લગ્ન પછી આ વાતને લઇને માધુરી દિક્ષિત ગભરાઇ ગઇ હતી જોરદાર, અને પછી કહી દીધું હતુ કે.’..દિલ બેસી…’

લગ્ન પછી અમેરિકામાં સામાન લેવા પહોંચી તો ગભરાઈ ગઈ હતી માધુરી દીક્ષિત, બોલી- દિલ બેસી ગયું….

બોલીવુડમાં ધક ધક ગર્લના નામે જાણીતી બનેલી માધુરી દીક્ષિતની દીવાનગી આખી દુનિયામાં છે. પોતાની ઉમદા એક્ટિંગ અને ડાન્સના દમ પર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવનારી માધુરીનો અંદાજ આજે પણ નથી બદલાયો. એવામાં માધુરી દીક્ષિતનું એક જૂનું ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં માધુરીએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે જ્યારે એ લગ્ન પછી અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ અને ત્યાં શાક લેવા માટે બજારમાં ગઈ તો શુ થયું હતું. માધુરીએ એ વિશે વાત કરતા કહ્યું હતું કે એ ઘટના દિલ બેસી જાય એવી હતી. તો એ પાછળનું કારણ શું હતું ચાલો આજે તમને જણાવી દઈએ.

image source

માધુરી દીક્ષિતે પોતાના શાનદાર કરિયર વચ્ચે જ વર્ષ 1999માં અમેરિકાના ડોકટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા. ફક્ત એટલું જ નહીં લગ્ન પછી એ યુએસ શિફ્ટ થઈ ગઈ. એક્ટ્રેસના અચાનક થયેલા લગ્નથી બધા હેરાન થઈ ગયા હતા. લગ્ન પછી માધુરીના જીવનમાં ઘણા ફેરફાર આવ્યા. એ ટોપ એક્ટ્રેસમાંથી સીધી હાઉસ વાઈફ બની ગઈ. એમને એ વિશે જણાવ્યું હતું કે એ કઈ રીતે હાઉસ વાઇફના રોલમાં ફિટ થઈ.

image source

માધુરી દીક્ષિતે જુના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારતમાં તમે તમારી મેડ પર આધારિત હોવ છો. તમે બધું જ એમના પર છોડી દો છો પણ અમેરિકામાં એવું બિલકુલ નથી. તમારે જાતે જ રસોઈ બનાવવી પડે છે, સફાઈ કરવી પડે છે, ગ્રોસરી ખરીદવી પડે છે, બધું જાતે જ કરવું પડે છે. મને યાદ છે જ્યારે હું અમેરિકામાં પહેલી વાર ગ્રોસરી શોપિંગ માટે ગઈ હતી તો મારું દિલ બેસી ગયું હતું.પણ એ પછી મને ઘણું સારું પણ લાગ્યું. એ અહીંયા આઝાદીનો અહેસાસ હતો.

image source

માધુરી દીક્ષિતે પોતાની ફિલ્મ કોયલા વિશે જણાવતા કહ્યું હતું કે મને યાદ છે મારા બાળકો એકવાર કોયલા ફિલ્મ જોઈ રહ્યા હતા. મારે એ દરમિયાન ઘરની બહાર જવું પડ્યું. જ્યારે હું ઘરે પાછી આવી, ત્યારે મેં જોયું મારા બાળકોના કોમ્પ્યુટર પર એક નોટ લગાવેલી હતી જેમાં લખ્યું હતું કે માઁ તમે કોયલામાં એટલી ફની એક્ટિંગ કેમ કરી હતી.

image source

લગ્નના થોડા વર્ષો પછી માધુરી દીક્ષિત ભારત પરત ફરી અને હવે એ ડાન્સ રિયાલિટી શોની જજ છે. એક્ટ્રેસે ભારત આવ્યા પછી ફિલ્મ આજા નચલેમાં કામ કર્યું હતું. એ પછી ફિલ્મ યે જવાની હે દિવાનીનું આઈટમ સોન્ગ ઘાઘરામાં પણ દેખાઈ હતી. તો માધુરી દીક્ષિત છેલ્લે ફિલ્મ ટોટલ ધમાલ અને કલંકમાં દેખાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "લગ્ન પછી આ વાતને લઇને માધુરી દિક્ષિત ગભરાઇ ગઇ હતી જોરદાર, અને પછી કહી દીધું હતુ કે.’..દિલ બેસી…’"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel