કરૂણતા તો જુઓ, પરિવારમાંથી કોઈ મદદે ન આવ્યું અને દીકરાએ જીવ ગુમાવ્યો, માતા ઇ-રિક્ષામાં મૃતદેહ લઈ ભટકતી રહી
જ્યારથી કોરોનાયુગ શરૂ થયો ત્યારથી જ લોકોમાં ફફડાટ મચી ગયો છે. પહેલાં કરતાં પણ હાલમાં વધારે માહોલ ખરાબ છે. દેશ આખો કોરોનાનો સામનો કરી રહ્યો છે. ત્યારે અનેક એવો કિસ્સા ક્યારના સામે આવે છે કે જે સાંભળીને હચમચી જવાય છે. હવે વધારે એક કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને રડવું આવી જશે. આ વાત ઉત્તરપ્રદેશના જૌનપુરના રહેવાસી વિનીત સિંહની છે. હાલમાં એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં જોઈ શકાય છે કે ઈ-રિક્ષામાં વિનીતના મૃતદેહને સંભાળી રહેલી એ માતા જોઈ શકાય છે.

જો વિનીતની વાત કરીએ તો વિનીત ગયા વર્ષ સુધી મુંબઈમાં પ્રાઈવેટ નોકરી કરતો હતો. ગત લોકડાઉનમાં એટલે કે મે મહિનો અને 2020માં તે પોતાના ગામ પાછો આવી ગયો હતો. જો કે આ વખતે તેનું દુઃખદ અવસાન થયું છે. તેને સારવાર મળી શકી ન હતી અને સોમવારે તેને અંતિમ શ્વાસ લીધા જેના કારણે પરિવારમાં હાહાકાર મચી ગયો છે. વિનીત સાથે શું થયું હતું એ અંગે પણ હાલમાં બધી વિગત બહાર આવી છે. એમના ભાઈએ ધર્મેન્દ્રએ મુંબઈથી ફોન પર માહિતી આપી અને કહ્યું હતું કે અમે જૌનપુરના મડિયાહુમાં શીતલગંજમાં રહીએ છીએ. પરિવારમાં વૃદ્ધ માટા ચંદ્રકલા પણ છે. અમે ચાર ભાઈ હતા, બીજા નંબરનો ભાઈ સંદીપ હતો. તે બે વર્ષ અગાઉ બીમારીને લીધે મૃત્યુ પામ્યો હતો.

જો પરિવાર વિશે પણ વાત કરીએ તો બહેનના લગ્ન થઈ ચૂક્યાં છે. ચોથા નંબરે વિનીત હતો. સૌથી નાનો ભાઈ સુમિત છે, જે મુંબઈમાં જોબ કરે છે. જો વિનીતની બિમારી વિશે વાત કરીએ તો વિનીત લાંબા સમયથી કિડનીની બીમારી હતી. મે, 2020માં જ્યારે લોકડાઉન થયું તો તે મુંબઈની પ્રાઈવેટ જોબ છોડીને માતા પાસે ગામડે જતો રહ્યો હતો. ત્યારથી બન્ને ગામડે જ રહેતાં હતાં. સોમવારે તેની સ્થિતિ બગડી હતી. માતાએ ગામના લોકોની મદદ માગી અને વિનીતને કારથી BHU લઈ જવામાં આવ્યો.

એ સમય એવો હતો કે માતાને આ અંગે જાણકારી ન હતી માટે તે સતત જ્યાં-ત્યાં ભટકતી રહી. પરંતુ અફસોસ કે BHUમાં વિનીતને દાખલ કરાવી શકાયો નહીં. થાકીને માતા તેને ઈ-રિક્ષામાં કકરમત્તાની અન્ય હોસ્પિટલ લઈ પહોંચી. ત્યાં પણ કોઈ ઈલાજ થઈ શક્યો નહીં. એ સમયે ભાઈએ જ રિક્ષામાં અંતિમ શ્વાસ લીધા. સચિન નામની એક વ્યક્તિએ મને ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી. આ અંગે વાત કરતાં સચિન કહે છે. તેમના મતે મેં જોયું છે કે એક વૃદ્ધ મહિલા ઈ-રિક્ષામાં બેઠી છે. બેગમાં કંઈક શોધી રહી છે. આ મહિલાના પગ પાસે એક છોકરાનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ સચિન કહે છે કે મેં તેમની સાથે વાતચીત કરી તો તેણે કહ્યું હતું કે પરિવારને ફોન લગાવવાનો પ્રયત્ન કરી રહી છું, પણ લાગી રહ્યો નથી. મેં તેમના કહેવાથી કેટલાક લોકોને ફોન કર્યો, પણ પરિવારના સભ્યોએ તેમનો ફોન કાપી નાખ્યો અને કોઈએ પણ મદદ કરવા માટે તસ્દી ન લીધી. છેવટે મેં મુંબઈમાં ધર્મેન્દ્રને ફોન લગાવ્યો. માતાએ કહ્યું હતું કે વિનીતને દાખલ કરી શકાયો નહીં. હવે તે રહ્યો નથી. ત્યાર બાદ તેમના ગામના અન્ય કેટલાક લોકોને ફોન કર્યો. થોડા કલાક બાદ તેઓ આવ્યા. વિનીતનો મૃતદેહ અને તેની માતાને લઈ ગયા. સચિન કહે છે કે રિક્ષાવાળો વિનીતના મૃતદેહ અને વૃદ્ધ માતાને લઈ ફરતો રહ્યો. ત્યારે જોવા જેવી વાત એ છે કે જ્યારે પરિવાર પણ મદદે ન આવ્યો ત્યારે એક રિક્ષાવાળો મદદે આવ્યો છે.
0 Response to "કરૂણતા તો જુઓ, પરિવારમાંથી કોઈ મદદે ન આવ્યું અને દીકરાએ જીવ ગુમાવ્યો, માતા ઇ-રિક્ષામાં મૃતદેહ લઈ ભટકતી રહી"
ટિપ્પણી પોસ્ટ કરો