શ્યામ રંગથી પરેશાન છો તો અપનાવી લો આ ઘરેલૂ ઉપાયો, મળશે રાહત
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સુંદર દેખાય અને તેનો ચહેરો ગોરો દેખાય. પરંતુ દરેક વ્યક્તિની આ ઈચ્છા પૂરી થતી નથી. અનેક લોકોનો રંગ શ્યામ અને કાળો હોય છે. એવું પણ જોવા મળે છે કે ગરમીની સીઝનમાં તડકાના કારણે અનેક લોકોની સ્કીન કાળી થઈ જાય છે. આ સિવાય પ્રદૂષણ યુક્ત વાતાવરણ અને ધૂળ માટીના કારણે પણ ચહેરાની ચમક ખોવાઈ જાય છે અને ચહેરો કાળો પડે છે. તે તારી સ્કીનની રંગતને ખરાબ કરે છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી સ્કીનની કેર કરી શકો છો.
ખાન પાનનું રાખો ધ્યાન
ચહેરાનો રંગ નિખારવા માટે ફક્ત બહારથી નહીં પણ અંદરથી પણ પ્રયાસ કરવાનો રહે છે. તેના માટે ખાન પાન પણ સારું હોવું જોઇએ. વિટામિન મિનરલ્સ જો તમારા બોડીમાં યોગ્ય રહે છે તે તમારા ચહેરા પર ગ્લો આવી શકે છે. તમે નેચરલ ચીજોથી બનેલા ફેસ માસ્ક લગાવો છો તો તમારો નિખાર વધે છે.
મધનો કરો ઉપયોગ
મધ બ્લીચની જેમ કામ કરે છે. સાથે જ ત્વચાને મોઈશ્ચરાઈઝ પણ કરો. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. મધ લગાવવાનો સૌથી સારો ઉપાય છે કે ચહેરા પર તેને 5 મિનિટ લગાવી રાખો અને પછી હૂંફાળા પાણીથી ચહેરાને ધોઈ લો.
દહીંથી કરો મસાજ
દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે નેચરલ બ્લીચ છે. હાથમાં દહીં લઈને તેનાથી ફેસ પર મસાજ કરો અને પછી સાદા હૂંફાળા પાણીથી ફેસ વોશ કરી લો. તમને તરત જ તેમાં ફરક જોવા મળશે.
પપૈયાનો કરો ઉપયોગ

પપૈયું એક નેચરલ બ્લીચ છે. પપૈયાનો એક ટુકડો કાપો અને તેને ફેસ પર સારી રીતે ઘસો. 2-3 મિનિટ સુધી આ કામ કરો અને પછી ફેસને વોશ કરી લો.
કાચા કેળાનો કરો ઉપયોગ

અડધા પાકેલા કેળાને દૂધની સાથે મિક્સ કરો અને તેને ફેસ પર લગાવો. 10 મિનિટ બાદ પાણીથી ધોઈ લો. આનાથી તમને લાભ મળશે. ગોરા થવાના ઉપાયમાં કેળાનો ઉપયોગ દાદીમાના સમયથી કરાય છે.
શ્યામપણું દૂર કરે છે ટામેટુ
ટામેટું કે દ્રાક્ષનો રસ કાઢીને ચહેરા પર લગાવી લો. નિયમિત રીતે આમ કરવાથી ચહેરાનું શ્યામપણું દૂર થાય છે.
ખીરાનો ઉપયોગ
100 ગ્રામ ખીરાના ટુકડા કરો અને તેને 500 મિલી પાણી સાથે ઉકાળો. પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. હવે તેને ઠઁડુ થવા દો અને પછી તેનાથી ફેસ વોશ કરો. રોજ આમ કરવાથી શ્યામપણું દૂર થાય છે.
હળદરનો કરો ઉપયોગ

હળદર એન્ટીસેપ્ટીક હોવાની સાથે એન્ટી બેક્ટેરિયલ પણ છે. તે ત્વચા માટે ફાયદો કરે છે. તે સ્કીન ટોનને નિખારવાનું કામ પણ કરે છે. હળદરમાં થોડું દૂધ મિક્સ કરીને તે પેસ્ટ લગાવવાથી પણ ફાયદો થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શ્યામ રંગથી પરેશાન છો તો અપનાવી લો આ ઘરેલૂ ઉપાયો, મળશે રાહત"
ટિપ્પણી પોસ્ટ કરો