આજથી 36 શહેરોમાં હળવા થયા નિયમો: 84 દિવસ બંધ રહેલા બગીચાઓ આજથી ખુલી ગયા, કાંકરિયા લેકફ્રન્ટ અને ઝૂ પણ તૈયારીમાં!
અનલૉક તરફ ગુજરાત: આજથી 36 શહેરોમાં હળવા થયા નિયમો, 283 બગીચા 84 દિવસ બંધ રહ્યા, હવે કાંકરિયા લેકફ્રન્ટ, ઝૂ પણ ખોલાશે!
સાંજે 7 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી
આ ઉપરાંત તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાલ છે. હેર સલૂન, બ્યુટી પાર્લર પણ સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. 50 ટકા ક્ષમતા સાથે લાયબ્રેરી અને જીમ્નેશિયમ ચાલુ રાખી શકાશે.

કોરોના સંક્રમણ ઘટવાથી અમુક નિયંત્રણોની સાથે ખૂલશે જાહેરસ્થળો
આજે બપોરે સંબંધિત અધિકારીઓ આ અંગે કમિશનરનું માર્ગદર્શન મેળવશે. જોકે ભાજપના શાસકો પણ બાગ-બગીચા અને કાંકરિયા લેકને લાગેલાં તાળાં ખોલી દેવાનાં સમર્થનમાં છે. શાસક પક્ષ દ્વારા આ અંગે તંત્ર સમક્ષ ભારપૂર્વક રજૂઆત પણ કરાશે.શહેરમાં બાગ-બગીચા આખો દિવસ બંધ રહેવાથી ખાસ કરીને સ્વાસ્થ્યપ્રેમીઓની કફોડી હાલત થઈ હતી. જૂનની શરૂઆતથી તંત્રના ચોપડે કોરોનાનું સંક્રમણ ઘટતાં મોર્નિંગ અને ઇવનિંગ વોકર્સની બાગ-બગીચાને ફરી ખોલી દેવાની માગણી બળવત્તર બની છે. ઉપરાંત આગામી તા. 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગદિવસે મ્યુનિ. બાગ-બગીચાઓ યોગપ્રેમીઓ માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે.

રાજ્ય સરકારની નવી છૂટછાટ તા. 11થી 26 જૂન સુધી અમલમાં
આ તમામ પ્રવૃત્તિ તા. ૨૬ જૂન બાદ શરૂ કરાય તેવી શક્યતા છે. હાલમાં રાજ્ય સરકારની નવી છૂટછાટ તા. 11થી 26 જૂન સુધી અમલમાં રહેવાની છે.કોરોના મહામારીના કારણે કાંકરિયા લેકને 85 દિવસ સુધી બંધ રાખવાથી મ્યુનિ. તિજોરીને આવકમાં રૂ. એક કરોડથી વધુનો ફટકો પડ્યો છે. જોકે કાંકરિયા લેકના તોતિંગ ગેટને ખુલ્લા મૂકવાથી મોર્નિંગ વોકર્સમાં આનંદ છવાશે.

સાત વાગ્યાના સમયગાળામાં મોર્નિંગ વોકર્સને છૂટ અપાઈ
સવારના ચાર વાગ્યાથી સાત વાગ્યાના સમયગાળામાં મોર્નિંગ વોકર્સને છૂટ અપાઈ છે.દરમિયાન, મ્યુનિ.ના 283 બાગ-બગીચા પૈકી 230અમૂલ હસ્તક છે, પરંતુ અમૂલ હસ્તકના બાગ-બગીચામાં જાળવણીના મામલે ભારે ધાંધિયાં જોવા મળે છે. તંત્ર નિયમાનુસાર અમૂલને પેનલ્ટી ફટકારે છે, પરંતુ શહેરના બાગ-બગીચાઓની જોઈએ તેવી સારસંભાળ લેવાતી ન હોઈ બાગ-બગીચા ફરીથી ખૂલવા જઈ રહ્યા છે ત્યારે અમૂલ હસ્તકના બગીચાની સફાઈના પ્રશ્ન ઊઠશે.

શહેરના ૨૮૩ બાગ- બગીચા લગભગ ૮૪ દિવસ બંધ રહ્યા પછી આજથી શહેરીજનો માટે ખુલ્લા મૂકાશે. AMC હસ્તકના ૨૮૩ બગીચા, આજથી સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લા રાખવાનું નક્કી કરાયું છે. રિવર ફ્રન્ટ પરના બગીચા પણ ખુલ્લા રહેશે, પરંતુ સાબરમતી રિવર ફ્રન્ટના લોઅર પ્રોમીડ એરિયા ખોલવા માટે બે- ચાર દિવસ પછી નિર્ણય લેવાશે. કાંકરિયા લેક ફ્રન્ટ આવતીકાલથી સવારે ૬થી ૮ વાગ્યા સુધી એમ ફક્ત બે કલાક મોર્નિંગ વોકર્સ માટે જ ખુલ્લું રખાશે. સોશયિલ ડિસ્ટન્સીંગ સહિતની ગાઈડલાઈનનું પાલન કરવા સાથે શહેરના બગીચા ખુલ્લા રહેશે.

કોરોનાનું સંક્રમણ વધવાને પગલે તા. ૧૮ માર્ચથી શહેરના ૨૮૩ બાગ-બગીચા બંધ કરી દેવાયા હતા અને કોરોનાનું સંક્રમણ ઘટવાને પગલે રાજ્ય સરકારની ગાઈડલાઈનને અનુસરીને આજથી તા. ૧૧ જૂનથી તમામ બાગ- બગીચા ખોલવાનો નિર્ણય લેવાયો છે. આમ, લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, વસ્ત્રાપુર તળાવ અને ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન, સહિત તમામ બગીચા શુક્રવારથી ખોલવાનું નક્કી કરાયું છે.

મ્યુનિ.ગાર્ડન સુપ્રીન્ટેન્ડેન્ટ જિગ્નેશ પટેલે કહ્યું કે, કોરોના વધતા ૧૮ માર્ચથી મ્યુનિ. સંચાલિત તમામ બાગ-બગીચા, કાંકરિયા લેક ફ્રન્ટ, ઝૂ, વગેરેને અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. બગીચા સવારે ૬-૩૦ વાગ્યાથી સવારે ૯ વાગ્યા સુધી અને સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૯-૩૦ વાગ્યા સુધી ખુલ્લા રખાતા હતા.

રાજ્ય, કેન્દ્ર સરકારની મંજૂરી પછી કાંકરિયા લેક ફ્રન્ટ, ઝૂ, ખોલાશે
આજથી કાંકરિયા લેક ફ્રન્ટ ફક્ત સવારે ૬થી ૮ વાગ્યા સુધી મોર્નિંગ વોકર્સ માટે ખુલ્લો મૂકાશે. કાંકરિયા લેક ફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, નગીનાવાડી, કિડ્ઝ સિટી, મિની ટ્રેન, વગેરે માટે રાજ્યના વન વિભાગ અને કેન્દ્ર સરકારની મંજૂરી મેળવાયા પછી ખોલવામાં આવશે.

અમૂલ હસ્તકના બગીચાની સફાઈના પ્રશ્ન ઊઠશે
અત્રે ઉલ્લેખનીય છે કે અમૂલને માત્ર ને માત્ર પાર્લર ચલાવવામાં રસ હોવાનું અનેક વાર જાહેરમાં તો આવ્યું છે, પરંતુ પાર્લરના પેટાના પેટા કોન્ટ્રાક્ટરનો વિવાદ પણ વારંવાર ગાજી ચૂક્યો છે. ભાજપના પૂર્વ શાસકોએ પણ અમૂલની ગોલમાલને સ્વીકારી હોઈ શું નવા શાસકો શહેરીજનોને સ્વચ્છ, સુંદર અને સુઘડ બગીચાઓની ભેટ આપશે?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આજથી 36 શહેરોમાં હળવા થયા નિયમો: 84 દિવસ બંધ રહેલા બગીચાઓ આજથી ખુલી ગયા, કાંકરિયા લેકફ્રન્ટ અને ઝૂ પણ તૈયારીમાં!"
ટિપ્પણી પોસ્ટ કરો