Gold Price: રેકોર્ડ હાઈથી અત્યાર સુધી 7600 રૂપિયા સસ્તુ છે સોનું, જાણો મે મહિનામાં કેટલું થયું મોંઘુ

આ અઠવાડિયે સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 796 રૂપિયા સુધી વધ્યો છે તો સાથે ચાંદીનો ભાવ 885 રૂપિયા વધ્યો છે. કોરોના મહામારીમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સમયે સોનાના ભાવમાં મોટો વધારો આવી રહ્યો છે. આવનારા દિવસોમાં સોનું નવો રેકોર્ડ બનાવી શકે છે. આ સિવાય સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 796 રૂપિયા સુધી વધ્યો છે. જ્યારે ચાંદી પણ 885 રૂપિયા વધી છે. આ સિવાય મે મહિનાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી સોનાના ભાવમાં 1762 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય ચાંદી 3445 રૂપિયા મોંઘી થઈ છે.

ઓલ ટાઈમ હાઈથી હજુ પણ 7600 રૂપિયા સસ્તુ છે સોનું

image source

સોનું ભલે એક મહિનામાં મોંઘુ થયું હોય પણ તે પોતાના ઓલ ટાઈમ હાઈથી ઘણું સસ્તુ વેચાઈ રહ્યું છે. સોનું હાલમાં રેકોર્ડ હાઈથી લગભગ 7600 રૂપિયા સસ્તુ છે. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 56000 રૂપિયાને પાર થઈ હતી.

દોઢ મહિનાથી જોવા મળી રહ્યો છે વધારો

image source

તમને જણાવી દઈએ કે છેલ્લા દોઢ મહિનાથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા સોનાના ભાવ નીચે આવ્યા હતા. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટના અનુસાર 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત કારોબારી સત્ર એટલે કે શુક્રવારે બજાર ખૂલવાનો સમય 48553 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ગુરુવારે બજાર ખુલવાના સમયે 10 ગ્રામ સોનાનો ભાવ 48593 રૂપિયા હતો.

હાલમાં સોનામાં રોકાણ કરવાનો સારો અવસર છે

image source

સોનું રોકાણ માટે સુરક્ષિત વસ્તુ છે. કોઈ પણ સંકટ સમયે રોકાણકારો સોનાને મહત્વ આપે છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોના તરફ વળી રહ્યા છે. જે આવનારા મહિનામાં તેની કિંમતોમાં વધારાનું કારણ બનશે. કોરોના વાયરસ સોનાની કિંમતોમાં વધારાનું કારણ હોઈ શકે છે. હાલમાં એક રિપોર્ટમાં કહેવાયું છે કે આવનારા મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે આવનારા સમયમાં સોનું 50000ને પાર કરશે અને માટે જ આ સમય રોકાણકારો માટે યોગ્ય છે.

image source

તો જો હજુ તમે પણ સોનું ખરીદવાના પ્લાનમાં છો તો તમે આ ભાવે સોનું ફટાફક ખરીદી લો તે જરૂરી છે. આ રોકાણ તમને અનેક ફાયદા આપી શકે છે.

Related Posts

0 Response to "Gold Price: રેકોર્ડ હાઈથી અત્યાર સુધી 7600 રૂપિયા સસ્તુ છે સોનું, જાણો મે મહિનામાં કેટલું થયું મોંઘુ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel