મ્યુકોરમાયકોસીસની સારવાર માટે ગૂગળ અને સાથે આ વસ્તુ બનશે રામબાણ ઈલાજ, એક વાર કરો ટ્રાય અને નજરે જુઓ અસરકારક પરિણામ…
હાલમા કોરોના વાયરસ બાદ હવે બીજો કોઈ રોગ ચિંતાનુ કારણ હોય તો એ છે મ્યુકોરમાયકોસીસ એટલે કે બ્લેક ફંગસ. આ રોગના દર્દીઓ ભાવનગરમા પણ જોવા મળ્યા છે. અહી ૧૪૭ જેટલા કેસ જોવા મળ્યા છે ત્યારે એલોપથી સિવાય કેટલાક આયુર્વેદિક ઉપચારો પણ દર્દીઓને બ્લેક ફંગસ થી દુર રાખી શકે છે.

કોરોના બાદ ઘણા દર્દીઓ આયુર્વેદિક ડોકટરો પાસે પણ પહોંચી રહ્યા છે. જોકે અહીં એક વાત સ્પષ્ટ છે કે ખૂબ પ્રાથમિક તબક્કે જ આયુર્વેદિક સારવાર કારગત છે. ગંભીર દર્દીઓ ને એલોપેથી ની સારવાર જ લેવી પડે છે. આયુર્વેદ માં જો દર્દીઓ ને શરદી, ઉધરસ, ગળાનો દુખાવો, આંખ, કાન, નાક માં તકલીફ થાય તેવા લક્ષણો જોવા મળે તો તેને રક્ત અને પિત્ત જન્ય વ્યાધિ કહેવામાં આવે છે.

આ વ્યાધિ નાં લીધે દર્દીઓમાં કફ નું પ્રમાણ વધે છે. કેટલીક આયુર્વેદિક ઔષધિઓ બ્લેક ફંગસ નાં જન્મવા અને વધવા માટેનાં વાતાવરણ ને શરીર માંથી નષ્ટ કરે છે. કોરોના થયા બાદ દર્દીઓ ને મીઠા વાળા પાણી થી જલ નેતિ કરવાનું કહેવામાં આવે છે. એ ઉપરાંત કડવા લીમડાના પાન કે ગૂગળ નો ધુમાડો પણ ઘર ને શુદ્ધ કરે છે. આયુર્વેદિક ક્ષાર તેલ નો પણ ટીપા ની જેમ નાકમાં પ્રયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

આયુર્વેદમાં કહેલ ગુડુચી, આમળા જેવા રોગપ્રતિકારક શક્તિ વધારનાર દ્રવ્યો નો ઉપયોગ કરવો. કેટલાક કૃમિઘ્ન કટુ, તિકત ઔષધો જેવા કે લીમડો, તુલસી, વાવડિંગ, નો ઉપયોગ ખાવામાં, ન્હાવામાં કે , નાસ કે ધુપન લેવામાં નિયમિત કરો. ખદીર અને અસન ની છાલનો ઉકાળો બનાવી તેમાં ભાત ને ચડવા દેવા અને તે ભાત રોજ જમવામાં ઉપયોગમાં લેવા જોઈએ. ચિકિત્સા માં આયુર્વેદમાં કહેલ પ્રમેહ ચિકિત્સા, કુષ્ઠ ચિકિત્સા અને વિષ ચિકિત્સના ઔષધો પ્રયોજી શકાય. ડૉ.કાશ્મીરા કોઠારી , આયુર્વેદિક કન્સલ્ટન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.

આયુર્વેદમાં ગંધક રસાયણ, ગળા નો ચૂર્ણ , નીમ ચૂર્ણ, પાંચનાર ગૂગળ, કૌસર ગૂગળ, સમસમ ની વટી, અરડૂસી ની ગોળી વગેરે લેવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત કાન ની તકલીફ માટે બિલવાદિ તેલ, આંખ ની તકલીફ માટે જીવંતી ઘનવટી, ત્રિફળા ચૂર્ણ, દાંત ની તકલીફ માટે કર્પુરિંગુવટી અને ગળા ની તકલીફ માટે યષ્ટી મધુધન વટી ચૂસી શકાય છે. આ તમામ દવાઓ સાથે સાથે હળદર વાળું પાણી નિયમિત પીવું જોઈએ. એલોપથી સારવાર ની સાથે સાથે પણ આયુર્વેદિક સારવાર લઈ શકાય છે. ડૉ. ભાસ્કર દવે , આયુર્વેદિક ફિઝીશિયન દ્વારા આ ઉપાયો જણાવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "મ્યુકોરમાયકોસીસની સારવાર માટે ગૂગળ અને સાથે આ વસ્તુ બનશે રામબાણ ઈલાજ, એક વાર કરો ટ્રાય અને નજરે જુઓ અસરકારક પરિણામ…"
ટિપ્પણી પોસ્ટ કરો