વાળ અને સ્કિન માટે બેસ્ટ ટોનિકનું કામ કરે છે આ 5 વસ્તુઓ, તમે પણ ઘરમાં રહીને આ રીતે કરો માવજત

અત્યારના આ જમાનામાં બધી વ્યક્તિઓ પોતાની સ્કીનને અને વાળને સુંદર બનાવવા અનેક પ્રકારના પ્રયત્નો કરતી હોય છે. અત્યારની આ દોડધામ ભરેલી જીંદગીમાં આપણે આપણી ત્વચા અને વાળની સારી રીતે સંભાળ રાખતા નથી. જેને લીધે ઘણી સમસ્યાનો આપણે સામનો કરવો પડે છે. આજે અમે આ લેખમાં તમારા રસોડામાંથી જ ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુની વાત કરીશું. જેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા સુંદર બને છે, અને તમારા વાળને પણ મજબુત બનાવી શકો છો. તો ચાલો તેના વિષે જાણીએ.

દહી :

image source

ટેનિંગ અથવા ડાઘની પરેશાની દૂર કરવી હોય અથવા તો શાઇનિંગ વાળ પાછા મેળવવા હોય તો દહીં તમારી મદદ કરી શકે છે. સ્કિન માટે એક મોટો ચમચો દહીં લો, અને તેમાં બે મોટા ચમચા ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. સુકાય ગયા પછી ચહેરાને સારી રીતે ધોઈ લો. આ ઉપાય કરવાથી તમારી સ્કિન મોઇશ્ચરાઇઝ થશે, અને ટેનિંગની સાથે પિંપલ્સ અને ડાર્ક સર્કલ્સ જેવી પરેશાનીઓથી પણ છુટકારો મળશે.

આ સિવાય ડાઘ માટે તેમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવું. તેને તમે એલોવેરા જેલ અને નારિયેળ તેલની સાથે મિક્સ કરીને વાળ પર પણ લગાવી શકો છો. તેનાથી તમારા વાળ સોફ્ટ અને શાઇની બનશે. તેમજ ખરતાં વાળ માટેની સમસ્યા માટે સૌથી પહેલા મેથીના દાણાની પેસ્ટ બનાવો અને તેમાં દહીં મિક્સ કરીને તેનો ઉપયોગ કરો.

ઈંડા :

image source

ઈંડામાં રહેલું પ્રોટીન વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. સાથે જ તે તમને ગ્લોઇંગ સ્કિન આપે છે. સ્કિન માટે એક ઇંડું લઈ તેને સરખી રીતે મિક્સ કરી લો. તેમાં એક નાની ચમચી મધ મિક્સ કરો અને ચહેરા પર લગાવો. તેનાથી તમને ક્લીયર અને ગ્લોઇંગ સ્કિન મળશે, અને ડ્રાયનેસની સમસ્યા પણ દૂર થશે.

આ ઉપરાંત જો તમને ઓઇલી હેરની પ્રોબ્લેમ હોય તો એગ વ્હાઇટમાં એક ચમચી લીંબુનો રસ અને ડ્રાય હેર માટે નારિયેળ તેલ મિક્સ કરીને ઉપયોગ કરો. ખરતાં વાળથી બચવા માટે તેમાં એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો. તેને લગાવ્યા પછી વીસ મિનિટ સુધી તેને તમારા વાળ પર રહેવા દો. ત્યાર પછી તેને શેમ્પૂ વડે ધોઈ લો.

જીરું :

image source

જીરામાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ તમારા વાળને મજબૂતી આપવાની સાથે ડેન્ડ્રફને દુર કરવામાં પણ મદદ કરે છે, અને તેને ખરતા અટકાવે છે. તેના માટે બે મોટા ચમચા જીરુંને એક કપ પાણીમાં ઉકાળો. વાળમાં શેમ્પૂ કર્યા પછી વાળને જીરુંવાળા પાણીથી ધોવો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવો જોઈએ. આ ઉપાય કરવાથી વાળની દરેક સમસ્યા દુર થાય છે.

જો તમને પિંપલ્સ પ્રોબ્લેમ છે તો એક મોટો ચમચો જીરું અડધી વાટકી પાણીમાં ઉકાળી લો. ત્યાર પછી તેને ઠંડું થવા પર તેને કોટનની મદદથી પિંપલ્સ પર લગાવો. પાંચ મિનિટ પછી આ પાણીથી તમારો ચહેરો ધોઈ લો. થોડા દિવસ સુધી આવું દર બીજા દિવસે કરો. તેનાથી ચહેરાના ડાઘ અને રિંકલ્સની સમસ્યા પણ દુર થાય છે.

કેળા :

image source

કેળામાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ અને પ્રોટીન વાળ અને સ્કિન માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં એવા બેક્ટેરિયા હોય છે જે પિંપલ્સની સમસ્યામાં આરામ અપાવે છે. તેના માટે અડધું પાકેલું કેળું મસળી લો, અને તેમાં મધ મિક્સ કરીને એક થીક પેસ્ટ તૈયાર કરો. તેમાં પ્રોબ્લેમ એરિયા પર લગાવી સુકાય ગયા પછી ધોઈ લો. આ પેસ્ટથી તમારા ચહેરા પરના ડાઘ અને ડ્રાય સ્કિનની પરેશાનીથી પણ છુટકારો આપે છે.

image source

વાળ માટે એક કેળું મસળીને સરખી રીતે બ્લેન્ડ કરી સ્મૂધ પેસ્ટ બનાવી લો. તેમાં નારિયેળ અથવા બદામ તેલ મિક્સ કરી વાળ અને સ્કાલ્પ પર સરખી રીતે લગાવો. તેને પંદર મિનિટ પછી તેને ધોઈને શેમ્પૂ કરી લો. તેનાથી ડ્રાય હેરની પરેશાની દૂર થશે, અને તમારા વાળ સોફ્ટ અને શાઇન પણ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "વાળ અને સ્કિન માટે બેસ્ટ ટોનિકનું કામ કરે છે આ 5 વસ્તુઓ, તમે પણ ઘરમાં રહીને આ રીતે કરો માવજત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel