ફક્ત આંબલી જ નહિ પરંતુ તેના પાંદડા પણ છે બહુ ગુણકારી, જાણો કઇ બીમારીઓ માટે છે ઉત્તમ
મિત્રો, આમલીનુ નામ સાંભળીને જ મોઢામા પાણી આવી જાય છે, પછી ભલે તમે કોઈપણ હોય. શાળાના વયજૂથમા પણ તમારી જાતને આમલી ખાવાથી અટકાવવી જરાપણ સરળ નથી. ચટણી હોય કે રસમ કે સંભાર, વિવિધ વાનગીઓમા તેનો એક વિશેષ રોલ હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આમલી એ ફક્ત સ્વાદ જ વધારતી નથી, પરંતુ સ્વાસ્થ્ય સુધારવામાં પણ વિશેષ ભૂમિકા ભજવે છે?

આમલી જ નહીં, તેના બીજ, ફૂલો અને પાન પણ શરીર માટે અત્યંત ફાયદાકારક છે. તેમા વિટામિન-સી, વિટામિન-એ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ફાઇબર જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે જે સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ પહોંચાડે છે. જાણો તેના ફાયદા ઓ વિશે.
લોહીની ઉણપની સમસ્યા દૂર થાય :

શરીરમા જ્યારે પણ લોહીની ઉણપ થાય એટલે તમને એનીમિયાની સમસ્યા થઇ શકે છે. આ એનિમિયાની સમસ્યાને દૂર કરવા માટે આંબલીનું સેવન કરી શકાય છે. તેમાં મોટી માત્રામાં આયર્ન હોય છે જે શરીરમાં એનિમિયાને દૂર કરવા માટે હિમોગ્લોબિન વધારે છે.
મોટાપાની સમસ્યા દૂર થાય :
વજન ઘટાડવામાં પણ આંબલીનું સેવન મદદરૂપ થાય છે. તેમા પુષ્કળ માત્રામા હાઇડ્રોક્સિલ એસિડ હોય છે, જે શરીરની વધારાની ચરબીને બાળીને એન્ઝાઇમ વધારે છે અને વજન ઘટાડવામા પણ સહાયરૂપ સાબિત થાય છે.
ટોન્સિલની સમસ્યામા રાહત મળે :
ટોન્સિલની સમસ્યા દૂર કરવા માટે આમલીનું પાણી ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આમલીમા પુષ્કળ માત્રામા ગુણધર્મ સમાવિષ્ટ હોય છે, જે તમારા ગળાની બળતરાને ઘટાડે છે અને તમારા ટોન્સિલ્સને સાજા કરવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે.
કમળાની સમસ્યાને દૂર કરે :
કમળાની સમસ્યા દૂર કરવા માટે આંબલીનું પાણી પી શકાય છે. તેમાં યકૃતના કોષોને યોગ્ય રાખવાના ગુણ છે જે કમળાને મટાડવામાં મદદ કરે છે.
સાઈનસની સમસ્યાને દૂર કરે :

સાઈનસની સમસ્યાના પ્રારંભિક તબક્કામાં જો આમલીના પાનનો રસ લેવામાં આવે તો તે સમસ્યાને ઘટાડવામા આમલી ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે.
પાઈલ્સની સમસ્યા દૂર થાય :
આમલીના ફૂલો પાઇલ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે દિવસમાં બે-ત્રણ વાર ૫-૧૦ મિલી આંબલીનો રસનુ સેવન કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
ખીલની સમસ્યા દૂર કરે :

આંબલીના બીજનો ઉપયોગ ઉકાળો અને ખીલને મટાડવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ માટે લીંબુના રસમાં આંબલીના દાણા પીસીને અસરગ્રસ્ત વિસ્તારમા લગાવીને તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
પેટની સમસ્યાઓને ઘટાડે છે :
પેટમા બળતરા અને પિત્તની સમસ્યાને દૂર કરવા માટે મુલાયમ આમલીના પાન અને તેના ફૂલની સબ્જી બનાવીને તેનુ સેવન કરવામા આવે તો આ સમસ્યામાંથી સરળતાથી રાહત મળી શકે છે.
0 Response to "ફક્ત આંબલી જ નહિ પરંતુ તેના પાંદડા પણ છે બહુ ગુણકારી, જાણો કઇ બીમારીઓ માટે છે ઉત્તમ"
ટિપ્પણી પોસ્ટ કરો