શાહરુખ સાથે લગ્ન કરવાની વાતને લઇને કાજોલે આ વાતનો કર્યો જોરદાર ખુલાસો, અને કહ્યું કે…જો અજય દેવગન…
ફિલ્મી પડદા પર ઘણીવાર રવિ જોડીઓ બની છે જેને જોઈને દર્શકોને એવું લાગે કે અસલ જિંદગીમાં પણ એમને એકબીજાના થઈ જવું જોઈએ. એમાં દિલીપ કુમાર- મધુબાલા, અનિલ કપૂર – માધુરી દીક્ષિત, અમિતાભ- રેખાનું નામ સામેલ છે. આ સ્ટાર્સની જોડી પડદા પર કંઈક એવી ચમકી હતી કે એમની ફિલ્મો જબરદસ્ત હિટ થતી હતી.એટલે સુધી કે અસલ જિંદગીમાં પણ ફેન્સ એમને એક થતા જોવા માંગતા હતા. એમાંથી એક જોડી એવી પણ છે જેને વરસોના વરસ દર્શકોના દિલ પર રાજ કર્યું અને આજે પણ જ્યારે બન્ને પડદા પર સાથે દેખાય છે તો દર્શકોના દિલમાં કંઈક કંઈક થવા લાગે છે. આ જોડી છે શાહરુખ ખાન અને કાજોલની જે દર્શકોની હંમેશાથી મનગમતી જોડી રહી છે.

શાહરુખ ખાન અને કાજોલે કરણ અર્જુન, બાજીગર, દિલવાલે દુલહનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હે, કભી ખુશી કભી ગમ અને દિલવાલે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને એટલી ગમે છે કે ફેન્સ એમને અસલ જિંદગીમાં પણ સાથે જોવા માંગતા હતા. જો કે શાહરૂખે લગ્ન કર્યા છે ગૌરી ખાન સાથે અને કાજોલે અજય દેવગનને પોતાના પતિ તરીકે પસંદ કર્યા એક ફેને કાજોલને એકવાર સવાલ કર્યો હતો કે જો અજય એમના પતિ ન હોત તો શું એ શાહરુખ સાથે લગ્ન કરી લેતી?

વાત જાણે એમ હતી કે કાજોલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી જેમાં એક ફેને એમને પૂછ્યું હતું કે શું એ શાહરુખ ખાન સાથે લગ્ન કરી લેતી? એના જવાબમાં કાજોલે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. કાજોલે કહ્યું કે શું એ માણસે પ્રપોઝ ન કરવું જોઈએ? હવે કાજોલના આ જવાબમાં ફેન્સે ઘણી કમેન્ટ્સ કરી હતી. તમને જણાવી દઈએ કે કાજોલ ખૂબ જ મજાકિયા સ્વભાવની છે અને ઘણીવાર એ આવા સવાલોના ખૂબ જ મજેદાર જવાબ આપે છે. ઘણીવાર એમને શાહરૂખને લઈને આ જ પ્રકારના સવાલ કરવામાં આવ્યા જેના જવાબમાં એમને હંમેશા કહ્યું કે શાહરુખ એમના ખૂબ જ સારા મિત્ર છે અને એ જ છે જે એમના ગાલ ખેંચી શકે છે.

શાહરુખ ખાન અને કાજોલની જોડી દરેક ફિલ્મમાં પસંદ કરવામાં આવી. એ ક્યારેક રાહુલ અને અંજલી બનીને લોકોના દિલમાં વસી ગયા તો ક્યારેક રાજ અને સીમરનના રોલમાં એમને લોકોને પ્રેમનો અર્થ શીખવી દીધો. શાહરૂખે આમ તો ઘણી હિરોઇન સાથે જબરદસ્ત રોમાન્સ કર્યો છે પણ કાજોલ સાથે એમની જોડી સૌથી વધુ હિટ રહી.

તમને જણાવી દઈએ કે કાજોલે અજય દેવગન સાથે ફેબ્રુઆરી 1999માં લગ્ન કર્યા હતા. એમના બે બાળકો છે ન્યાસા અને યુગ. જ્યાં એક બાજુ શાહરુખ અને કાજોલની જોડી પડદા પર પસંદ કરવામાં આવે છે તો અજય અને કાજોલે પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. કાજોલ અને અજય ફિલ્મ યુ મી ઓર હમ, રાજુ ચાચા, તાનાજી જેવી ફિલ્મોમાં સાથે દેખાઈ ચુક્યા છે.

તો શાહરુખ અનવ ગૌરીએ પણ લવ મેરેજ કર્યા છે. શાહરુખ મુસ્લિમ છે અને ગૌરી હિન્દૂ એવામાં બંને માટે લગ્ન કરવા સરળ નહોતા પણ શાહરૂખે હાર ન માની અને ગૌરીના પરિવારને મનાવ્યો. આજે શાહરુખ અને ગૌરી ત્રણ બાળકોના માતાપિતા બની ચુક્યા છે. શાહરુખની લાડલી સુહાના પણ બહુ જલ્દી ફિલ્મોમાં આવવાની છે તો કાજોલની દીકરી ન્યાસા ક્યાં ક્ષેત્રમાં નામ કમાવા માગે છે એ હજી સુધી સ્પષ્ટ નથી.
0 Response to "શાહરુખ સાથે લગ્ન કરવાની વાતને લઇને કાજોલે આ વાતનો કર્યો જોરદાર ખુલાસો, અને કહ્યું કે…જો અજય દેવગન…"
ટિપ્પણી પોસ્ટ કરો