રુબીનાએ એવો વિડીયો શેર કર્યો કે લોકો ધડાધડ જોવા લાગ્યા, જેમાં બાથટબમાં….VIDEO
બાથટબમાંથી વિડીયો શેર કરી રુબીના દિલેકે વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, તમે પણ જોઈ લો આ વીડિયો.
રુબીના દિલેક બિગ બોસ 14ની ટ્રોફી જીત્યા પછી સતત ચર્ચામાં રહે છે. રુબીના જ્યારથી બિગ બોસમાંથી પાછી આવી છે ત્યારથી એ લોકોને ખૂબ જ ગમી રહી છે. એમના ફેન્સની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. રુબીના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

થોડા થોડા દિવસે તે પોતાના નવા નવા ફોટા અને વીડિયો પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે અને રુબીનાના ફોટા અને ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. હાલમાં જ રૂબીનાએ એક નવો ડાન્સ વીડિયો શેર કર્યો છે. જેમા તે એક બાથટબમાં જોવા મળી રહી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
રૂબીના દિલેકે તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા વિડીયો શેર કર્યા છે પણ આ વીડિયોમાં તે એક અલગ જ રૂપમાં જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે તેના ગીત ગલત પર 50 મિલિયન વયુઝની ખુશીમાં એ તેનું સેલિબ્રેશન કરી રહી છે.
તમને જણાવી દઈએ કે રુબીના દિલેકે અભિનવ શુકલા સાથે લગ્ન કર્યા છે અને આ કપલની લવસ્ટોરી ઘણી જ ફિલ્મી રહી છે. કહેવામાં આવે છે કે રુબીના અને અભિનવની પહેલી મુલાકાત ગણપતિ પૂજા દરમિયાન થઈ હતી. બંનના એક કોમન ફ્રેન્ડે એમને પોતાના ઘરે ગણેશ પૂજા માટે બોલાવ્યા હતા. અહીંયા જ આ કપલની દોસ્તી થઈ હતી. દોસ્તી ક્યારે ધીમે ધીમે પ્રેમમાં પરિણમી એ એમને ખબર જ ન પડી.અભિનવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે મેં પહેલીવાર રુબીનાને જોઈ તો એમને સુંદર સાડી પહેરેલી હતી. અમે એકબીજાને લગભગ દોઢ વર્ષથી જાણીએ છીએ.

અમારા બંનેનું સાથે હોવાનું સૌથી મોટું કારણ એ હતું કે અમારા વિચારો ખૂબ જ મળતા આવે છે. અમને ફરવાનું ગમે છે અને અમે બંને જ ફિટનેસ ફ્રિક છે. અભિનવ અને રુબીનાએ ડેટિંગની શરૂઆત વર્ષ 2015માં કરી. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી રુબીનાએ 21 જૂન 2018માં શિમલામાં લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ અભિનવ શુકલા સાથે લગ્ન કર્યા હતા.

તમને જણાવી દઈએ કે અભિનવ અને રુબીનાના સંબંધમાં થોડા સમય પહેલા ખટાશ આવી ગઈ હતી. આ જ કારણ હતું કે બન્ને બિગ બોસના ઘરે આવ્યા હતા.પણ બિગ બોસના ઘરમાં 143 દિવસના સફરમાં જ એમને ખ્યાલ આવી ગયો કે એ અલગ નથી થઈ રહ્યા. રુબીનાએ જણાવ્યું હતું કે એમનું બોન્ડિંગ બિગ બોસ શોના કારણે વધુ મજબૂત થઈ ગયું.
હવે રુબીનાએ કહ્યું છે કે એમના બીજા લગ્ન ચોક્કસ જલ્દી જ થશે. એમને કહ્યું કે એ પોતાના પતિ અભિનવ શુકલા સાથે જ ફરી લગ્ન કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "રુબીનાએ એવો વિડીયો શેર કર્યો કે લોકો ધડાધડ જોવા લાગ્યા, જેમાં બાથટબમાં….VIDEO"
ટિપ્પણી પોસ્ટ કરો