સિરીયલમાં એકબીજાની કટ્ટર દુશ્મન છે આ હસીનાઓ, જ્યારે રિયલ લાઇફમાં છે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ
ટેલિવિઝનની ઘણી સિરિયલ્સમાં દેખાડવામાં આવતા ફેમીલી ડ્રામાને દર્શકો ઘણું પસંદ કરે છે. સાસુ, વહુ, નણંદ, ભાભી અને સોતન
સહેલી વચ્ચે થતી નોક્ઝોકને કારણે જ ઘણી સીરિયલ્સ ટીઆરપીમાં પણ પોતાની જગ્યા જાળવી રાખવામાં સફળ થઈ જાય છે. ઘણી

જો કે અહીંયા સવાલ એ છે કે સીરિયલમાં સોતન અને દુશ્મનની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસેસ અસલ જિંદગીમાં એકબીજા સાથે કેવી રીતે વર્તે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છે શોમાં સોતનનું પાત્ર ભજવનારી એ અભિનેત્રીઓ વિશે જે અસલ જિંદગીમાં એકબીજાની સારી દોસ્ત છે.
અનુપમા.

ટીવી સિરિયલ અનુપમાં ટીઆરપીની રેસમાં સૌથી આગળ છે. આ શો દર્શકોનો મનગમતો શો બની ગયો છે અને એમાં બતાવવામાં
આવતો ફેમીલી ડ્રામાં દર્શકોને ખૂબ જ ગમી રહ્યો છે. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી અનુપમાંનું પાત્ર ભજવી રહી છે અને મદાલસા
શર્મા કાવ્યનું. મદાલસા શોમાં રૂપાલીની સોતનનું પાત્ર ભજવી રહી છે પણ રિયલ લાઈફમાં બંને એકબીજાની સારી મિત્ર છે.
ગૂમ હે કિસી કે પ્યાર મેં.

ટીવી સિરિયલ ગુમ હે કિસી કે પ્યાર મેંમાં આયશા સિંહ સઇનું પાત્ર ભજવી રહી છે જ્યારે ઐશ્વર્યા શર્મા સીરિયલમાં પાખી બનીને
રિયલ લાઈફમાં નિલ ભટ્ટની થનારી પત્ની છે. જો કે બંને એક્ટ્રેસ ભલે શોમાં એકબીજાની વિરોધી હોય પણ અસલ જીવનમાં બન્ને
વચ્ચે ખૂબ જ સારો મેળ છે અને ઓફસ્ક્રીન બંને ખૂબ જ મજાક મસ્તી કરે છે.
યે હે ચાહતે.

ટીવીની અન્ય એક લોકપ્રિય સિરિયલ યે હે ચાહતેમાં સરગુન કૌર લુથરા પ્રિશા અને ઐશ્વર્યા ખરે મહિમાનું પાત્ર ભજવી રહી છે. આ
સીરિયલમાં બન્ને બે બહેનો હોવા છતાં પણ એકબીજાના દુશ્મનનું પાત્ર ભજવી રહી છે. ભલે પડદા પર બન્ને એકબીજાની વિરોધી
હોય પણ અસલ જીવનમાં બન્ને વચ્ચે સારી મિત્રતા છે. એટલું જ નહીં બંને પોતાના ડાન્સ વિડિયોઝ અને ફોટા માટે સોશિયલ
મીડિયા પર ઘણી જ ચર્ચામાં રહે છે.
કુંડલી ભાગ્ય.

કુંડલી ભાગ્ય દર્શકોની મનગમતી સિરિયલ્સમાંથી એક છે. સીરિયલમાં ધીરજ કપૂર કરણનું પાત્ર ભજવી રહ્યા છે જે પોતાના પ્રેમ પ્રિતા
એટલેનકે શ્રદ્ધા આર્યા સાથે પહેલા જ લગ્ન કરી ચુક્યા છે. જ્યારે માહીરાનું પાત્ર ભજવી રહેલી સ્વાતિ કપૂર હમેશા બન્નેને અલગ
કરવાના પ્રયત્ન કરતી દેખાય છે. ભલે બન્ને સિરિયલમાં એકબીજાની દુશ્મન હોય પણ અસલ લાઈફમાં બંને ખૂબ જ સારી મિત્ર છે.
0 Response to "સિરીયલમાં એકબીજાની કટ્ટર દુશ્મન છે આ હસીનાઓ, જ્યારે રિયલ લાઇફમાં છે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ"
ટિપ્પણી પોસ્ટ કરો