IPL-2020માં આ તારીખથી પ્લેઓફ, BCCIએ જાહેર કર્યું આખું શેડ્યૂલ, જાણો ક્યાં અને ક્યારે રમાશે ફાઈનલ
IPL 2020ની 45મી મેચ હાલમાં પુરી થઈ અને આ મેચ હતી મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે. ત્યારે હવે આઈપીએલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે અને દરેક રસિકોએ આ ખાસ જાણવા જોઈએ. તો વાત કંખી એમ છે કે હવે આઈપીએલની 13મી સિઝનના પ્લેઓફ મુકાબલા 5 નવેમ્બરથી ખુલી જવાના છે. બીસીસીઆઈએ રવિવારે મુકાબલાઓનું શેડ્યૂલ અને ખિતાબી મુકાબલાની જગ્યાનો ખુલાસો કરી દીધો છે. 10 નવેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આઈપીએલનો ફાઈનલ મેચ રમાશે. જ્યારે પહેલી ક્વોલિફાયર 5 નવેમ્બરે આ જ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે અબુધાબી 6 નવેમ્બરે એલિમિનેટર અને 8 નવેમ્બરે ક્વોલિફાયર 2ની મેજબાની કરશે એવા પણ સમાચાર છે.
બીસીસીઆઈએ પણ રવિવારની સાંજે આ અંગે પુષ્ટી કરી અને વાતને મહોર મારી દીધી હતી. જ્યારે બીસીસીઆઈએ બધી સ્ટેટ બોડીના એક સભ્યને આઈપીએલ ફાઈનલમાં આમંત્રિત કર્યા છે. રાજ્ય સંઘના સભી પ્રતિનિધિ જે આઈપીએલ ફાઈનલના યુએઈની યાત્રા કરશે. તેમને ઓછામાં ઓછા ત્રણ કોવિડ ટેસ્ટથી પસાર થવું પડશે. બે ટેસ્ટ ભારતમાં થશે અને છેલ્લો ટેસ્ટ દુબઈમાં થશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ફાઈનલ મેચની મજા માણી શકશે. ઉલ્લેખનીય છે કે આ લીગમાં રવિવાર સુધીમાં 45 મેચ રમાઈ ગઈ છે અને હવે 14 મેચ બાકી છે.
જો હાલની પરિસ્થિતિ પ્રમાણે પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો ટોપ-3માં મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર છે. તેમનું પ્લે-ઓફમાં પહોંચવું લગભગ નક્કી છે. જો કે, પ્લે-ઓફમાં ચોથી ટીમ માટે 4 ટીમો વચ્ચે સારી ફાઇટ જામશે. ચેન્નાઈ આ રેસમાંથી લગભગ બહાર થઇ ગઈ છે.
આ ઉપરાંત આ પહેલા બોર્ડ દ્વારા વુમન્સ T-20 ચેલેન્જ એટલે કે મહિલાઓની IPLનો શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટમાં 3 ટીમો સુપરનોવાસ, વેલોસિટી અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે ફાઇનલ સહિત 4 મેચ રમાશે.
ઉલ્લેખનીય છે કે, ફાઈનલ 9 નવેમ્બરે રમવામાં આવશે. હરમનપ્રીત કોર સુપર નોવાસ, મિતાલી રાજ વેલોસિટી અને સ્મૃતિ મંધાના ટ્રેલબ્લેઝર્સની કપ્તાની કરશે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપરનોવાસ અને રનરઅપ વેલોસિટી વચ્ચે 4 નવેમ્બરે રમાશે. વાત કરીએ IPL 2020ની 45મી મેચની તો તેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે 196 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 18.2 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. રોયલ્સ માટે બેન સ્ટોક્સે પોતાના IPL કરિયરની બીજી સદી ફટકારતા 60 બોલમાં અણનમ 114 રન કર્યા. જ્યારે સંજુ સેમસને લીગમાં 13મી ફિફટી ફટકારતા 31 બોલમાં 54* રન કર્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે 152* રનની ભાગીદારી કરી.
આઈપીએલની તમામ લીગ મેચ હવે છેલ્લા તબક્કામાં રમાઈ રહી છે. આ દરમિયાન પ્લે ઓફમાં પહોંચનારી ત્રણ ટીમો લગભગ નક્કી થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાના આગામી બાકી મુકાબલામાંથી એક જ મુકાબલો જીતવાનો છે. આ દરમિયાન ચોથા સ્થાન માટે ખૂબ જ કપરી સ્થિતિ સર્જાઈ છે. ચોથા સ્થાને પહોંચવા માટે સોમવારે કોલકાતા નાઈટરાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ટક્કર થવાની છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "IPL-2020માં આ તારીખથી પ્લેઓફ, BCCIએ જાહેર કર્યું આખું શેડ્યૂલ, જાણો ક્યાં અને ક્યારે રમાશે ફાઈનલ"
ટિપ્પણી પોસ્ટ કરો