સુરતમાં કોરોના મૃતકના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મૂકવાના બોલાય છે આટલા હજાર, તો સ્મશાને પહોંચાડવાના ભાવ સાંભળીને ફાટી જશે આંખો, શું ખરેખર આ યોગ્ય છે?

રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. જો કે હવે કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. આંકડો 14 હજારની આસપાસ સ્થિર થઇ રહ્યો છે.  કોરોનાના કારણે સુરત શહેર જિલ્લામાં મૃત્યુનો આંકડો વધ્યો છે. જેને પગલે સ્મશાનમાં પણ વેઈટિંગ ચાલી રહ્યા છે. જ્યારે
આવી સ્થિતિમાં પણ લેભાગૂઓ રૂપિયા પડાવવાનું ચૂકતા નથી. કોરોના દર્દીના મોત બાદ તેના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મકૂવાના 3000 રૂપિયા પડાવવામાં આવે છે. આ સાથે મૃતદેહને સ્મશાન પહોંચાડવા માટે 500થી લઈને 1000 રૂપિયા લેવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

અંતિમસંસ્કાર માટે વેઈટિંગ હોવાનું કહી ફસાવે છે

image source

સુરત શહેરમાં કોરોનાના કેસની સાથે મોતમાં પણ વધારો થયો છે. સુરત શહેરમાં રોજ 100થી વધુ લોકોના કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જે લોકોને મૃતક સાથે વધુ લાગણી હોય છે તે અંતિમસંસ્કાર માટે રૂપિયા પડાવતા લેભાગૂઓનો શિકાર બનતા હોય છે. પહેલાં મૃતદેહના અંતિમસંસ્કાર માટે વેઈટિંગ હોવાનું કહી ફસાવવામાં આવે છે.

મૃતકોના સગાંની લાગણીથી સાથે રૂપિયાની રમત

image source

મૃતદેહ પર રૂપિયા પડાવતા લોકો દ્વારા લોકોને કહેવામાં આવે છે કે, મૃતદેહને જે સ્મશાનમાં લઈ જવા માટે કહેવાયું છે ત્યાં ઘણું વેઈટિંગ છે, બોડી મૂકીને પરત આવી જવું પડશે. ત્યારબાદ વધુ ચર્ચા થયા બાદ કોઈ સ્મશાન એવું છે કે જ્યાં તમને મૃતકના દર્શન પણ કરવવામાં આવશે.

ગંગાજળ મોઢામાં મૂકવા અને તુલસી ફુલ જેવી વસ્તુ મૂકવા દેવામાં આવશે. જોકે, તેના માટે 3000 રૂપિયા થશે. મૃતકના સગાંની લાગણીથી જોડાયેલા હોય રૂપિયાની ચૂકવણી પણ કરી દેતા હોય છે. આવી કેટલીક ફરિયાદો પણ બહાર આવી છે.

મૃતદેહ સ્મશાન લઈ જવા 500થી 1000ની વસૂલાત

image source

અગાઈ રાંદેરના પૂર્વ કોર્પોરેટરના પતિએ શબવાહિનીના ડ્રાઈવર દ્વારા પૈસા વસૂલાતા હોવાની ફરિયાદ કરી હતી. જેમાં કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પણ સસ્પેન્ડ કરાયો હતો. જોકે, આ બાદ પણ તકના સગાં પાસે રૂપિયા વસૂલી થઈ રહી છે. મૃતકના સગા પાસેથી ઈચ્છા મુજબના સ્મશાનમાં લઈ જવા માટે 500થી 1000 રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપો થયા છે.

મૃતદેહ પર રૂપિયા પડાવતી ટોળકીની મોડસ ઓપરેન્ડી

image source

મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે, જે વિસ્તારના મૃતક હોય તેની વિરુદ્ધ દિશાના સ્મશાનમાં અંતિમવિધિ માટે મેમો મળ્યો છે તેવું મૃતકના સગાંને કહેવામાં આવે છે. સગા પોતાના વિસ્તારના સ્મશાનમાં અંતિમવિધિ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરે ત્યારે પહેલાં ઈન્કાર કરીને બાદમાં 500થી 1000 રૂપિયા વસૂલીને સગાં કહે તે સ્મશાનમાં મૃતદેને અંતિમક્રિયા માટે લઈ જવામાં આવે છે.

જ્યાં પણ લેભાગૂઓ અંતિમસંસ્કાર માટે રૂપિયા પડાવવા તૈયાર હોય છે. આ પહેલાં પણ અશ્વિનીકુમાર સ્મશાનમાં વહેલા અંતિમસંસ્કાર માટે રૂપિયા પડાવાતા હોવાની ફરિયાદ થઈ ચૂકી છે.

Related Posts

0 Response to "સુરતમાં કોરોના મૃતકના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મૂકવાના બોલાય છે આટલા હજાર, તો સ્મશાને પહોંચાડવાના ભાવ સાંભળીને ફાટી જશે આંખો, શું ખરેખર આ યોગ્ય છે?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel