તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના ફેમ નટ્ટુ કાકાની જીવન કહાની વાંચીને તમે પણ કહેશો કે…

Spread the love

કોરોના વાયરસથી દુનિયાભરમાં હાહાકાર મચેલો છે, પરંતુ તેની સૌથી વધુ અસર ભારતમાં થઈ છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે જબરદસ્ત હોબાળો મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે.

આ સાથે અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ બંધ થઈ ગયું છે. એટલું જ નહીં તેની સૌથી મોટી અસર ડેઈલી શો પર પણ પડી છે. મુંબઈમાં લાગેલા કડક લોકડાઉનને કારણે બધા શો બંધ થઈ ચુક્યા છે.

આવી સ્થિતિમાં ઘણા સ્ટાર્સને ઘરે બેસવું પડે છે. તેમાંથી એક છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળતા નટ્ટુ કાકાનું પાત્ર. તેનું સાચું નામ ઘનશ્યામ નાયક છે.

આ શોના બધા સ્ટાર્સ ખાસ છે. પરંતુ નટ્ટુ કાકાને દરેક પસંદ કરે છે. આ શોમાં તેના પાત્રની જગ્યા કોઈ લઈ શકતું નથી. 2008 માં શરૂ થયેલ આ શો નાના પડદાની સૌથી લાંબી ચાલતી સિરિયલ છે.

હવે નટ્ટુ કાકા સાથે જોડાયેલી ઘણી માહિતી બહાર આવી છે. નટ્ટુ કાકાનું પાત્ર નિભાવનાર અભિનેતા ઘનશ્યામ નાયકે તેમના જીવનમાં ખૂબ જ ગરીબી જોઈ છે.

તેમની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે તેમના ઘરનું ભાડું ચુકવી શકે અથવા બાળકોની સ્કૂલની ફી આપી શકે. જોકે ઘનશ્યામ નાયકે છતા પણ એક્ટિંગની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. ઘનશ્યામ નાયક 55 વર્ષથી વધુ સમયથી આ ઈંડસ્ટ્રીમાં કમ કરી રહ્યા છે.

ઘનશ્યામ નાયકે 350 થી વધુ ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેમાં હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓના શોનો પણ સમાવેશ થાય છે. તેણે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તેમને 3 રૂપિયા માટે 24 કલાક કામ કરવું પડ્યું હતું.

તેણે કહ્યું કે મારે એક અભિનેતા જ બનવું હતું. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં વધુ પૈસા મળતા ન હતા. ઘણી વખત એવો સમય પણ આવ્યો કે મારે પાડોશી અને મિત્રો પાસેથી પૈસા લઈને ઘરનું ભાડું અને બાળકોની ફી ભરવી પડી હતી.

ત્યાર પછી તેમની જિંદગીમાં આવ્યો ‘તારક મેહતા કા ઉલ્ટા ક્ચશ્મા’, આ શોએ માત્ર તેને પ્રખ્યાત જ ન બનાવ્યા પરંતુ તેમને ખૂબ સારા પૈસા કમાવવાની તક પણ આપી. ધીમે ધીમે તેમને સારી ફી મળવા લાગી. જેના કારણે તેની પાસે હવે મુંબઇમાં બે ફ્લેટ છે. તેમને ત્રણ બાળકો છે. બે પુત્રીઓ અને એક પુત્ર. 76 વર્ષના ઘનશ્યામ મૂળ ગુજરાતના છે અને તેણે અત્યાર સુધીમાં 31 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 1960 માં આવેલી સત્યેન બોસની ફિલ્મ ‘માસૂમ’માં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

ઘનશ્યામ નાયક હમ દિલ દે ચૂકે સનમ, તેરે નામ, ચોરી ચોરી, ખાકી, પુત્ર, આંખે, તિરંગા, લાડલા, ક્રાંતિવીર, આંદોલન, ચાહત, ઘાતક, ઇશ્ક જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તે માત્ર 7 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહ્યા છે. તેઓ વર્ષ 2008 થી ‘તારક મહેતા’ સાથે જોડાયેલા છે અને તેમની સફર આજ સુધી ચાલુ છે. હાલમાં કોરોના ને કારણે તેમનૂ વધાતી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને બ્રેક આપવામાં આવ્યો છે.

Related Posts

0 Response to "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના ફેમ નટ્ટુ કાકાની જીવન કહાની વાંચીને તમે પણ કહેશો કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel