વજન ઘટાડવાની સાથે શરીરને અઢળક ફાયદા આપે છે આ 1 ડ્રિંક, જાણો બનાવવાની રીત પણ
આજકાલની બેઠાળુ અને ફાસ્ટ જીવનશૈલીના કારણે અનેક લોકો સ્થૂળતાનો ભોગ બની રહ્યા છે. આ સમયે તેમને અનેક બીમારીઓનો શિકાર બનવાનો પણ ડર રહે છે. તો આજે અમે આપને માટે એક ખાસ ડ્રિંક લાવ્યા છીએ. આ ડ્રિંકનો એક ગ્લાસ રોજ પીવામાં આવે છે તો શરીરને અનેક મોટા ફાયદા મળે છે અને સાથે વજન પણ ફટાફટ ઉતરવા લાગે છે.
હા, અમે વાત કરી રહ્યા છીએ તુલસી અને અજમાના ડ્રિંકની. તેનાથી તમારું વજન જલ્દી જ ઉતરે છે. તુલસી અને અજમાનું પાણી સિંપલ ડિટોક્સ વોટરની જેમ કામ કરે છે. તેમાં અનેક પોષક તત્વો હાજર રહેતા હોય છે. જે શરીરને અનેક મોટા ફાયદા આપે છે.

અનેક વાર વધારે ખાઈ લેવાથી અને દિવસભર બેઠા રહેવાથી પણ તમારું વજન વધી જાય છે. એવામાં જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો તમે શરીરને ડિટોક્સ કરો તે ખાસ જરૂરી છે. જો તમારું વજન અનહેલ્ધી અને તળેલી ચીજો ખાવાના કારણે વધી રહ્યું છે તો તેને ઘટાડવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયો કરી શકાય છે. બોડીને ડિટોક્સ કરવા માટે વેટ લોસ કરવા માટે કેટલાક ડ્રિંક્સ લેવા ડરૂરી છે. જો તમે સરળતાથી વજન ઘટાડવા ઈચ્છો છો તો આ ખાસ ડ્રિંક તમારી મદદ કરી શકે છે. શરીરને ડિટોક્સીફાઈ થવામાં થોડો સમય લાગે છે. એવું એટલા માટે કે ફેટયુક્ત દરેક ખાદ્ય પદાર્થ અને વિષાક્ત પદાર્થો સીધા શરીરની મેટાબોલિક રેટને પ્રભાવિત કરે છે જે આગળ જઈને તમારું વજન ઓછું કરવાનું મુશ્કેલ બનાવે છે. આ રીતે એકસ્ટ્રા વજનને ઘટાડવાનો એક સરળ પ્લાન અમે તમને આપી રહ્યા છીએ. તેને તમે ડાયટમાં સામેલ કરશો તો તમને ફાયદો થશે.
ડાયટમાં જોડી લો ડિટોક્સ ડ્રિંક

તુલસી અને અજમો આ બંનેની મદદથી બનાવેલું ડ્રિંક તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તુલસી અને અજમાનું પાણી સિંપલ ડિટોક્સ વોટરની જેમ કામ કરે છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તે વજન ઘટાડવામાં પણ ફાયદારૂપ સાબિત થાય છે. ડિટોક્સ કરવા માટે તુલસી મેટાબોલિઝમ અને વેટ લોસને વધારો આપે છે. તો અજમો પેટમાં ગેસ્ટ્રિક જ્યૂસને રિલિઝ કરવામાં મદદ કરે છે. તુલસી અને અજમો પેટમાં ગેસ્ટ્રિક જ્યૂસને રીલિઝ કરવામાં મદદ કરે છે. તુલસી અને અજમાનું ડિટોક્સ પાણી જેમાં ડાઈજેશન, મેટાબોલિઝમ અને ડિટોક્સિફિકેશનને વધારો આપવા માટે જરૂરી પોષક તત્વો સામેલ છે. તે તમારું વજન ઘટાડી શકે છે. તેને માટે તમે તુલસી અને અજમાનું એકસાથે મિક્સ કરીને ડ્રિંક બનાવી શકો છો.
આ રીતે બનાવો તુલસી અને અજમાનું ડ્રિંક

રાતભર એક સમચી સૂકો અજમો એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખો.
સવારે તેમાં 4-5 તુલસીના પાન મિક્સ કરો અને તે પાણીને ઉકાળો.
પાણીને ગ્લાસમાં ગાળી લો અને તેને ગરમ કે ઠંડુ પણ પી શકો છો.
સારું રીઝલ્ટ જોઈએ તો તેને રોજ સવારે પીવું ફાયદાકારક છે. પરંતુ તેનું વધારે સેવન પણ નુકસાન કરી શકે છે.
જાણો અજમાના ફાયદા
અજમો મેટાબોલિઝમને માટે ફાયદારૂપ માનવામાં આવે છે.
અજમો ગેસ્ટ્રિક રસને સ્ત્રાવિત કરે છે અને ડાઈજેશનને વધારે છે.
અજમામાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે વિષાક્ત પદાર્થોને શરીરથી બહાર કાઢે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
અજમામાં થાઈમોલ હોય છે જે કેલ્શિયમને તમારા દિલની બ્લડ વેસલ્સમાં પ્રવેશ કરતા અટકાવે છે. આ સિવાય બ્લડ પ્રેશરને મેનેજ કરે છે.
અજમો આર્થરાઈટિસની સારવારમાં ફાયદો કરે છે. તે દર્દ અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે.
ખાંસી અને શરદી જેવી સમસ્યામાં રાહત મેળવવામાં પણ અજમો ફાયદો કરે છે.
જાણો તુલસીના ફાયદા
તુલસી શરીર માટે પ્રાકૃતિક ડિટોક્સનું કામ કરે છે.
આ તમામ હાનિકારક વિષાક્ત પદાર્થોથી શરીરને સાફ કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ ડાઈજેસ્ટિવ સિસ્ટમને માટે ફાયદો કરનારું રહે છે.
તુલસીના પાનને શરીરની મેટાબોલિક રેટને વધારવા માટે યૂઝ કરાય છે. જે વધારે કેલેરી બર્ન કરવામાં પણ મદદ કરે છે.
તુલસીથી શ્વસન સંબંધી સમસ્યાઓની સારવાર કરી શકાય છે.
તુલસી કોલેસ્ટ્રોલના લેવલને બનાવી રાખવામાં મદદ કરે છે.
આ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં પણ મોટી મદદ કરે છે.
તુલસીનો ઉપયોગ તમારા સ્ટ્રેસ લેવલને પણ ઘટાડે છે.
આર્થરાઈટિસના દર્દમાં તુલસી રાહત આપનારી માનવામાં આવે છે.
0 Response to "વજન ઘટાડવાની સાથે શરીરને અઢળક ફાયદા આપે છે આ 1 ડ્રિંક, જાણો બનાવવાની રીત પણ"
ટિપ્પણી પોસ્ટ કરો