દુનિયામાં મચી જશે હાહાકાર, નિષ્ણાંત ડોક્ટરે કહ્યું: બીજી લહેર બાદ ત્રીજી અને ચોથી લહેર બધાને હચમચાવી નાંખશે
વિશ્વભરમાં આતંક મચાવી રહેલાં કોરોનાને નાથવા બધાં દેશો દવાની શોધો કરવામાં લાગી ગયાં છે. અત્યાર સુધીમાં જે દાવાઓ શોધાય છે અને સારા પરિણામો મળ્યાં છે તેને ઈલાજ માટે વાપરવાની છુટ પણ આપી દેવામાં આવી છે. છતાં પરિસ્થતિ કાબુ બહાર જઈ રહી છે. આ સમયે અમદાવાદમાં પણ નવા આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે અને બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોતાં લાગે છે કે કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે.

જાણકારો તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે અમદાવાદ હવે વુહાન બનવા તરફ આગળ વધી રહ્યું છે. શહેરમાં દરરોજ 5000થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. આ સાથે 25 દર્દીનાં મોત થઈ રહ્યાં છે તેવું સામે આવ્યું છે. કોરોનાની આ બીજી લહેર પહેલી લહેર કરતાં પણ ખૂબ જ તીવ્ર છે. લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. એક સંક્રમિત 10થી 15 લોકોને ચેપ લગાડી રહ્યો છે તેવું કહેવું ખોટું નથી. આ સાથે હવે કોરોના બાળકોને પણ પોતાની જપેટમા લઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ વૃદ્ધો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે પરંતુ જીવલેણ નીવડી રહેલી આ લહેર કેટલો સમય રહેશે એ અંગે જ્યારે નિષ્ણાત ડોક્ટરો સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું હતું કે લોકો નિયમોનું પાલન કરશે અને સેલ્ફ લોકડાઉનનો અમલ કરશે તો જૂન મહિનામાં સેકન્ડ વેવની તીવ્રતા ઘટશે. આ સાથે ડોકટરે બીજી એક વાત કહી હતી જે હવે ચિંતાનો વિષય બની છે કે બીજી લહેર બાદ ત્રીજી અને ચોથી લહેર પણ આવશે.

ડોકટરે સરળ શબ્દોમાં લોકોને સલાહ આપતાં કહ્યું હતું કે તમે એકબીજાના સંપર્કમાં ના આવીએ તો સંક્રમણ ઓછું ફેલાશે. આ અંગે બીજા એક નિષ્ણાંત ડૉ.ધ્રુષિ પટેલ સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે અમે છેલ્લા 1 વર્ષથી વધુ સમય કરતાં કોરોના સામે દર્દીઓનો ઈલાજ કરી રહ્યાં છે. એક વર્ષ દરમિયાન અનેક લોકોના કોરોના રિપોર્ટ તથા સીટી સ્કેનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ચૂક્યા છે. ઉપરાંત વિદેશના પણ અલગ અલગ નિષ્ણાંત ડોકટરો સાથે સંપર્કમાં છે.

આ પછી આગળ વાત કરતાં તેમણે જણાવ્યું કે બધાં અભ્યાસ મુજબ જ્યારે લોકો વધુ સંખ્યામાં ભેગા થયા હોય, માસ્ક ના પહેરે ત્યાં સંક્રમણ વધી રહ્યું છે અને જ્યારે નિયમોનું પાલન કરી એકબીજાના સંપર્કથી દૂર રહે ત્યારે સંક્રમણ ઓછું ફેલાય છે. હવે આ અંગે લોકો જાગૃત બનશે તો જ આ ચેનને આપણે તોડી શકીશું. ઘણાં લોકો આ નિયમોનું પાલન કરી પણ રહ્યાં છે જેના ફોટો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડીયા પર જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરી રહેલા લોકોની તસવીરો જોઈને બીજાં લોકો પણ જાગૃત બને તે માટે આવી તસવીરો બતાવામાં પણ આવતી હોય છે. આ બધા પછી પણ જ્યારે લોકો સેલ્ફ લોકડાઉનનું પાલન કરશે ત્યારે જ હવે આ સ્થિતિમાં સુધારો આવી શકશે તેવું નિષ્ણાંતો કહી રહ્યાં છે.

ડૉ.ધ્રુષિ પટેલે આ અંગે જણાવ્યું હતું કે અન્ય દેશની જેમ આપણે ત્યાં પણ ટ્રેન્ડ વધ્યો છે. હજુ એક મહિનો જેટલો સમય વાયરસની તીવ્રતા રહેશે. વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું કે એક મહિના સુધીમાં વાયરસની તીવ્રતા ઘટશે પરંતુ એ માટે લોકો અત્યારે જે પ્રમાણે નિયમોનું પાલન કરી રહ્યા છે તેમ માસ્ક પહેરવું, ભેગા ના થવું, બિનજરૂરી બહાર જવાનું ટાળવું તથા સેલ્ફ લોકડાઉનનું પાલન કરવું પડશે. જો લોકો હવે પણ જાગૃત નહીં બને તો ત્રીજી અને ચોથી લહેર નો પણ આ રીતે ભોગ બનવું પડશે.
અવારનવાર સોશિયલ મીડીયા પર જોવા મળતું હોય છે કે ટેસ્ટ કરાવવા આવેલા લોકોની લાઇન હજુ પણ વધી રહી છે જે ચિંતાનો વિષય છે. ડોકટરે સલાહ આપી છે કે સરળ ઉપાય એ જ છે કે આપણે હવે ઇમ્યુનિટી વધારવી પડશે. ડૉ.ધ્રુષિ પટેલે વધુમાં કહ્યું હતું કે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં કોરોનાની તીવ્રતા ઓછી થશે. બીજી લહેર બાદ ત્રીજી અને ચોથી લહેર પણ આવશે પરંતુ આપણે હવે ઇમ્યુનિટી વધારવી પડશે. વેક્સિનેશન વધશે તો બેઝલાઈન ઇમ્યુનિટી વધશે. લોકો જાગ્રત થાય અને વેક્સિન લેશે તો કોરોના સામે લડવા માટે હોસ્પિટલ જવાની જરૂર નહિ પડે. લોકોમાં જાગૃતિ આવે તો કોરોના સામે લડતમાં જીતી શકાશે. જે લોકો આ સમયે ખોટી માન્યતાઓનાં કારણે વેક્સિન નથી લઈ રહ્યાં તેમને પણ વહેલી તકે વેક્સિન લઈ લેવી જોઈએ જેથી કોરોના સામે મજબૂતીથી લડી શકાય. આ સાથે પોઝિટિવ વિચારો કરવાં જોઈએ જેનાં કારણે માનસિક તાણ ઓછું રહે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "દુનિયામાં મચી જશે હાહાકાર, નિષ્ણાંત ડોક્ટરે કહ્યું: બીજી લહેર બાદ ત્રીજી અને ચોથી લહેર બધાને હચમચાવી નાંખશે"
ટિપ્પણી પોસ્ટ કરો