60 મીટર ઊંંડી ખીણમાં બળદ ખાબક્યો, સતત 7 દિવસ સુધી કરવામાં આવ્યું દિલધડક રેસ્ક્યૂ, વીડિયો જોઈ ફિદા થઈ જશો
માણસોનાં અકસ્માતના થવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. મદદ માટે અનેક લોકો પણ ઘટના સ્થળે જોવા મળતાં હોય છે. પરંતુ જ્યારે પ્રાણી ઓ કોઈ જગ્યાએ ફસાઈ જાય છે કે તેમની સાથે અકસ્માત સર્જાય છે તો વનવિભાગની રેસ્ક્યું ટીમ બોલાવવી પડે છે. હાલમાં હિમાચલ પ્રદેશના કુલુમાં એક પ્રાણીને રેસક્યું કરવામાં આવ્યું હતું જેની વિશે અહી વાત થઈ રહી છે. કુલુંમાં એક ખીણમાં પડી ગયેલા બળદનું દિલધડક રેસ્ક્યૂ કરાયું હતું. મળતી માહિતી મુજબ આ ઘટના મણિકર્ણના કસોલમાં આવેલા જય નાળામાં બની હતી.

અહી એક અઠવાડિયા પહેલાં એક બળદ ઉંચાઈએથી ખીણમાં પડી ગયો હતો. આ બળદ 60 મીટર ઊંડી ખીણમાં પડીને ધોધમાં પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો. આ પછી આ વાતની જાણ રેસ્ક્યૂ ટીમને કરવામાં આવી હતી. રેસ્કયું ટીમે આ પછી બળદને બચાવવા માટે ઉપરથી ઘાસ નાખતા હતા અને સતત બળદ સુધી પહોંચવાનો પ્રયત્ન પણ ટીમ દ્વારા ચાલુ હતો. જાણવા મળ્યું છે કે 7 દિવસની મહા મહેનતનાં અંતે આખરે તેને બચાવવામાં સફળતા મળી હતી. દોરડાની મદદથી બળદનું દિલધડક રેસ્ક્યૂ કરાયું હતું. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

રેસક્યુ ટીમ પણ છેલ્લે સુધી બળદનો જીવ બચાવવા મહેનત કરતી રહી જેનાં દ્વારા તેઓએ સંદેશ આપી રહ્યાં છે કે દરેક પ્રાણીનો જીવ કેટલો મહત્ત્વનો છે. આ ઘટના હવે ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો રેસ્ક્યુ ટીમની કામગીરીને વધાવી રહ્યાં છે. પ્રાણીઓને ટેસ્ક્યું કર્યાંની ઘટનાઓ આ અગાઉ પણ સામે આવતી રહી છે. અમરેલીના ધારી તાલુકાના વિરપુર ગામમાંથી આ આગાઉ આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં વન વિભાગ દ્વારા ચાર માસના બાળસિંહને રેસ્કયુ દ્વારા બચાવી લેવાયું હતું. આ બાળસિંહ પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું.

આ સિવાય માળીયા તાલુકાનાં જુથળ ગામે એક મોડી રાત્રે નદી પાસેના હોકળામાં મહાકાય મગર નજરે ચડ્યો હતો. જ્યારે જુથળ ગામના શુરેશ ભાઈ કાગડા પોતાની વાડી પર ઘરે તરફ પરત જતા હતા ત્યારે અંદાજે રાત્રે બાર કલાકે હોકળામાં મહાકાઈ મગર તેમને જોવા મળ્યો હતો. તેમણે તરત જ માળીયા વન વિભાગને જાણ કરી હતી. જેથી વિભાગનાં અમીત ભાઇ સહિતનાં સ્ટાફે જરૂરી સાધસામગ્રી તથા પાંજરું સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાંજરું મુકી રેસ્ક્યું કર્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "60 મીટર ઊંંડી ખીણમાં બળદ ખાબક્યો, સતત 7 દિવસ સુધી કરવામાં આવ્યું દિલધડક રેસ્ક્યૂ, વીડિયો જોઈ ફિદા થઈ જશો"
ટિપ્પણી પોસ્ટ કરો