શું તમારું ખાતું આ બેન્કમાં છે તો આવ્યા છે તમારા માટે સારા સમાચાર – હોસ્પિટલના બિલ ચૂકવવામાં કરશે તમને આ બેંક મદદ..
ભારતમાં બહોળો ગ્રાહકવર્ગ ધરાવતી પ્રાઇવેટ બેંક HDFCએ તાજેતરમાં એપોલો હોસ્પિટલ સાથે મળીને પોતાના ગ્રાહકો માટે હેલ્ધી લાઇફ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ ખાસ કરીને કોરોના સંકટના કારણે લોન્ચ કરવામા આવ્યો છે. અને આ પ્રોગ્રામ હેઠળ HDFC બેંક પોતાના ગ્રાહકોને હોસ્પિટલનુ બિલ ચૂકવવા માટે 40 લાખ સુધીની લોન આપી રહી છે.
આ લોન તેના ગ્રાહકો અનસિક્યોર્ડ પર્સનલ લોન તરીકે લઈ શકશે. મળેલી માહિતી પ્રમાણે જેવો HDFC નો ગ્રાહક આ લોન માટે એપ્લાય કરશે કે માત્ર 10 સેકંડની અંદર જ તેના ખાતામાં લોનની રકમ જમા થઈ જશે. આ સાથે HDFC બેંક પોતાનાખાતેદારોને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર નો કોસ્ટ ઇએમઆઈની ઓફર પણ આપે છે.
લાઇફ કેર ઉપરાંત અન્ય ટ્રીટમેન્ટનો પણ સમાવેશ
આ બાબતે HDFCના સીઈઓ અને એમડી આદિત્ય પુરીએ માહિતી આપી છે કે ગ્રાહકોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે લોનને ગ્રાહકના તત્કાલ બેંક અકાઉન્ટમાં જમા કરી આપવામા આવશે. આ પ્રોગ્રામ અંતરગત લાઇફકેયર ફાઇનાન્સની સાથે સાથે તેમના ગ્રાહકો ડેન્ટલ કેર, મેટરનીટી, આંખ, આઇવીએફ જેવી સારવાર પણ કરાવી શકશે. આ સાથે HDFCના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડની સુવિધાની સાથે સાથે કાર્ડ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ્સ, કેટલાક ખર્ચ આધારિત તેમજ ઇએમઆઈ પર પણ કેટલીક છૂટછાટની સુવિધા આપવામા આવશે.
તમને જણાવી દઈએ કે એપોલોની એક્ઝિક્યુટિવ કાર્ડની સગવડ સાથે તમારા કાર્ડ પર તમને ઇએમઆઈ, ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય કેટલાક બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા ખર્ચ પર આધારિત સુવિધાઓ પણ આપવામા આવશે. આ બાબતે એપોલોના એક્ઝીક્યુટિવ વાઇસ ચેરપર્સન શોભના કમાનેનીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે આ પ્રોગ્રામનો લાભ એચડીએફસી બેંકના ભારતમાં હાજર 6.5 કરોડ ખાતેદારોને મળશે.
HDFC ખાતેદારોને એપોલોના ડોક્ટરની ફ્રીમાં મળશે સલાહ
આ પ્રોગ્રામ એક પ્રકારનું કન્સોલિડેટેડ હેલ્થકેર સોલ્યુશન છે. આ બાબતે એપોલોના ડિજિટલ પ્લેટફોર્મ એપોલો 24/7 પર દર્શાવવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ માત્રને માત્ર એચડીએફસી બેંકના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. અને આ બેંકના ગ્રાહકો કે જેઓ આ સુવિધા લઈ રહ્યા છે તેઓ એપોલો 24/7 પર કોઈ પણ સમયે ઇમર્જન્સી એપોલો ડોક્ટરનો સંપર્ક કરી શકે છે.
તમને જણાવી દઈએ કે એચડીએફસી બેંક દ્વારા બહાર પાડવામા આવેલા આ પ્રોગ્રામ હેઠળ તેમના ગ્રાહકોને બહોળો ફાયદો થશે. આ પ્રોગ્રામમાં પેમેન્ટના વિકલ્પમાં પસંદગીઓ તેમજ વિવિધ એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ઇઝી ફાયનાન્સની સુવિધા પણ એચડીએફસીના ગ્રાહકોને આપવામાં આવશે.
તેમજ એચડીએફસીના આ ગ્રાહકોને એપોલો હોસ્પિટલના ડોક્ટરોની કોલ સર્વિસ પણ મફતમાં મળશે. અને પ્રથમ વર્ષ માટે એચડીએફસીના ખાતેદાર માટે એપોલો મેમ્બરશીપ પણ આપવામા આવશે. અને સાથે સાથે જ એપોલોની 24/7 ક્રોનિક કેયર સુવિધા પણ આવા ખાતેદારો માટે ઉપલબ્ધ રહેશે.
24/7 હોમ ડિલવરી – મેબરશીપ પર ડિસ્કાઉન્ટ
HDFCના આ પ્રોગ્રામ હેઠળ જે ખાતેદારો તેમાં ભાગ લેશે તેમના માટે એપોલો 24/7 પર તમને દવાની હોમ ડિલિવરી પણ મળી જશે અને સાથે સાથે મેમ્બરશીપ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સાથે સાથે આ ખાતેદારોને વ્હોટ્સએપ બેઝ્ડ સેવાઓ પણ આપવામા આવશે. અને માત્ર તેટલું જ નહીં પણ પ્રોગ્રામના આધારે બેંકના ખાતેદારોને હેલ્થ ચેકઅપનો પણ લાભ મળી શકશે.
અને ખાતેદારને મેડિકલ ઇમરજન્સી તેમજ સ્વાસથ્ય જાળવણી માટે વિશ્વાસપાત્ર ગુણવત્તાની સાથે સાથે હેલ્થકેર તેમજ સરળ ફાયનાન્સ પણ ઉપલબ્ધ કરાવવામા આવશે. તમને જણાવી દઈએ કે એપોલો હોસ્પિટલના ડેટા પ્રમાણે લગભગ 40 ટકા ભારતીયો એપોલો ફાર્મસીથી માત્ર 30 મિનિટ જ દૂર છે. તો બીજી બાજુ દેશના લગભગ 85 ટકા જિલ્લાઓમાં HDFCની શાખાઓ પણ આવેલી છે.
0 Response to "શું તમારું ખાતું આ બેન્કમાં છે તો આવ્યા છે તમારા માટે સારા સમાચાર – હોસ્પિટલના બિલ ચૂકવવામાં કરશે તમને આ બેંક મદદ.."
ટિપ્પણી પોસ્ટ કરો