જાણો શા માટે એક્ટર પ્રકાશ રાજ એ લીધો આ નિર્ણય

સાઉથ અને હિંદી ફિલ્મોના જાણીતા કલાકાર પ્રકાશ રાજ અને તેની પત્ની પોની વર્માએ એકબીજા સાથે બીજી વાર લગ્ન કર્યા છે. પતિ-પત્નીના આવી જ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. પ્રકાશ રાજ અને પોની ના લગ્ન વર્ષ 2010માં થઈ ચૂક્યા હતા. તાજેતરમાં જ તેમણે લગ્નના આ વર્ષ પૂર્ણ કર્યા. આ તકે તેમણે બીજી વખત એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

image source

આ વાત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રાજ એ તેના બીજા લગ્નની તસવીરો ટ્વિટર પર શેર કરી. લગ્નની તસવીરો ટ્વિટર પર શેર કરી રાજએ બીજી વખત લગ્ન કર્યા એનું કારણ પણ જણાવ્યું. રાજએ આ તસવીરના કેપ્શન માં લખ્યું કે તેણે કોની ઇચ્છા પૂરી કરવા 11 વર્ષ પછી ફરીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

પ્રકાશ રાજ એ લખ્યું હતું કે તેમણે 24 ઓગસ્ટની રાત્રે ફરીથી લગ્ન કર્યા કારણ કે તેનો દીકરો વેદાંત આ લગ્ન જોવા ઇચ્છતો હતો.

image source

પ્રકાશ રાજ ની પોસ્ટ પર તેના ફેન્સ અઢળક કોમેન્ટ કરી રહ્યા છે. સાથે જ લોકો આ જોડીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પોની વર્મા પ્રકાશ રાજ થી ઉંમરમાં 13 વર્ષ નાની છે. પોની પહેલા પ્રકાશ રાજના લગ્ન 1994માં તમિલ અભિનેત્રી લલીતા કુમારી સાથે થયા હતા. પહેલાં લગ્નથી રાજ ને બે દીકરીઓ અને એક દીકરો છે. પરંતુ તેના પહેલા લગ્ન તૂટી ગયા. લગ્ન તૂટવા પાછળ એવું પણ ચર્ચાય છે કે એક અકસ્માતમાં બંને એ પોતાનો દીકરો ગુમાવ્યો અને આ ઘટનાન પાંચ વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા.

ત્યારબાદ પ્રકાશના જીવનમાં પોની વર્માની એન્ટ્રી થઇ. પોની એક કોરિયોગ્રાફર છે. તેમને એક દીકરો છે અને આ દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે બંનેએ ફરીથી એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

Related Posts

0 Response to "જાણો શા માટે એક્ટર પ્રકાશ રાજ એ લીધો આ નિર્ણય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel