બોલિવૂડના આ સ્ટાર્સ છે ના ભાઈ-બહેન છે કાર્બન કોપી, તમે પણ તેને જોઇને કહેશો કે બાપ રે બાપ !!

Spread the love

આપણે બોલિવૂડ સ્ટાર્સને તેમની એક્ટિંગ અને સુંદરતા માટે જાણીએ છીએ. તેમાંના કેટલાક સ્ટાર્સ તેમની પર્સનલ લાઈફને કારણે પણ પ્રખ્યાત રહે છે. આ સાથે તેના ભાઈ-બહેનો પણ ચર્ચામાં રહે છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમના ભાઈ-બહેન તેમના જેવા લાગે છે.

કેટરિના કૈફ- ઇસાબેલ કૈફ: બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ તેની ગજબની સુંદરતા અને ડાન્સ માટે જાણીતી છે. પરંતુ તેની બહેન ઇજાબેલ કૈફ પણ બિલકુલ તેના જેવી જ લાગે છે. તેમના ચહેરામાં ઘણી સમાનતા છે.

ભૂમિ પેડનેકર – સમીક્ષા પેડનેકર: ભૂમિ પેડનેકરનું નામ બોલિવૂડની સૌથી અભિનેત્રીના લિસ્ટમાં શામેલ છે. ભૂમિની બહેન સમીક્ષા તેના જેવી જ લાગે છે. બંને બહેનોનો માત્ર ચેહરો જ સમાન નથી પરંતુ ચાલ-ઢાલ પણ સમાન છે.

ભારતી સિંહ – પિંકી સિંહ: પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અને તેની બહેન પિંકી સિંહે પણ એકબીજાની કાર્બન કોપી લાગે છે. જો તમે બંનેને એક સાથે જોશો તો તમે પણ તેમની વચ્ચે તફાવત શોધી શકશો નહિં. પિંકી ભારતી કરતા મોટી છે પરંતુ બંને જુડવા લાગે છે.

શક્તિ મોહન-મુક્તિ મોહન: શક્તિ મોહન એક્ટર અને ડાન્સર છે. મુક્તિ મોહન તેની બહેન છે. શક્તિ મોહન અને મુક્તિ મોહન પણ એકબીજાની કાર્બન કોપી લાગે છે. બંને બહેનો ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. શક્તિ મોહન અને મુક્તિ મોહન કુલ ચાર બહેનો છે.

અનિલ કપૂર – સંજય કપૂર: બોલીવુડના જક્કાસ અભિનેતા અનિલ કપૂર અને તેના ભાઈ સંજય કપૂર પણ એક સરખા લાગે છે. બંનેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ સંજય અનિલની જેમ સફળતા મેળવી શક્યો નથી.

શિલ્પા શેટ્ટી – શમિતા શેટ્ટી: શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી પણ સગી બહેનો છે. જોકે, જ્યાં શિલ્પા શેટ્ટીને સફળતા મળી છે પરંતુ તેની બહેન શમિતા શેટ્ટી સફળતા મેળવી શકી નથી. પરંતુ લુકમાં બંને એકસરખી જ લાગે છે.

અનુપમ ખેર – રાજુ ખેર: અનુપમ ખેર આ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા અભિનેતાઓમાંના એક છે. પડદા પર મજબૂત પાત્ર નિભાવીને પોતાની ઓળખ બનાવનાર અનુપમ ખેર લાખો લોકોને પોતાના દીવાના બનાવી ચુક્યા છે. રાજુ ખેર પણ અનુપમ ખેર જેવા જ લાગે છે.

રઘુ – રાજીવ: રઘુ – રાજીવ બંને રિયાલિટી શો રોડીઝના જજ તરીકે જાણીતા છે. બંનેનો ચહેરો સરખો છે સાથે જ બંને વાળ વગર રહેવાનું પસંદ કરે છે. બંને વચ્ચે તફાવત કાઢવો મુશ્કેલ છે.

Related Posts

0 Response to "બોલિવૂડના આ સ્ટાર્સ છે ના ભાઈ-બહેન છે કાર્બન કોપી, તમે પણ તેને જોઇને કહેશો કે બાપ રે બાપ !!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel