ગરમીમાં ફૂદીનાના ઉપયોગથી મળશે આ 8 મોટા લાભ, અજમાવી લો ઘરે જ
આયુર્વેદમાં ફૂદીનાને સંજીવની કહેવાયું છે. કેમકે સ્વાદ, સુગંધ અને સૌંદર્યનો એવો સંગમ છે જે ફક્ત તેમાં જ જોવા મળે છે. આ છોડની ઉંમર પણ લાંબી હોય છે. ફૂદીનો એક બારમાસી એટલે કે 12 મહિના સુધી વાપરી શકાય તેવી ચીજ છે. પિપરમિંટ અને ફૂદીનો એક જ જાતિના હોવા છતાં અલગ અલગ પ્રજાતિના છોડ છે. તો જાણો હેલ્થ સંબંધી ખાસ ફાયદા વિશે. ફૂદીનાનો ઉપયોગ કરવાથી આ પ્રકારની તકલીફોમાં રાહત મળી શકે છે.
દાંતનું દર્દ
![](https://images1.livehindustan.com/uploadimage/library/2021/05/06/16_9/16_9_1/mint_benefits_1620271553.jpg)
ફૂદીનાના 2-4 પાનને રોજ ચાવવાથી દાંતનું દર્દ, પાયોરિયા અને મસૂડામાંથી લોહી નીકળવાની સમસ્યા દૂર થાય છે.
મોઢાની સ્મેલ
જો તમારા મોઢામાંથી બેડ સ્મેલ આવે છે તો તમે રોજ એક ખાસ ઉપાય કરો. આ માટે તમે એક ગ્લાસ પાણી લો અને તેમાં ફૂદીનાના 4-5 પાન ઉકાળી લો. પાણીને ઠંડું કરવા માટે ફ્રિઝમાં રાખો. તેનાથી તમે કોગળા કરી શકો છો. વારેઘડી આ ઉપાય કરવાથી તમને બેડ સ્મેલથી રાહત મળી શકે છે.
ગેસની પરેશાની
![](https://st1.latestly.com/wp-content/uploads/2019/10/Pudina-For-Acidity.jpg)
ચહેરા પર પિંપલ થયા હોય કે પછી પેટમાં ગેસની પરેશાની હોય તો ફૂદીનાની ચા પીવાથી પણ ફાયદો મળી શકે છે.
ચહેરાની કરચલીઓ
ફૂદીનાના પાનનો લેપ લગાવવાથી કે પછી તેને પાણીમાં નાંખીને નાસ લેવાથી પણ ચહેરા પરની કરચલીઓ ધીમે ધીમે ઓછી થાય છે.
થાક લાગવો
![](https://post.medicalnewstoday.com/wp-content/uploads/sites/3/2020/02/325242_1100-800x825.jpg)
જો તમને વધારે થાક લાગ્યો હોય તો તમે પાણીમાં ફૂદીનાના તેલને મિક્સ કરો અને તેમાં થોડીવાર સુધી પગને ડુબાડીને રાખો. તેનાથી તમને આરામ મળી શકે છે.
એડકી આવવી
જો તમને સતત એડકી આવતી હોય તો તમે ફૂદીનાના રસમાં મધ મિક્સ કરો અને સાથે તેને થોડી થોડી વારે ચાટો. આમ કરવાથી તમારી એડકી બંધ થઈ જશે.
ખાંસી આવવી
જો તમને બદલાતી સીઝનના કારણે ખાંસી થઈ છે તો તમે ફૂદીનાની ચામાં 2 ચમચી મીઠું મિક્સ કરીને પી લો. તેનાથી તમને રાહત મળી શકે છે.
દર્દથી મળશે રાહત
![](https://images.lifealth.com/uploads/2017/11/mint-leaves-beauty-benefits-1.jpg)
પેટ દર્દ હોય તો તમે રોજ આદુ અને ફૂદીનાના રસમાં થોડું સિંધવ મીઠું મિક્સ કરો અને તેને થોડા થોડા સમયે ચાટો. આમ કરવાથી તમારી ગેસની સમસ્યા તો દૂર થશે અને પેટ દર્દમાં આરામ મળશે.
તો હવેથી તમે પણ યાદ રાખી લો આ તમામ ઘરેલૂ અને સરળ ઉપાયો. જેની મદદથી તમને મોટા પ્રમાણમાં ઝડપથી રાહત મળશે અને સાથે તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ જોવા મળશે નહીં. આ ઉપાયોને તમે નાના બાળકોથી લઈને મોટેરાંઓને માટે અપનાવી શકો છો.તો નોંધી લો ઉપાયો અને કરી લો ટ્રાય.
0 Response to "ગરમીમાં ફૂદીનાના ઉપયોગથી મળશે આ 8 મોટા લાભ, અજમાવી લો ઘરે જ"
ટિપ્પણી પોસ્ટ કરો