આઈપીએલમાં ચમકેલો આ ક્રિકેટર ડેટ પર લઈ જવા ઈચ્છે છે આ સુપરસ્ટારની દીકરીને
રાજસ્થાન રોયલ્સની તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કરનાર ચેતન સાકરિયા પહેલી મેચમાં જ લાઈમલાઈટમાં આવ્યો હતો. તેણે પંજાબ કિંગ્સ વિરુદ્ધ ડેબ્યૂ મેચમાં રમતા ત્રણ મહત્વના વિકેટ લીધી હતી. જેમાં કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ઝાય રિચર્ડસનની વિકેટનો સમાવેશ થાય છે. જો કે તેની ટીમ રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ હવે ફરીથી ચેતન ચર્ચામાં છે.

આમ તો બોલિવૂડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. ઘણા ક્રિકેટર્સે બોલિવૂડ એક્ટ્રેસને ડેટ કરી છે અને કેટલીક અભિનેત્રીઓએ તો ક્રિકેટર્સ સાથે લગ્ન પણ કર્યા છે. હવે જો આ યાદીમાં રાજસ્થાન રોયલ્સના યુવા ખેલાડી ચેતન સાકરિયાનું નામ જોડાઈ જાય તો નવાઈ નહીં હોય. કારણ કે તેના સપનામાં પણ બોલિવૂડની અભિનેત્રી છે.

ચેતન સાકરિયાએ ખુદ ખુલાસો કર્યો છે કે તે બોલિવૂડના દિગ્ગજ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેને ડેટ કરવા ઈચ્છે છે. રાજસ્થાન રોયલ્સે તેના ટ્વીટર હેંડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં બોલર આકાશ સિંહ અને ચેતન સાકરિયા મસ્તી ભર્યા અંદાજમાં એકબીજાનું ઈન્ટરવ્યૂ કરતા જોવા મળે છે. આ ઈન્ટરવ્યૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ વીડિયોમાં વાતો વાતોમાં ચેતન સાકરિયા કહે છે કે તેના મનમાં કોણ વસે છે. આકાશએ સાકરિયાને પુછ્યું કે તે કઈ બોલિવૂડ અભિનેત્રીને ડેટ પર લઈ જવા ઈચ્છે છે. ત્યારે ચેતન થોડો શરમાય જાય છે અને કહે છે કે અનન્યા પાંડેને ડેટ પર લઈ જવા ઈચ્છે છે. અનન્યા વિશે તે કહે છે કે તે સુંદર છે અને તેની સાથે તે બીચ પર કોફી પીતા પીતા સાંજ પસાર કરવા ઈચ્છે છે.

જણાવી દઈએ કે ચેતન સાકરિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે ચાર ઓવરમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આઈપીએલના ઓકશનમાં રાજસ્થાન રોયલ્સે ચેતનને 1 કરોડ અને 20 લાખમાં ખરીદ્યો હતો. સાકરિયા ગત આઈપીએલની સીઝનમાં રોયલ ચેલેજર્સ બેંગલુરુ સાથે નેટ બોલર તરીકે સંકળાયેલો હતો.

ડાબા હાથથી ફાસ્ટ બોલિંગ કરતો સાકરિયા સૌરાષ્ટ્રનો વતની છે. સાકરિયાના પરિવારની આર્થિક સ્થિતિ નબળી રહી છે તે આવી આર્થિક સ્થિતિમાંથી આગળ આવી ક્રિકેટની દુનિયામાં ચમક્યો છે. સાકરિયાએ 15 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 41 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ચેતને 17 ટી20 મેચ પણ રમી છે જેમાં તેણે 13 વિકેટ ઝડપી છે. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે મેચના પરિણામને હાર તરીકે જોતો નથી. તે ભુલને સુધારી પ્રદર્શન સુધારી આગળ વધે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આઈપીએલમાં ચમકેલો આ ક્રિકેટર ડેટ પર લઈ જવા ઈચ્છે છે આ સુપરસ્ટારની દીકરીને"
ટિપ્પણી પોસ્ટ કરો