કોરોના ફેફસાંને અંદરથી કરી નાંખે છે ખરાબ, જાણો લક્ષણો, કારણો અને બચવાના ઉપાયો વિશે
કોરોના વાયરસ જે રીતે વ્યક્તિના ફેફસાને સૌથી વધુ ડેમેજ કરે છે અને ત્યારપછી શરીરના અન્ય અંગોને નુકસાન કરે છે. તેવો જ એક રોગ છે અસ્થમા જે ફેફસાને ખૂબ નુકસાન કરે છે.ઘણી વખત એવું થાય છે કે અચાનક જ શ્વાસ ફુલવા લાગે અને પછી શ્વાસ રુંધાતો હોય તેવો અનુભવ થાય. આ લક્ષણ છે ફેફસાની ગંભીર બીમારી અસ્થમાના. અસ્થમામાં શ્વાસ નળી સંકુચિત થઈ જાય છે અને તેમાં સોજો આવી જાય છે તેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. અસ્થમાના દર્દીમાં મ્યૂકસ પણ વધારે બને છે. અસ્થમાના દર્દી વધારે એક્ટિવ પણ રહી શકતા નથી.
![](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/4098x2305_90/fetchdata16/images/de/99/7a/de997ac7a013344ef521208033995b5db1beb49ba70f0035bca7f74f20ec77ba.jpg)
અસ્થમાના દર્દીના ફેફસામાં બ્રોન્કિયલ ટ્યૂબમાં સોજો આવી જાય છે અને ફેફસા તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થાય છે. સામાન્ય રીતે શ્વાસ લેતી વખતે શ્વાસ નળી આસપાસના સ્નાયૂ સોફ્ટ થઈ જાય છે જેના કારણે હવા સરળતાથી આવજા થાય છે. પરંતુ અસ્થમાના કારણે સ્નાયૂ કઠોર થઈ જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે.
અસ્થમાને જાણો આ લક્ષણ પરથી
– ચહેરો, હોંઠ અને નખ પીળા કે બ્લૂ જેવા થવા લાગે.
– શ્વાસ લેતી વખતે પાંસળા આસપાસની ત્વચા અંદર ખેંચાતી હોય તેમ લાગે.
– વાત કરવા, ચાલવા અને શ્વાસ લેવામાં સમસ્યા થાય.
![](https://img.webmd.com/dtmcms/live/webmd/consumer_assets/site_images/article_thumbnails/slideshows/asthma_overview_slideshow/650x350_asthma_overview_slideshow.jpg)
અસ્થમાના દર્દીને એટેક આવે છે ત્યારે તેની હાલત ગંભીર પણ થઈ શકે છે. અસ્થમાથી પીડિત દર્દીની શ્વાસ નળી દરેક વસ્તુથી ટ્રીગર થાય છે. કઈ કઈ વસ્તુ છે જે અસ્થમાને ટ્રીગર કરે છે જાણો.
– હવામાં વધારે પ્રદૂષણ
– વ્યાયામ
– ધૂમ્રપાન કરવું કે તમાકૂનું સેવન કરવું.
– મોલ્ડ, પરાગકણ, ધૂળ જેવી વસ્તુની એલર્જી
– ફ્લૂ, શરદી, સાયનસ જેવા સંક્રમણ
– સફાઈ કરવાથી ઉડતી ધૂળ
![](https://www.news-medical.net/image.axd?picture=2018%2F5%2FshutterstockBy_u3d.jpg)
– તીવ્ર વાસ કે સુગંધ
– વાતાવરણમાં થયેલો ફેરફાર ખાસ કરીને ઠંડી હવા
– એસ્પિરિન જેવી કેટલીક દવાઓ.
– સ્ટ્રેસ, ચિંતા કે તાણ જેવી લાગણી.
અસ્થમા હોય તેવા દર્દીને લાંબા સમય સુધી કોઈ લક્ષણ દેખાતા નથી. જ્યારે કેટલાક દર્દીને રોજ અસ્થમા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાક સંક્રમિત દર્દી તો વ્યાયામ કરતા હોય ત્યારે પણ સમસ્યા થાય છે.
અસ્થમાથી બચવાના ઉપાય
![](https://i0.wp.com/images-prod.healthline.com/hlcmsresource/images/topic_centers/Asthma/1296x728_Girls-Guide-to-Asthma.jpg?w=1155&h=1528)
– ડોક્ટરે જે દવા આપી હોય તે નિયમિત લેવી.
– પોતાના શ્વાચ્છોશ્વાસ પર નજર રાખો. કંઈપણ અસામાન્ય લાગે તો ડોક્ટરનો સંપર્ક કરો.
– અસ્થમાનો એકશન પ્લાન ટ્રેક કરો.
– નિમોનિયા અને ઈન્ફ્લૂએંઝાની રસી લઈ લેવી જોઈએ.
– જે વસ્તુઓથી તમને એલર્જી હોય તેનાથી દૂર રહો.
– પ્રદૂષણ વધારે હોય ત્યાં જવાનું ટાળો.
0 Response to "કોરોના ફેફસાંને અંદરથી કરી નાંખે છે ખરાબ, જાણો લક્ષણો, કારણો અને બચવાના ઉપાયો વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો