આંબાના પાનનું સેવન કરવાથી થશે અનેક બીમારીઓ દુર…

ઉનાળાની શરૂઆત થવાની સાથે જ લોકો રાહ જોવા લાગે છે કેરીના આગમનની. આ આંબાના ઝાડ પર કેરી આવતા અનેક વર્ષોનો સમય લાગે છે. આ સમય પસાર થયા બાદ જ્યારે આંબા પર ફળ આવે છે, ત્યારે તે ફળને કેરી તરીકે આપણે ઓળખીએ છીએ.
આપણે દરેક લોકો જાણીએ છીએ કે કેરી ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આંબા પાનનું સેવન કરવાથી પણ અનેક ફાયદા થાય છે ?
વિટામિન-A, વિટામિન C અને આ ઉપરાંત કૉપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે માત્ર કેરી જ નહીં પરંતુ આંબાના પાન પણ તેટલા જ લાભદાયી હોય છે. હર્બલ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ પાંદડાઓમાં એન્ટીઑક્સિડેન્ટના ગુણ પણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે.
પથરી
આંબાના પાનનું સેવન કરવાથી કિડનીમાં જમા થતા સ્ટોન્સમાં પણ રાહત અપાવે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેઓ આંબાના પાનનું સેવન કરવું જોઈએ. આંબાના પાનને ક્રશ કરીને તેને રાતભર પાણીમાં રાખો. સવારે ઉઠીને આ પાણી પી જાઓ તેનાથી કિડનીમાં થતા સ્ટોન નષ્ટ થઇ જાય છે.
બ્લડ શુગર નિયંત્રણ
આવા આંબાના પાંદડામાં રહેલા ટેનિનના લીધે જ બને છે. ડાયાબિટીસ ના ઉપચાર માટે આંબાના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આંબાના પાંદડામાંથી નીકળતો અર્ક ઇન્સ્યુલીન ઉત્પાદન અને ગ્લુકોઝના પ્રસાર બ્લડ શુગરનું સ્તર ઘટાડે છે. શરીરની અંદર રહેલો બ્લડ શુગર કંટ્રોલમાં આવી જાય છે.
અસ્થમાથી બચાવે
આંબાના પાન અસ્થમા કંટ્રોલ કરવાનું કામ કરે છે. આંબાના પાંદડા ચાયનીઝ દવાઓમાં ખુબ ઉપયોગ કેરવા આવે છે. આ પાનનો ઉકાળો બનાવી તેમાં મધ ઉમેરીને પીવાથી ફાયદો થાય છે.
પેટ માટે રામબાણ
પેટ ખરાબ થવાની સમસ્યામાં પણ આંબાના પાંદડા એક રામબાણ ઇલાજની જેમ કામ કરે છે. પેટની બીમારી માટે આંબાના કુણા પાંદડા તમારા માટે સંજીવની નું કામ કરે છે. આંબાના પત્તાને સુકવીને તેનો પાઉડર બનાવી લો. પાઉડરને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. તે નિયમિત પીવાથી પેટની બધી ગંદકી બહાર નીકળી જાય છે અને પેટના કોઈ રોગ થતા નથી.
કાનના દુખાવામાં
આંબાનાં પાન કાનના દુખાવવામાં પણ રાહત અપાવે છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિને કાનની અંદર દુખાવો થતો હોય તો આંબાના પાંદડાને નિચોવીને તેનો જ્યુસ નિકાળી લો અને તેના ટીપા કાનમાં નાંખો તેનાથી કાનના દુખાવામાં ઝડપી રાહત મળે છે. કાનના દુખાવામાંથી રાહત અપાવવા માટે ઉપયોગી સાબિત થાય છે.
ઉધરસને દૂર કરવા
ઉધરસ માટેનો દેશી ઈલાજ છે આંબાના પાંન. આ ઉપરાંત તે દરેક પ્રકારની શ્વાસની સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. તે ખાસ કરીને શરદી અને અસ્થમાથી પીડિત લોકો માટે ઉપયોગી છે. આ માટે આંબાના પાન અને પાણીની અને ત્યારબાદ તેનો ઉકાળો પીવાથી ઉધરસ દૂર થાય છે. વ્યક્તિને શ્વાસ સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેમાંથી રાહત મળે છે.
0 Response to "આંબાના પાનનું સેવન કરવાથી થશે અનેક બીમારીઓ દુર…"
ટિપ્પણી પોસ્ટ કરો