્પાદનનું કારણ બની શકે છે. આને કારણે , સ્તનમાં ગઠ્ઠો થવાનું જોખમ , ભારે રક્તસ્રાવ અને પીએમએસના મુખ્ય લક્ષણો છે.
‘દૂધ અને ખાંડથી ભરપૂર કોફી પીવાથી’ ઇન્સ્યુલિન પ્રતિકાર થઈ શકે છે, જે પોલિસિસ્ટિક અંડાશયના સિંડ્રોમવાળી મહિલાઓ માટે ચિંતાજનક છે.
0 Response to "વધુ પડતી કોફી પીવી તે બની શકે છે મહિલાઓ માટે હાનીકારક, જાણો કેમ ???"
ટિપ્પણી પોસ્ટ કરો