નેહા કક્કરનું નવું ઘર છે મહેલોને પણ ટક્કર મારે એવું, તસવીરો જોઈને આંખો મટકું મારવાનું ભૂલી જશે
નેહા કક્કરનો પરિચય આપવાની કદાચ હવે જરૂર નથી. કારણ કે તે પરિચયની કોઈ મોહતાજ નથી. થોડા સમય પહેલાં નેહાએ દહેરાદૂનમાં તેના પરિવાર માટે ખૂબ જ વૈભવી અને શાનદાર બંગલો બનાવ્યો છે. તેના દહેરાદૂન બંગલાના ફોટા શેર કરતા નેહાએ ઘરના એક ફોટા પણ શેર કર્યા હતા જ્યાં નેહા ભાડેથી એક રૂમના મકાનમાં તેના પરિવાર સાથે રહેતી હતી. આ તસવીરો જોઈને કોઈ પણ આસાનીથી અંદાજ લગાવી શકે છે કે નેહા ક્યાં સુધી સફર કરી છે. ત્યારે હવે નેહાએ પોતાના નવા ઘરની તસવીરો શેર કરી છે અને જેમાં તેના ઘરની આલિશાન તસવીરો જોવા મળી રહી છે.

નેહા અવાર નવાર કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં આવતી રહે છે. નેહાના ગીતો હિટ રેકોર્ડ બનાવવા લાગી જાય છે. નેહા સિંગિંગ સ્ટાર હોવા ઉપરાંત સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. ત્યારે હાલમાં નેહાના નવા ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કોરોનાના વધતા ચેપને કારણે, મુંબઈમાં કોરોના કર્ફ્યુ છે. બોલીવુડના સેલેબ્સ આ દિવસોમાં સામાન્ય લોકોની સાથે જ ઘરમાં પુરાઈને બેઠા છે. આવી સ્થિતિમાં નેહાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

નેહા દ્વારા જે તસવીરો શેર કરવામાં આવી છે એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકડાઉનના દિવસોમાં નેહા કેવી રીતે તેના પતિ રોહનપ્રીત સાથે એન્જોય કરી રહી છે.

તમે જોઈ શકો છો કે આ તસવીરોમાં નેહા અને રોહનપ્રીત ફ્લોર પર બેઠા ગિટાર વગાડી રહ્યા છે. કહેવું પડશે કે તે બંને ખૂબ સુંદર લાગે છે. પરંતુ નેહા અને રોહનપ્રીતની લોકડાઉન એક્ટિવિટીથી તેમનું ઘર વધારે ખીલી રહ્યું છે.

દર્શકો જુએ તો તેની નજર નેહા અને રોહનપ્રીતનાં ચમકતા લક્ઝરી ઘર પરથી હટી નથી શકતી. નેહા-રોહનપ્રીતનું ઘર ખૂબ સુંદર છે, જેને તેણે ભવ્ય રીતે શણગારેલું છે. આ બધી તસવીરોમાં તમે જોઈ શકો છો કે નેહાના ઘરના લિવિંગ રૂમ, ક્રીમ રંગની ઇટાલિયન ટાઇલ્સની ફ્લોરિંગ્સ, દિવાલોનો રંગ પણ ક્રીમ રંગનો વગેરે આપણી આંખો આંજી નાખે એમ છે.

હાલમાં જ નેહા કક્કડ અને તેના પતિ રોહનપ્રીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં બંને ઝઘડતા જોવા મળી રહ્યા હતો. નેહા અને રોહનપ્રીત વચ્ચે થઈ રહેલા આ ઝઘડાને જોઈને ફેન્સ પણ ખૂબ મજા લઈ રહ્યા છે, તો કેટલાક લોકો પરેશાન થઈને અજીબો-ગરીબ સલાહ આપી રહ્યા છે. જો કે, હકીકતમાં તેઓ ઝઘડી રહ્યા નથી અને તેમણે જે વીડિયો શેર કર્યો છે તે ફની છે.
0 Response to "નેહા કક્કરનું નવું ઘર છે મહેલોને પણ ટક્કર મારે એવું, તસવીરો જોઈને આંખો મટકું મારવાનું ભૂલી જશે"
ટિપ્પણી પોસ્ટ કરો