કોવિડ-19થી રિકવરી વખતે થતી સાઈડ ઈફેક્ટ જાણીને ધ્રુજી ઉઠશો, હાર્ટ-અટેક, લોહીના ગઠ્ઠા, હૃદયરોગ….

બીજી લહેરમાં કોરોના વાયરસે નવા લક્ષણો સાથે કમ બેક કર્યું છે. બદલાયેલા લક્ષણોને લીધે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવે નવા નોંધાયેલા કેસોની સાથે સાજા થઇ રહેલાં દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે જે સારા સમચાર છે. આ સાથે હાલમાં સામે આવ્યું છે કે કોરોનાથી રિકવર થતી વખતે અનેક દર્દીઓને હૃદયરોગ થઈ રહ્યો છે અને કાર્ડિયાક એરેસ્ટ કે હાર્ટ-અટેકને કારણે મોત થઈ રહ્યાં છે. હેલ્થ એક્સપર્ટ કહી રહ્યા છે કે કોરોનાના ઈલાજ દરમિયાન અનેક દવાઓ આપવામાં આવે છે જે લોહીના ગઠ્ઠા પણ બનાવી શકે છે. જો કે નિષ્ણાતોનું કહેવું છે કે આ સમસ્યાથી ગભરાવાની જરૂર નથી કેમ કે આ બધાની સાથે થતું નથી અને જો રિકવરી દરમિયાન યોગ્ય સાવધાની રાખવામાં આવે તો દર્દીનું મોત થવાની શકયતાઓ પણ નહિવત છે.

image source

એક સ્ટડી રિપોર્ટ મુજબ જે લોકોને અગાઉથી હાર્ટ ડિઝીઝ કે ડાયાબિટીઝ છે તેમાંથી 15-20 ટકાને જ સમસ્યાઓ વધી રહી છે. તેમાંથી 5%ને હાર્ટ-અટેક આવવાનું જોખમ છે. જો કે આ વચ્ચે ચિંતાનો વિષય એ છે કે આમાં સૌથી વધુ નુકસાન યુવાઓને થઈ રહ્યું છે. જાણવા મળ્યું છે કે જે લોકોને અગાઉથી હાર્ટ સાથે સંબંધિત કોઈ બીમારી હોઈ તેમને લક્ષણોના અભાવે એની જાણ ન થઈ હોય. કોરોના ઈન્ફેક્શનમાંથી રિકવરી દરમિયાન સામે આવી રહેલાં આ લક્ષણોને સમજવા અને સમયસર ઈલાજ માટે કઇ બાબતોનું વિશેષ તકેદારી રાખવી જોઈએ.

આ અંગે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલાં મણિપાલ હોસ્પિટલ્સના ચીફ ઓફ ક્લિનિકલ સર્વિસીઝ, કાર્ડિયાક સાયન્સીઝ પ્રમુખ અને ચીફ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ડો. વાયકે મિશ્રા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળેલી માહિતી વિશે અહીં વાત કરવામાં આવી છે.

શું છાતીમાં દુખાવો કોવિડ-19ને સંબંધિત હાર્ટ ડિઝીઝનું એક લક્ષણ છે?

