થાઇરોઇડ, ડાયાબિટીસથી લઇને આ બીમારીઓથી બચવું હોય તો રોજ માત્ર 1 ચપટી આ વસ્તુનું કરો સેવન
આપણા ભારતીય દરેક મસાલામાં ઔષધીય ગુણ રહેલાં છે. જેમાંથી લગભગ બધાંના ઘરમાં તજ નો એક મસાલા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. ચપટી તજ તમારા શરીરમાં ગજબ ની અસર કરે છે, અને જબરદસ્ત ફાયદા આપે છે. તે અનેક રીતે ફાયદાકારક છે, ચપટી તજ પાઉડર રોજ વાપરશો તો શરીર પર દેખાશે આ અસર તજ નો ઉપયોગ ગંભીર રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે.
પેટ અને પાચન માટે તજ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તજ નો ઉપયોગ પ્રાચીન સમય થી એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કરવામાં આવે છે. આ સિવાય તજ નું સેવન બ્લડ શુગર અને મેટાબોલિઝ્મ ને પણ કંટ્રોલ કરે છે. આના નિયમિત ઉપયોગ થી વજન વધતું નથી.
તજનું સેવન કરવાથી થતા ફાયદા
તજ પાઉડર નો સૌથી બેસ્ટ નુસખો છે કે, રોજ સવારે નરણાં કોઠે એક કપ ગરમ પાણીમાં ચપટી તજ પાઉડર, એક લીંબુ નો રસ, સહેજ મધ જરૂર લાગે તો અને ચપટી હળદર મિક્સ કરીને પી લો. આનાથી બોડીમાં ઈન્સ્યૂલિન કંટ્રોલમાં રહેશે. ડાયાબિટીસ થવાનો ખતરો ઘટશે. મેટાબોલિઝ્મ ફાસ્ટ થશે, જેનાથી વજન કંટ્રોલમાં રહેશે અને ચરબી પણ ઘટશે. આનાથી સ્કિન પણ સારી રહેશે. બોડીના ટોક્સિન્સ પણ દૂર થશે.
બે મોટી ચમચી મધ, ત્રણ ચમચી તજ નો પાવડર અને ચારસો મી.લિ. ચા ને ઉકાળેલ પાણી ઘોળી ને પીવો. તે પીધા પછી બે કલાક પછી જ લોહીમાં દસ ટકા કોલેસ્ટ્રોલ ઓછું થઇ જશે. જો ત્રણ દિવસ સુધી સતત પીશો તો કોલેસ્ટ્રોલ પણ જુના રોગી હોય તે ઠીક થઇ જશે.મધ અને તજ ને સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી નાસ્તામાં બ્રેડ કે રોટલીમાં લગાવીને રોજ ખાવ. તેના થી ધમનીઓ નું કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. જેમને એક વખત હાર્ટએટેક આવી ગયેલ છે, તેને ફરી વખત હાર્ટએટેક નહી આવે.
એક ચમચી તજના પાવડર ને ત્રણ કપ પાણીમાં ઉકાળો. ઉકળ્યા પછી હળવું ગરમ રહે એટલે તેમાં ચાર ચમચી મધ ભેળવો. એક દિવસમાં તે ૪ વખત પીવો. તેનાથી ત્વચા કોમળ અને તાજી રહેશે અને ગઢપણ પણ દુર રહેશે. તજ, સુંઠ, જીરું અને ઈલાયચી થોડા પ્રમાણમાં ભેળવીને ખાતા રહેવાથી કબજીયાત અને અજીર્ણ (ભૂખ ન લાગવી) માં લાભ થાય છે.
દુધ ની મલાઈમાં ચપટી ભર તજ ભેળવીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરાના ડાઘ ધબ્બા દુર થઇ જાય છે. ધાધર, ખરજવું અને તમામ ત્વચાના ચેપી રોગોને ઠીક કરવા માટે સરખા પ્રમાણમાં મધ અને તજ ને ભેળવીને રોજ લગાવવું જોઈએ. તજનું રોજ સેવન કરવાથી થાક, આંખોની દ્રષ્ટિ ઓછી થવી, હ્રદય, કીડની ખરાબ થવી વગેરે રોગો થી બચી શકાય છે.
એક ચમચી મધમાં એક ચમચી તજ નો પાવડર ભેળવી ને એક પહોળા મોઢાવાળી બોટલમાં રાખી દો. જ્યારે પણ બીડી, સિગરેટ, તમાકુ ખાવા ની ઈચ્છા થાય તો તેમાં આંગળી ડુબાડી ને ચૂસો. તેનાથી ધુમ્રપાન છૂટી જશે. મનમાં નક્કી કરવાથી પણ ધુમ્રપાન છોડી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "થાઇરોઇડ, ડાયાબિટીસથી લઇને આ બીમારીઓથી બચવું હોય તો રોજ માત્ર 1 ચપટી આ વસ્તુનું કરો સેવન"
ટિપ્પણી પોસ્ટ કરો