ઘરમાં ના હોવી જોઈએ વધુ બારીઓ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર, સાથે જાણો આ મુશ્કેલીમાંથી બહાર આવવાના ઉપાયો
માત્ર હવા-ઉજાસ માટે નથી હોતી બારી, ઘરમાં સમૃદ્ધિ પણ લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં બનાવેલી બારીની સંખ્યા અને દિશા જો યોગ્ય હોય તો ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. ખોટી દિશા અને સંખ્યા સમસ્યા ઉભી કરી શકે છે. ઘરની બારીને આપણે માત્ર હવા અથવા પ્રકાશ આવે તે માટે રાખતા હોઈએ છીએ. જ્યારે કોઈ દિવસ ગરમી વધી જાય છે તો કહેવાય છે કે બારી ખોલવાથી ઠંડક થઈ જાય છે, પરંતુ ઘરની બારીઓનો માત્ર આટલો ફાયદો નથી, તે જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે.
વાસ્તુશાસ્ત્રમાં બારી ને લઈને ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બારીની સંખ્યા અને દિશા યોગ્ય હોય તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નથી આવતી પણ જો ખોટી દિશામાં હોય તો સમસ્યા થઈ શકે છે. ઘર બનાવતી વખતે અને બારીઓ માટે જગ્યા છોડતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં બારીઓ હંમેશા બેકી સંખ્યામાં હોવી જોઈએ જેમ કે, 2,4,6,8,10 વગેરે. વધારે બારી રાખવાનું અશુભ માનવામાં આવે છે.

બારીઓ માટે દિશા નુ બહુ મહત્વ છે. વાસ્તુ અનુસાર, બારીઓ ઘર ની પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામા હોય તેને શુભ માનવામા આવે છે. દક્ષિણ દિશા યમની દિશા છે, આ દિશામા બારી ક્યારેય ન બનાવવી જોઈએ. જો દક્ષિણ દિશામાં બારી બનાવવા સિવાય બીજી કોઈ જગ્યા ન હોય તો બને ત્યાં સુધી તેને ઓછી ખુલ્લી રાખવી. પ્રયત્ન કરવો કે ઘરનો મુખ્ય દરવાજો છે, તેના બંને તરફ બારી બની શકે. તેનાથી ચુંબકીય ચક્ર પૂરુ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

બારીઓનો જીવન પર અશુભ પ્રભાવ ન પડે એટલા માટે હંમેશા તેને સાફ અને સ્વચ્છ રાખવી. તેને ખોલતી અથવા બંધ કરતી વખતે અવાજ ન આવવો જોઈએ, તે નકારાત્મક ઉર્જા વધારે છે. બારીઓ હંમેશા અંદરની તરફ ખોલવી જોઈએ. બારીઓનો આકાર જેટલો મોટો હોય એટલું શુભ માનવામાં આવે છે.

પૂર્વ દિશા ભગવાન સૂર્યની દિશા છે. આ દિશામાં વધારેમાં વધારે બારી હોવી જોઈએ. પૂર્વ દિશામાં બનાવવામાં આવેલી બારીથી સૂર્યની પહેલી કિરણ ઘરમાં પ્રવેશ કરે છે અને સાથે આ રોશનીની સાથે સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. તેનાથી ઘર-પરિવારના લોકોને હંમેશા સફળતા મળતી રહે છે. ઉત્તર દિશા, ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. આ દિશામાં બનાવેલી બારીઓથી પરિવાર પર કુબેર દેવતાની કૃપા હંમેશા રહે છે.

ખૂબ જ ઓછા લોકો એ જાણે છે કે તમારા ઘરની બારીઓ પણ તમારા સુખ દુઃખનું કારણ બની શકે છે. વાસ્તુનું માનીએ તો તમારે ઘરમાં બારીઓ વાસ્તુશાસ્ત્ર મુજબ જ બનાવવી જોઈએ. જો આની સાથે જોડાયેલા નિયમો તોડવામાં આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. તો ચાલો જરા પણ વાર લગાડ્યા વગર બારી સાથે જોડાયેલા વાસ્તુશાસ્ત્રના નિયમો જાણી લઈએ.
ઘરની છત ઉપર ઉજાલ દાન બનાવવાનું ટાળવું જોઈએ. આજકાલ ઘણા લોકો છત ઉપર ૨*૨ નો ભાગ ખાલી રાખી દે છે. વાસ્તુ મુજબ આવું ન કરવું જોઈએ. આનાથી ઘર ઉપર હવાનું દબાણ વધવા લાગે છે, જે તમારા આરોગ્ય માટે અને મગજ માટે સારું નથી હોતું. એટલા માટે જો તમે છત ઉપર ઉજાલદાન બનાવવા માંગતા હોય તો કોઈ સારા વાસ્તુ જાણકારની સલાહ લેવી જોઈએ.
0 Response to "ઘરમાં ના હોવી જોઈએ વધુ બારીઓ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર, સાથે જાણો આ મુશ્કેલીમાંથી બહાર આવવાના ઉપાયો"
ટિપ્પણી પોસ્ટ કરો