image source

આવા પણ ઘણાં કેસો સામે આવ્યા છે કે જ્યાં કોરોનાથી સાજા થયાં બાદ લોકોએ છાતીમાં દુખાવાની વાત કહી છે. આ સિવાય જે લોકો કોરોનાનો સામનો કરી રહ્યાં છે તેને પણ છાતીમાં દુખાવો એક સામાન્ય ફરિયાદ બની ગઈ છે. જે લોકો અગાઉથી કોઈને કોઈ હાર્ટ ડિઝીઝનો સામનો કરી રહ્યા છે, તેમણે સતર્ક રહેવાની જરૂર છે. તેમની ધમનીઓ (આર્ટરી)માં બ્લોકેજ હાર્ટ-અટેક સુધી જઈ શકે છે. જેમને માઈલ્ડ એટલે કે ખૂબ જ હળવાં લક્ષણો છે તેઓ પણ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે. જો કે દરેક વ્યક્તિમાં ઈન્ફેક્શન અલગ-અલગ હોય છે-માઈલ્ડ, મોડરેટ કે ગંભીર જે પરથી આ તકલીફો જોવા મળતી હોય છે. વાસ્તવમાં કોવિડ-19 ઈન્ફેક્શનને કારણે ફેફસાંમાં સોજો આવી શકે છે, જેની અસર હૃદય પર પણ પડે છે. કોરોના વાયરસના દર્દીઓમાં જોવા મળતી સામાન્ય સમસ્યા છે ફેફસાંનું ફાઈબ્રોસિસ, જેનાથી ઓક્સિજન સેચ્યુરેશન પ્રભાવિત થાય છે. કોવિડ-19નો સામનો કરતા એવા દર્દીઓને ખૂબ પીડાનો અનુભવ થઈ શકે છે. એેના કારણે સોજો પણ આવી શકે છે. કેટલાક કેસોમાં એ શ્વાસ લેવાનું પણ મુશ્કેલ કરી શકે છે.

કોવિડ-19 પછી હૃદય સંબંધિત વિકારોને કેવી રીતે ઓળખશો?

જ્યારે દર્દીઓનો કોરોના ટેસ્ટ તે રિકવર થઈ ગયાં છે તે ચેક કરવા માટે કરવામાં આવે ત્યારે આવા લક્ષણો જોવા મળ્યા છે જેની પાછળનું કારણ છે કે કોરોના સંક્રમણ લાગ્યાં પછી થાક લાગવો એ એક સામાન્ય લક્ષણ છે. આ સાથે જો દર્દીને કોઈપણ અન્ય ગંભીર બીમારી જેવું છે. લોકો શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં પીડા, ગભરામણ પણ અનુભવી શકે છે. આ સાથે જો કોરોના દર્દીઓને ધ્રુજારી, બેહોશી, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે તો એ હાર્ટ સંબંધિત તકલીફો થઈ રહી છે તેવું માનીને એક્સપર્ટ ની વહેલી તકે સલાહ લેવી જોઈએ. આ બધી સમસ્યાઓ હાર્ટ ડિઝીઝ સાથે સંકળાયેલી હોઈ શકે છે પરંતુ વધુ ગંભીર રીતે બીમાર થયા પછીની આફ્ટર ઈફેક્ટ્સ, લાંબા સમય સુધી પડ્યાં રહેવું અને બેડ પર આરામ કરવો, હલન ચલન ઓછું થવું પણ તેનું કારણ હોઈ શકે છે.

કોરોના પછી જો હૃદય સંબંધિત કોઈ લક્ષણ જોવા મળે છે તો શું કરવું?

image source

વધારે તકલીફ જણાતા વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને જો શ્વાસ લેવામાં વધારે તકલીફ જણાય તો યોગ્ય માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ કરવી જોઈએ કારણ કે શ્વાસ લેવામાં મુશ્કેલી હંમેશાં એક ગંભીર સમસ્યાનો સંકેત નથી પરંતુ ઓક્સિજન સેચ્યુરેશનનો ઓછો સ્તર(90%થી ઓછું) હોવાની સાથે આમ હોવું ચિંતાજનક છે. છાતીમાં દુખાવો ફેફસાંમાં સોજાને કારણે પણ હોઈ શકે છે. છાતીમાં શરૂ થયેલો જોરદાર દુખાવો ફેફસાંમાં લોહીના ગઠ્ઠા (પલ્મોનરી એમ્બોલિઝમ)ના કારણે પણ હોઈ શકે છે.

કોરોના વાયરસનાં સંક્રમણમાંથી સાજા થયાં બાદ પણ શું લોકો હાર્ટ ડિઝીઝનો સામનો કરી રહ્યા છે?

