કોરોના વાયરસથી બચવું હોય તો ખાસ વાંચી લો માસ્કને લગતી આ માહિતી, થશે બહુ મોટો ફાયદો
ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલના ચેરમેન ડોકટર અશોક શેઠે કહ્યું છે કે ” આવી કોરોના વેવ છેલ્લા એક વર્ષમાં અમે ક્યારેય નથી જોઈ, સાવચેતી એક જ હાથવગો ઉપાય છે એટલા માટે ડબલ માસ્કિંગ જરૂરી છે, માત્ર સર્જીકલ માસ્ક કાફી નથી કપડાના માસ્કથી માત્ર 40 ટકા સેફટી થાય છે એટલા માટે પહેલા સર્જીકલ માસ્ક પહેરવું અને તેના પર કપડાંનું માસ્ક પહેરવું. આ પ્રકારે ડબલ માસ્કિંગ કરવાથી 95 ટકા સુધી વાયરસ ટ્રાન્સમિશનને રોકી શકાય છે. ”

આર્ટિકલ હાઇલાઇટ
* નવી સ્ટડી બાદ કોરોનાથી બચવાના ઉપાયોમાં કડક અમલ જરૂરી
* એક માસ્ક પર્યાપ્ત નથી
* બે માસ્ક એટલે કે ડબલ માસ્કિંગથી 95 ટકા સુરક્ષા

લેંસેન્ટની નવી સ્ટડી બાદ કોરોના બીમારી ફેલાવવા પર વધુ એક વખત ચર્ચા જાગી છે. આ સ્ટડીમાં એમ કહેવામાં આવ્યું છે કે કોરોના ડ્રોપલેટ્સથી નાથી ફેલાતો પણ તે એયરબોર્ન છે એટલે કે હવાથી ફેલાય છે. આ સ્ટડી પર પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા ડોકટર ફહીમ યુનુસએ જણાવ્યું હતું કે કોરોના આ બન્ને પૈકી કોઈપણ કારણથી ન ફેલાતો હોય પરંતુ બન્ને પરિસ્થિતિમાં તેનાથી રક્ષણ માટે N95 કે KN95 ના બે માસ્ક ખરીદો અને દરરોજ બદલી બદલીને વારાફરતી પહેરો. જો એક અઠવાડિયામાં પણ માસ્ક ખરાબ ન થાય તો તેને તે માસ્કને આગળ પણ પહેરો.

યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના સંક્રમણ બીમારીઓના વિભાગના ચીફ ડોકટર ફહીમ યુનુસએ આગળ લેંસેન્ટ સ્ટડી પર બોલતા કહ્યું કે ” એયરબોર્નનો અર્થ એ નથી કે હવા દૂષિત છે, એયરબોર્નનો અર્થ એ છે કે આ વાયરસ હવામાં એમ જ પડ્યો રહી શકે છે, ઉપસ્થિત રહી શકે છે ખાસ કરીને બંધ જગ્યાઓમાં ”

માસ્કના મહત્વ પર આજતક સાથે વાત કરતા ફોર્ટિસ એસ્કોર્ટસ હોસ્પિટલના ચેરમેન ડોકટર અશોક શેઠે જણાવ્યું કે ” આવી કોરોના વેવ છેલ્લા એક વર્ષમાં અમે ક્યારેય નથી જોઈ, સાવચેતી એક જ હાથવગો ઉપાય છે એટલા માટે ડબલ માસ્કિંગ જરૂરી છે, માત્ર સર્જીકલ માસ્ક કાફી નથી કપડાના માસ્કથી માત્ર 40 ટકા સેફટી થાય છે એટલા માટે પહેલા સર્જીકલ માસ્ક પહેરવું અને તેના પર કપડાંનું માસ્ક પહેરવું. આ પ્રકારે ડબલ માસ્કિંગ કરવાથી 95 ટકા સુધી વાયરસ ટ્રાન્સમિશનને રોકી શકાય છે. ”

ડોકટર અશોક શેઠે આગળ કહ્યું કે ” દરરોજ તમારા માસ્કને ધોઈ લેવું, અને હવે તો જો કે કહેવાય છે કે કોરોના વાયરસ ડ્રોપલેટ્સ નહીં પણ એયરબોર્ન છે એટલે આવી પરિસ્થિતિમાં ડબલ માસ્કિંગ વધુ જરૂરી બન્યું છે. “
0 Response to "કોરોના વાયરસથી બચવું હોય તો ખાસ વાંચી લો માસ્કને લગતી આ માહિતી, થશે બહુ મોટો ફાયદો"
ટિપ્પણી પોસ્ટ કરો