રસોડાની આ એક વસ્તુ છે કમાલની, જે માખણની જેમ ઓગાળી દે છે પેટની ચરબી, જાણો અને આ રીતે કરો ઉપયોગ
મિત્રો, સિંધવ મીઠું એક પથ્થર સ્વરૂપે મળી આવતું ખનીજ છે. જેને અંગ્રેજી ભાષામાં રોક સોલ્ટ કહે છે. તે સેંધા નમક, લાહોરી નમક તરીકે પણ ઓળખાય છે. રસાયણ શાસ્ત્રમાં તેને સોડિયમ ક્લોરાઈડ કહે છે. તેનો રંગ મોટે ભાગે સફેદ કે પીળાશ પડતો હોય છે.

તેમાં મુખ્યત્વે કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ સાદા મીઠા કરતાં વધારે પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત લોહ, ઝિંક, સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ, આયરન સલ્ફાઈટ, હાઈડ્રોજન સલ્ફાઈટ જેવાં પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે આરોગ્ય માટે લાભદાયી છે.
જો તમે પણ તમારું વજન ઓછુ કરવા માંગતા હોય તો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ રહેશે. આજે અમે તમને આ લેખમાં સિંધવ મીઠાથી થતા ફાયદા વિષે જ્નાવશું. તેને આર્યુવેદમાં પણ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવાથી લઈને શરીર ને સ્વસ્થ રાખવા માટે થાય છે.

તેનો ઉપયોગ કરવાથી શરીરમાં વધતો વજન અને ચરબી ને પણ તે દુર કરે છે. સિંધવ મીઠા માં રહેલા ખનીજ એન્ટી બેક્ટેરિયલ નું કામ કરે છે. તેનાથી આપણા શરીરમાં રહેલા ઝેરી બેક્ટેરિયા દુર થાય છે, અને તે ઉપરાંત તે પાચનને દુર કરીને શરીર ની કોશિકાઓને પોષણ આપે છે. તેના થી વજન ને કન્ટ્રોલ રાખવામાં પણ મદદ મળે છે.

એક્સપર્ટનું કહેવું છે કે ભોજનમાં સોડિયમનું વધારે હોવું એ શરીરમાં બિનજરૂરી પાણી ના પ્રમાણને વધારે છે. કાળા મીઠામાં એટલે કે સિંધવ મીઠામાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. તેના સિવાય તે અનેક ગુણો થી ભરપૂર હોવાથી બિન જરૂરી પાણીને ઘટાડે છે. જમ્યા બાદ પેટ ભારે લાગે તો ગરમ પાણીમાં સિંધવ મીઠું નાંખીને ચાની જેમ પીવા થી ભોજન સરળતા થી પચે છે, અને બોડી ની એક્સ્ટ્રા ફેટ બર્ન કરવામાં મદદ મળે છે.

સિંધવ મીઠુ આયુર્વેદમાં કુલિંગ સોલ્ટ માનવામાં આવે છે. તેને પેટમાં થનારી મુશ્કેલીમાં તરત અસર કરનારી દવા માનવામાં આવે છે. આ કબજિયાત, પેટ ની ખરાબી, પેટ ફૂલવું, હિસ્ટીરિયા ની સાથે સાથે આંખ માટે ફાયદો કરે છે. સિંધવ મીઠું રોજ સવારે ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
જો તમે કફ ની સમસ્યાથી પરેશાન છો, તો સિંધવ મીઠાનો એક ટુકડો મોઢામાં રાખો અને તેનો રસ ગળામાં જવા દો. આવું કર્યા બાદ બે કલાક સુધી કંઈ ખાઓ નહીં અને પીઓ નહીં. તમને કફમાં ઘણો આરામ મળશે. તમને સાંધાનો દુઃખાવો રહે છે, તો તમે શક્ય તેટલું સિંધવ મીઠું ઉપયોગમાં લો. તેનાથી તમારા સાંધા ના દર્દમાં પણ તમને રાહત મળશે.

લીંબુ અને સિંધવ મીઠા નું શરબત પીવા થી પેટનાં જીવાણુઓ નાશ પામે છે. તે એસીડીટી અને ગેસને ઘટાડવામાં મદદ કરે છે. સિંધવ મીઠું નિયમિત ખોરાકમાં લેવો જોઇએ. પણ વધારે પડતો ઉપયોગ શરીર માટે હાનિકારક પણ છે. એટલે નિયમિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "રસોડાની આ એક વસ્તુ છે કમાલની, જે માખણની જેમ ઓગાળી દે છે પેટની ચરબી, જાણો અને આ રીતે કરો ઉપયોગ"
ટિપ્પણી પોસ્ટ કરો