બિલકુલ એમના પિતા જેવા જ લાગે છે આ કલાકારોના બાળકો, નાક નકશો છે એકદમ સેમ ટુ સેમ.

કહેવાય છે કે માતા પિતાનો સંબંધ ભગવાન કરત પણ ઉપર હોય છે. સુખ હોય કે દુઃખ, હંમેશા માતા પિતા સાથે ઉભા રહે છે. જો વાત કરીએ પિતાની તો એમની હાજરી આપણને એ અહેસાસ કરાવે છે જે આપણે સુરક્ષિત છે. જો કે ભાગદોડ ભરેલી આ જિંદગીમાં લોકો પોતાના ઘર પરિવાર, માતા પિતાથી દુર થઇ રહ્યા છે. ક્યારેક પિતા બીઝી હોય છે તો ક્યારેક બાળકો એમના કામમાં હોય છે. જેમ કે નોકરી કે અભ્યાસના કારણે એમને ઘણીવાર સાથે સમય પસાર કરવાનો મોકો જ નથી મળતો. એના કારણે થોડું અંતર આવી જાય છે. એવામાં એ જરૂરી છે કે આપણે આપણાંમાં કંઈક પરિવર્તન લાવીએ, કામ કે અભ્યાસમાંથી થોડો સમય કાઢો અને પિતા સાથે પસાર કરો જેનાથી સંબંધને વધુ મજબૂત બનાવી શકાય.।

image source

આજે અમે તમને એ સ્ટાર કિડ્સ વિશે જણાવીશું જે ફક્ત લુકસમાં જ નહીં પણ સ્ટાઈલની બાબતમાં પણ પોતાના સ્ટાર પેરેન્ટ્સને ટક્કર આપે છે. આ સ્ટાર કિડ્સ પોતાના સ્ટાર પેરેન્ટ્સ કરતા વધુ હેન્ડસમ છે અને બિલકુલ એમના જેવા જ લાગે છે.

જાવેદ અખ્તર અને ફરહાન અખ્તર.

image source

જ્યારે જાવેદ અખ્તર એમના દીકરા ફરહાનની ઉંમરના હતા તો બંને એકબીજાની કાર્બન કોપી લાગતા હતા. જાવેદ અખ્તરે જ્યાં લેખક અને ગીતકાર તરીકે નામ કમાયું તો એમના દીકરા ફરહાન અખ્તર નિર્દેશક અને એકટર હોવાની સાથે સાથે એક ગાયક પણ છે. ફરહાનની ગણતરી બોલિવુડના પ્રતિભાશાળી અભિનેતાઓમાં થાય છે.

જેકી શ્રોફ અને ટાઇગર શ્રોફ.

image source

ટાઇગર શ્રોફ અને એમના પિતા જેકી શ્રોફને જોઈને બંનેમાં ફરક કરવો મુશ્કેલ છે. બન્નેનો ચહેરો એકબીજા સાથે એટલો મળતો આવે છે. પિતાની જેમ ટાઇગર પણ અભિનય ક્ષેત્રમાં મોટું નામ થઈને આગળ આવ્યા છે.

રાકેશ રોશન અને ઋત્વિક રોશન

image source

રાકેશ રોશન અને ઋત્વિક રોશનની આ બાપ દીકરાની જોડીને હમશકલ કહીએ તો કઈ ખોટું નહિ હોય. રાકેશ રોશન આજે જ્યાં નિર્દેશન ક્ષેત્રમાં એક્ટિવ છે તો ઋત્વિક મોટા સુપરસ્ટારમાંથી એક છે.

શાહરુખ ખાન અને આર્યન ખાન

image source

આર્યન ખાન બિલકુલ એમના પિતા જેવા લાગે છે. ખાસ કરીને એમની જો લાઇન શાહરુખ જેવી જ છે. આર્યન હમણાં અભ્યાસ કરી રહ્યા છે. એમના કરિયર વિશે શાહરુખ ખાને જણાવ્યું હતું કે એમનો રસ નિર્દેશન ક્ષેત્રમાં છે.

સૈફ અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન.

image source

આ લિસ્ટમાં સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાનનું નામ પણ સામેલ છે. ઇબ્રાહિમ લુકમાં સૈફ અલી ખાનની કોપી લાગે છે. સૈફની દીકરી સારા અલી ખાન બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે. જો કે ઇબ્રાહિમ હજી ઇન્ડસ્ટ્રીથી દુર છે. ઇબ્રાહિમ ખૂબ જ હેન્ડસમ લાગે છે અને ચર્ચામાં પણ રહે છે.

અરબાઝ ખાન અને અરહાન ખાન.

image source

અરબાઝ ખાન અને મલાઈકા આરોરાએ ભલે પોતાના રસ્તા અલગ કરી લીધા હોય પણ એમના દિકરા અરહાને બન્નેને જોડી રાખ્યા છે અરહાન લુકમાં એમના પિતા પર ગયા છે. એ એમની માતા સાથે રહે છે. હાલ એ એક્ટિંગની દુનિયાથી દુર અભ્યાસ કરી રહ્યા છે.

0 Response to "બિલકુલ એમના પિતા જેવા જ લાગે છે આ કલાકારોના બાળકો, નાક નકશો છે એકદમ સેમ ટુ સેમ."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel