ફેશન આઈકોન કહેવાતી આ હસીનાઓ જ્યારે એમના કપડાને લઈને થઈ ટ્રોલ, જોઇ લો તસવીરોમાં તમે પણ
બોલીવુડની હસીનાઓ એક્ટિંગ સિવાય પોતાના ઉમદા ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. પણ ક્યારેક ક્યારેક એક્ટ્રેસ અમુક એવા ડ્રેસ કેરી કરી લે છે કે એમના ફેન્સ પણ હેરાન રહી જાય છે. ઘણીવાર પોતાના અજીબોગરીબ ફેશન સેન્સના કારણે અભિનેત્રીઓને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. ક્યારેક કોઈ ઇવેન્ટમાં એક્ટ્રેસ અજીબ ડ્રેસ પહેરે છે તો ક્યારેક કોઈ પાર્ટીમાં.ઘણીવાર બૉલીવુડ સેલેબ્સ લોકોને ફેશન અને સ્ટાઇલ સેન્સના નવા નવા આઈડિયા આપતા રહે છે.
પણ ક્યારેક ક્યારેક આ સ્ટાર્સ એમના સ્ટાઇલ અને લુકસની સાથે એવા એક્સપરિમેન્ટ કરે છે અને ટ્રોલનો શિકાર થઈ જાય છે. આજે અમે બોલિવુડની ઉમદા અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જે પોતાના ડ્રેસના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ લિસ્ટમાં ઘણી મોટી અભિનેત્રીઓના નામ સામેલ છે તો ચાલો જાણી લઈએ એ અભિનેત્રીઓ વિશે જે પોતાના આઉટફિટને લઈને ટ્રોલ થઈ છે.
પ્રિયંકા ચોપરા
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાનું આવે છે. પ્રિયંકા પોતાના લુકસ અને સ્ટાઇલ માટે જાણીતી છે. પણ ઘણીવાર એ અલગ દેખાવાના ચક્કરમાં ટ્રોલર્સના નિશાને આવી જાય છે. પ્રિયંકા ચોપરા ગ્રેમી એવોર્ડ્સ વાળા ગાઉનને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. 26 જાન્યુઆરી 2020ના રોજ થયેલા ગ્રેમી એવોર્ડ્સ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા નિક જોનસ સાથે પહોંચી હતી અને એ પછી તો જાણે સોશિયલ મીડિયા બબાલ મચી ગઇ હતી. પ્રિયંકાનો આ ડ્રેસ આગળથી ખુલ્લો હતો જેને જોઈને લોકોએ એમની આ અજીબ ફેશનને નાપસંદ કરી હતી.
કંગના રનૌત
બોલીવુડમાં કવિનના નામે જાણીતી અભિનેત્રી કંગના રનૌત આમ તો સાડીમાં જ દેખાય છે. પણ ઘણી જગ્યાએ એમને વેસ્ટર્ન આઉટફિટ કેરી કરતા જોવામાં આવી છે. કંગના પણ પોતાની સ્ટાઈલને લઈને ટ્રોલર્સના હાથે ચડી ચુકી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં કંગના રનૌત પહોંચી હતી. આ ફેસ્ટિવલમાં અભિનેત્રી પોતાના ડ્રેસને લઈને ટ્રોલ થઈ હતી.
દિશા પટની.
એક્ટ્રેસ દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે. દિશા પટનીની ફેશન સેન્સ પણ એમના ફેન્સને ખૂબ જ ગમે છે. પણ એક બે વાર એમને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. દિશા પટની પોતાના એક ટોપને લઈને ચર્ચામાં છવાઈ ગઈ હતી. દિશા પટનીનું ટોપ કમ સ્વેટર સ્ટાઇલમાં હતું. જે આગળથી ટોપ અને ઉપરથી હાઈ નેક સ્વેટર હતું. એને જોઈને યુઝર્સે દિશાને ખૂબ જ ટ્રોલ કરી હતી. લોકોએ એમને કન્ફ્યુઝડ ડોટ કોમ પણ કહી દીધી હતું.
મલાઈકા અરોરા.
એક્ટ્રેસ મલાઈકા અરોરા એમની ફિટનેસને લઈને ઘણીવાર ચર્ચામ રહે છે. પણ ઘણીવાર એમને લોકો એમના પહેરવેશના કારણે ટ્રોલ પણ કરે છે. થોડા દિવસ પહેલા મલાઈકાએ એમના ગોવા વેકેશનના અમુક ફોટા શેર કર્યા હતા. જેને જોયા પછી યુઝર્સે એમને ઘણી ખરી ખોટી સંભળાવી હતી. એટલું જ નહીં એમને ઉંમરનો લિહાજ કરવાની સલાહ પણ આપી દીધી હતી.
સારા અલી ખાન
ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવનારી એક્ટ્રેસ સારા અલી ખાન પણ પોતાના ડ્રેસને લઈને ટ્રોલ થઈ ચૂકી છે. સારાએ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો ડિઝાઇન કરેલો એક ચણિયા ચોલી પહેરી હતી જેમાં બેકલેસ બ્લાઉઝ હતો. જેને જોઈને યુઝર્સે એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે લોકોએ સારા અલી ખાનને સવાલ પણ પૂછી લીધો કે આને પહેરાય કઈ રીતે.
0 Response to "ફેશન આઈકોન કહેવાતી આ હસીનાઓ જ્યારે એમના કપડાને લઈને થઈ ટ્રોલ, જોઇ લો તસવીરોમાં તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો