10 દિવસથી પોતાના મૃત બાળકને છાતીએ લગાડીને આમથી તેમ ભટકી રહી છે એક મા, વીડિયો ચારેકોર વાયરલ

સોશિયલ મીડીયા પર અવારનવાર ઘણાં વીડિયો વાયરલ થઈ જતાં હોય છે. લોકો હવે સોશિયલ મીડીયાને પોતાનાં ટેલેન્ટ બતાવવાનું પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. માણસ સહિત ઘણી વખત પ્રાણીઓનાં અમુક વીડિયો વાયરલ થતાં હોય છે જે ધૂમ મચાવી દેતા હોય છે. પરંતુ આજે અહી એક એવા વીડિયો વિશે વાત થઈ રહી છે જેમાં તે પ્રાણીની હાલત જોઈને તમે પણ રડી પડશો. મળતી માહિતી મુજબ આ વીડિયો સતનાનો હોવાનું સામે આવ્યું છે. આ ભાવુક કરતો વીડિયો વાયરલ હાલ સોશિયલ મીડીયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો એક વાંદરીનો છે. તેનું બાળક મરી ગયું છે પરંતુ તે તેને તેની છાતીમાં લગાડીને હજુ પણ ફેરવી રહી છે તે જોઈ શકાય છે. સતનાનાં અમરપટાણ‌માં માતાની મમતાનો આ લાઇવ વીડિયો જોઈને બધા ભાવુક થઈ જાય છે. આ વીડિયો વિશે વિગતે વાત કરીએ તો વીડિયોમા જોઈ શકાય છે કે અહીં એક વાંદરી તેની છાતીમાંથી બાળકની લાશ સાથે આમથી તેમ ફરી રહી છે. જાણવા મળ્યું છે કે થોડા દિવસ પહેલા જ આ વાંદરીએ આ બચ્ચાંને જન્મ આપ્યો હતો આ પછી તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ 10 દિવસ પહેલા આ વાંદરીના બચ્ચાંનું મોત નીપજ્યું હતું. પરંતુ તેની માતા તેના મૃત્યુ પર વિશ્વાસ કરી શકી નહીં. તે હજી પણ તેના બાળક સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે છે. ત્યાંના સ્થાનિકો જે આ વાંદરીને જોવે છે તે કહે છે કે છેલ્લાં 1૦ દિવસથી તે આ રીતે છાતીમાં બચ્ચાંનાં મૃત શરીરને લઈને ફરી રહી છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે આ બાળ વાનરના મૃત્યુ થયાના પણ હવે 10 દિવસ થયાં છે અને તેથી તેનુ મ્રુત શરીર પણ હવે સુકાઈ ગયું છે. પરંતુ મૃત બચ્ચાંથી માતાનો પ્રેમ ઓછો થયો નહીં. આ માતા વાનર આ રીતે ફરતા ફરતા વાંદરાઓના ટોળાથી પણ અલગ થઈ ગઈ છે.

તેને જોનારા સ્થાનિક લોકો કહે છે કે કેટલીકવાર તે રસ્તા પર બેસેલ જોવા મળે છે તો વળી ક્યારેક કોઈના ટેરેસ પર બેસેલ નજરે પડે છે. પરંતુ એક ક્ષણ માટે પણ બાળકને પોતાની જાતથી અલગ થવા દેતી નથી. આ પ્રાણીનું આવું વલણ જેણે પણ આ જોયું તે ભાવુક થઈ ગયાં હતાં. ત્યાંના વિસ્તારમાં આ વાનર ક્યાંય પણ ભટકતું જોઇ શકાય છે. જે કોઈ તેને જુએ છે તે સ્તબ્ધ થઈ જાય છે. આ સાથે તેની આવું હાલત જોઈને લોકો તેને ખાવા પીવાનું આપી રહ્યાં છે. બચ્ચાના મોતનુ દુખ તેના ચહેરા પર જે પણ જોવે છે તે ભાવુક થઈ જાય છે. આ વીડિયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "10 દિવસથી પોતાના મૃત બાળકને છાતીએ લગાડીને આમથી તેમ ભટકી રહી છે એક મા, વીડિયો ચારેકોર વાયરલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel