યે રિશ્તા ક્યાં કહેલાતા હે ફેમ એકટર કરણ મેહરા અરેસ્ટ, પત્ની નિશા રાવલે નોંધાવી ફરિયાદ.
પોપ્યુલર ટીવી એકટર કરણ મહેરા પર વાઈફ નિશા રાવલ દ્વારા મારપીટનો આરોપ લગાવ્યા બાદ મુંબઈ પોલીસે એમને મંગળવારે અરેસ્ટ કરી લીધા હતા. જો કે થોડાક જ કલાકમાં એમને જામીન મળી ગયા. જામીન પર બહાર આવ્યા પછી કરણ મહેરાએ હવે વાઈફ નિશા રાવલ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં કરણ મહેરાએ જણાવ્યું કે એમના અને વાઈફ નિશા રાવલ વચ્ચે લાંબા સમયથી કઈ સારું નહોતું ચાલી રહ્યું. બંને બધું જ સારું કરવાની કોશિશ કરી રહ્યા હતા અને એમ પણ વિચારી રહ્યા હતા કે શું એમને અલગ થઈ જવું જોઈએ.’ યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા નૈતિકનો રોલ કરનાર કરણ મહેરાએ આગળ જણાવ્યું કે નિશા રાવલના ભાઈ રોહિત શેઠિયાએ પણ એમની વચ્ચેના મતભેદ સોલ્વ કરવાની કોશિશ કરી. કરને આરોપ લગાવ્યો કે પછી નિશા અને એમના ભાઈ રોહિતે એમની પાસે એલીમની માટે ઊંચી રકમ માંગી. કરણ મહેરાએ એ પણ જણાવ્યું કે ગઈ કાલે રાત્રે નિશાના ભાઈ એમને મળવા ઘરે પણ આવ્યા હતા અને કાયદાકીય રસ્તો અપનાવવાની સલાહ આપી હતી.’

કરણ મહેરાએ કહ્યું કે પછી જ્યારે એ માતા સાથે વાત કરવા માટે રૂમમાં ગયા અને ફોન પર હતા ત્યારે નિશા ત્યાં આવી અને એમને ગાળો બોલવાની શરૂ કરી દીધી. નિશાએ ન ફક્ત કરણ પણ એમના પેરેન્ટ્સ અને ભાઈને પણ ગાળો આપી. કરણે કહ્યું કે નિશાએ ફક્ત ગાળો જ નથી બોલી પણ મારા મોઢા પર થુક્યું પણ. જ્યારે મેં નિશાને બહાર જવાનું કહ્યું તો એમને મને ધમકી આપી અને કહ્યું કે હવે જો હું શું કરું છું. ત્યારે નિશાએ જાતે જ પોતાનું માથું દીવાલમાં મારવાનું શરૂ કરી દીધું. અને બધાને કહ્યું કે આવું મેં કર્યું છે

તમને જણાવી દઈએ કે નિશા રાવલ અને કરણ મેહરાના લગ્નજીવનમાં ઘણા સમયથી તકલીફો ચાલી રહી હતી. કપલ સાથે જોડાયેલા એક સોર્સે જણાવ્યું હતું કે કરણ અને નિશાના લગ્નને લગભગ એક દશક થવાનું છે પણ છેલ્લા કેટલાક મહિનાઓથી બન્ને વચ્ચે કઈ સારું નહોતું ચાલી રહ્યું.બન્ને મતભેદોને સોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા છે અને આશા છે કે જલ્દી જ બન્ને વચ્ચે બધું સારું થઈ જશે. જયરેઆ વિશે નિશા રાવલને પૂછવામાં આવ્યું તો એમને આ ખબરને જૂઠી ઠરાવી દીધી હતી.

પણ વાત કંઈક બીજી જ છે.સોમવારે રાત્રે નિશા રાવલે કરણ મેહરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે નિશા રાવલે કરણ વિરુદ્ધ સોમવારે 31 મેના રોજ રાત્રે ગોરેગાંવ વિસ્તારમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.નિશા રાવલે કરણ મેહરા પર મારપીટનો આરોપ લગાવ્યો છે. એ પછી કરણને તરત જ અરેસ્ટ કરી લેવામાં આવ્યા. જો કે થોડાક જ કલાકોમાં કરણને જામીન મળી ગયા.

તમને જણાવી દઈએ કે કરણ મેહરા અને નિશા રાવલની મુલાકાત વર્ષ 2008માં ફિલ્મ હસતે હસતેના સેટ પર થઈ હતી. એ ફિલ્મમાં કરણ મેહરા સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરી રહ્યા હતા. એકટર હોવાની સાથે સાથે કરણ મેહરા ફેશન ગ્રેજ્યુએટ પણ છે. નિશાને જોતા જ કરણ મેહરને એમની સાથે પ્રેમ થઈ ગયો થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી બન્નેએ વર્ષ 2012માં લગ્ન કરી લીધા હતા. નિશા અને કરણનો એક દીકરો પણ છે જેનું નામ કવીશ છે.
0 Response to "યે રિશ્તા ક્યાં કહેલાતા હે ફેમ એકટર કરણ મેહરા અરેસ્ટ, પત્ની નિશા રાવલે નોંધાવી ફરિયાદ."
ટિપ્પણી પોસ્ટ કરો