હા આવું ઘણાં કેસોમાં બન્યું છે. કોરોનાની જીવલેણ બીજી લહેર યુવાનોને વધુ જપેટમાં લઈ રહી છે. આ સમયે ઘણાં એવા દર્દીઓ જોવા મળ્યાં છે જેને હિસ્ટ્રીમાં પણ કોઈ પણ પ્રકારની હાર્ટની તકલીફ ન હોય અને છતાં પણ કોરીનાથી સાજા થયાં બાદ આવું જોવા મળ્યું હોય. આ પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે ઘણાં યુવાનો દર્દીઓમાં આ કેસ પલ્મોનરી એલેમા (ફેફસાંમાં વધુ પ્રવાહી) હોવાથી સામે આવી રહ્યા છે. આ કારણથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને રેસ્પિરેટરી ઓર્ગન કામ કરવાનું બંધ કરી દે છે. જે લોકોને અગાઉથી હાર્ટ ડિઝીઝ છે તેમનામાં કોવિડ-19માંથી રિકવર થયા પછી હૃદયમાં સોજો અને લોહીના ગઠ્ઠા જામવાની સમસ્યા વધી જાય છે. આ રીતે એક્યુટ માયોકાર્ડિટિસ એટલે કે હાર્ટ મસલ્સમાં થનારો સોજો છે જે થવાની શક્યતા વધી જાય છે. આ કેસમાં દર્દીના જીવિત રહેવાની સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે.

લોહી પાતળું કરવાની દવાઓનો ઉપયોગ કરવો સાજા થયેલાં દર્દી માટે કેટલું જરૂરી છે?

image source

ઘણાં ગંભીર કેસોમાં લોહીના ગઠ્ઠા જામવાની સમસ્યા જોવા મળી છે જેથી નિષ્ણાંતો લોહી પાતળું થવાની દવા આપતાં હોય છે. હાલમાં સ્ટિરોઈડ્સ અને લોહીને પાતળું કરનારા બ્લડ થિનરનો ઉપયોગ ઈલાજ દરમિયાન થઈ રહ્યો છે. આ સમયે જે લોકો બ્લડ થિનરનો ઉપયોગ કરી રહ્યું છે તો વેક્સિન લગાવતી વખતે તેની જાણ ડોકટરને જરૂર કરવી જોઈએ. સ્ટિરોઈડ્સમાં સાજા કરવાના ગુણ હોય છે જ્યારે બ્લડ થિનર લોહીના ગઠ્ઠા જામવાથી રોકે છે. આ સાથે અમુક એવા કિસ્સાઓ પણ સામે આવ્યાં છે જ્યાં બ્લડ થિનરના ઉપયોગથી કેટલાક દર્દીઓમાં રિકવરી સારી રહી છે.

કોરોના રિકવરી બાદ ઘણાં એવા કેસો પણ સામે આવ્યાં છે કે જ્યાં લોકો ટાઈપ-2 ડાયાબિટીઝથી ડાયગ્નોસ થઈ રહ્યા છે. કોવિડ-19 હાર્ટ મસલ્સને નુકસાન પહોંચાડી શકે છે. એનાથી હાર્ટની કામ કરવાની ક્ષમતાને અસર થાય છે. આ ઈન્ફેક્શન ધમનીઓ અને શિરાઓની દીવાલોને નુકસાન પહોંચાડે છે જેનાથી એમાં સોજો અને લોહીના ગઠ્ઠા જામી રહ્યા છે. આ શરીરના અન્ય હિસ્સાઓમાં બ્લડ સર્ક્યુલેશનને નુકશાન કરી શકે છે.

Related Posts

0 Response to "કોવિડ-19થી રિકવરી વખતે થતી સાઈડ ઈફેક્ટ જાણીને ધ્રુજી ઉઠશો, હાર્ટ-અટેક, લોહીના ગઠ્ઠા, હૃદયરોગ…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel