કોરોનાના હાહાકાર વચ્ચે ફરિસ્તો સાબિત થયું રેમડેસિવર, જાણી લો આ ઈન્જેક્શન વિશે તમામ માહિતી જલ્દી
કોરોનાના કેસમાં તાજેતરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશનાં દરેક ખૂણેથી નવા કોરોનાના કેસ આવ્યાં હોવાની માહિતી મળી છે. આ નોંધાયેલા નવા કોરોનાનાં કેસમાં જોવા મળતા લક્ષણો પણ પહેલાં કરતાં ઘણાં અલગ છે. આ સાથે ફરી એકવાર હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યાથી હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓની સારવાર માટે દવાની માંગ પણ ખૂબ વધી ગઈ છે. કોવિડ-19 સામે પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવા દેશમાં વેક્સિનેશનનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ હોસ્પિટલમાં દાખલ સંક્રમિત દર્દીઓને બચાવવા માટે પ્લાઝ્મા થેરાપી અને હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ અમેરિકાની રેમડેસિવર નામની દવા પણ ખૂબ અસરકારક નિવડી છે જેથી રેમડેસિવરની ખૂબ જ માંગ વધી ગઈ છે. આ સંજોગોમાં દેશના અનેક વિસ્તારોમાં રેમડેસિવર દવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે ત્યારે અનેક હોસ્પિટલોમાં તો તેની અછત સર્જાઈ છે. એન્ટીવાઈરલ દવા તરીકે ઓળખાતી આ દવા કોરોના વાઈરસ સામે ખૂબ જ સારી અસરકારકતા દર્શાવી છે. હાલની સ્થ્તિને જોતા રેમડેસિવરની વિશેની ઉપયોગી માહિતી વિશે વિગતે વાત કરીએ.

રેમડેસિવરના સંશોધનથી અત્યાર સુધીની સફર ખુબ જ સફળ સાબિત થઈ છે. જાણવા મળી રહ્યુ છે કે આ દવા વેકલુરી (Veklury) બ્રાન્ડ હેઠળ વેચાઈ રહી છે. આ રેમડેસિવર અમેરિકાની બાયોફાર્માસ્યુટીકલ કંપની ગિલિયડ સાયન્સિસ ( Gilead Sciences) દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ પછી તેનો ઉપયોગ અન્ય દેશોમા પણ થવા લાગ્યુ હતુ. કોવિડ-19 માટે ઉપયોગમાં લેવામાં આવી તે અગાઉ રેમડેસિવર હિપેટાઈટીસ-સી (Hepatitis C)ની અને ત્યારબાદ ઈબોલા વાઈરસના રોગ તથા માર્ગબર્ગ વાઈરસના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે કેટલી કારગર છે તેના પર રિસર્ચ કરવામા આવ્યુ હતુ. કોરોના મહામારીમાં વિશ્વમાં આશરે 50 દેશોમાં ઈમર્જન્સીની સ્થિતિમાં જ તેનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવેલી છે. આ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ગાઈડલાઈન પણ જાહેર કરી હતી.
રેમડેસિવર કેવી રીતે કામ કરે છે તે અંગે વાત કરવામા આવે તો નિષ્ણાતોનું માનવું છે કે આ ઈન્જેક્શન ફેફસાંમાં ઈન્ફેક્શનને ફેલાવતા અટકાવાનુ કામ કરે છે. જાણકારોનુ માનવુ છે કે કોઈ વ્યક્તિ કોરોનાથી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે તો તેને આ ઈન્જેક્શનની ખાસ જરૂર પડે છે. આ ઈન્જેક્શનની અસર પણ દર્દીઓમા ખુબ સારી દેખાઇ રહી છે. આ જ કારણે લોકો પણ આ ઈન્જેક્શનની માંગ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ એવા પુખ્તો કે જેમની ઉંમર ઓછામાં ઓછી 12 વર્ષ છે અને એવા ઉંમરલાયક લોકો કે જેમનો વજન ઓછામાં ઓછો 40 કિલો હોય તેમને ઓક્સિજનની જરૂર પડવાના સંજોગોમાં આ દવા મારફતે સારવાર કરવામાં આવે છે. હાલમા કોરોનના ચિન્હો પણ બદલાઇ રહ્યા છે આ વચ્ચે લોકોમા શ્વાસની તકલીફ જોવા મળી રહી છે. આ સાથે સરકારે જણાવ્યુ હતુ કે ઓક્સિજનનો સ્ટોક જરૂરીયત મુજબ વધારવામા આવ્યો છે.
રેમડેસિવર એક ન્યૂક્લિયોસાઈડ રાઈબોન્યૂક્લિક એસિડ (RNA)પોલીમરેઝ ઈનહિબિટર ઈન્જેક્શન છે. કોરોના મહામારીની કપરી સ્થિતિમાં અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન્સ ડિસિઝ (NIAID) દ્વારા SARS-CoV-2 સામે ટ્રાયલ કરવા મંજૂરી હતી જેમાં સફળતા મળી હોવાનુ સામે આવ્યુ હતુ. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવરની અસાધારણ માંગ સર્જાઈ છે. આ અંગે હાલમા આ દવાનો ઉપયોગ વધારે સમસ્યા જણાતા લોકોને આપવમા આવી રહ્યો છે.

એક સ્ટ્ડી રિપોર્ટ મિજબ જાણવા મળી રહ્યુ છે કે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ આધારે આ દવાનો વધારે પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ નહીં પણ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોએ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેને પગલે દવાની માંગમાં જોરદાર વધારો થયો છે. ભારતમાં રેમડેસિવર દવા ઉત્પાદનની શું સ્થિતિ છે તે અંગે વાત કરવામા આવે તો ભારતીય બજાર માટે મુખ્ય સાત જેટલી ફાર્માસ્યુટીકલ કંપની કેડિલા હેલ્થકેર (ઝાઈડસ કેડિલા), સિપ્લા, માયલન ફાર્મા, જુલિબિયન્ટ લાઈફ સાયન્સિસ, હેટેરો ડ્રગ્સ, સિનજીન ઈન્ટરનેશનલ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રેમડેસિવરનું ઉત્પાદન કરી રહી છે.

જાણવા મળી રહ્યુ છે કે તમામ કંપનીઓની માસિક ઉત્પાદન ક્ષમતા 31.60 લાખ ડોઝ છે. જે પૈકી હેટેરો 10.50 લાખ, સિપ્લા 6.20 લાખ, ઝાઈડસ કેડિલા 5 લાખ અને માયલન 4 લાખ ડોઝનું ઉત્પાદન કરે છે. જ્યારે અન્ય 1થી 2.5 લાખ ડોઝ અન્ય દવા ઉત્પાદક કંપનીઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. ઝાઈડસ કેડિલાએ મહિના દીઠ આઠ લાખ ડોઝની ક્ષમતા સ્થાપિત કરેલી છે જે આગામી સમયમાં અમદાવાદ અને વડોદરા પ્લાન્ટ ખાતે વધારીને મહિને 12 લાખ ડોઝની કરવામાં આવશે તેવુ કહેવામા આવી રહ્યુ છે.
મળતી માહિતી મુજબ હાલમા આ રેમડેસિવર દવા ફક્ત ડોક્ટરના પ્રિસક્રિપ્શન પર જ ખરીદી શકાય છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ દેશમાં કોરોનાની પહેલી લહેરમાં ખુબ જ ઓછી સંખ્યામાં રેમડેસિવરના ઈન્જેક્શન આપવામાં આવતા હતા પણ કોરોનાની બીજી લહેરમાં આ પ્રમાણ 80 ટકા પહોંચી ગયું છે. જાણકારો દ્વારા કહેવામા આવી રહ્યુ છે કે પહેલી કોરોના લહેર કરતા બીજી લહેર વધારે ઘાતક છે. ઓછા સમયમા સફાળો ઉછાળો કેસોની સંખ્યામા નોંધાઈ રહ્યો છે.

રેમડેસિવર દવા લેબ ડિશ અને પશુઓ પર અસરકારક નિવડી હતી તેવુ જાનકારો દ્વારા જાણવા મળ્યુ હતુ. તે વાઈરસની સંખ્યાને વધવા પર નિયંત્રણ મૂકે છે અને ઈમ્યૂનિટી સિસ્ટમ પર પણ કોઈ વિપરીત અસર થવા દેતી નથી. તે સીધા જ વાઈરસ પર હુમલો કરે છે. જેને ન્યૂક્લિયોટાઈડ એનાલોગ કહેવામાં આવે છે જે એડેનોસિનની નકલ કરે છે. વાત કરીએ આ દવા કઈ રીતે કામ કરે છે તે અંગે તો રેમડેસિવર એડેનોસિનમાં ભળી જવાને બદલે જીનોમમાં જ સામેલ થઈ જાય છે,જે રેપ્લિકેશન પ્રોસેસમાં શોર્ટ સર્કિટની જેમ કામ કરે છે.
0 Response to "કોરોનાના હાહાકાર વચ્ચે ફરિસ્તો સાબિત થયું રેમડેસિવર, જાણી લો આ ઈન્જેક્શન વિશે તમામ માહિતી જલ્દી"
ટિપ્પણી પોસ્ટ કરો