લુક અને સ્ટાઇલમાં સારા સારા બોલીવુડ એક્ટરોને પણ ટક્કર આપે છે અર્ચના પૂરણ સિંહનો નાનો પુત્ર આયુષ્માન સિંહ, તમે પણ તેને જોઇલો
અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ ટીવીની દુનિયાનો સૌથી જૂનો ચહેરો છે. તેણે ઘણા ટીવી શોની સાથે સાથે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અર્ચના પુરણ સિંહને આજે દરેક વ્યક્તિ ઓળખે છે. અર્ચનાએ આજ સુધીમાં તેની કારકિર્દીમાં ઘણા અલગ-અલગ પાત્રો નિભાવ્યા છે.
અર્ચનાએ ભલે ફિલ્મોમાં સાઈડ રોલ નિભાવ્યા હોય, પરંતુ તેને આ પાત્રોથી ખૂબ સારી ઓળખ મળી છે. ફિલ્મો પછી જ્યારે તે ટીવી તરફ વળી ત્યારે તેને એકથી એક ચઢિયાતા પાત્રો મળ્યાં. આ દિવસોમાં અર્ચના ટીવીનો સૌથી પ્રખ્યાત કોમેડી શો ધ કપિલ શર્મામાં જોવા મળી રહી છે.
જનાવી દઈએ કે અર્ચના પૂરણસિંહને આ જગ્યા પર પહોંચવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે. તે પોતાના ટેલેંટના આધારે જ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે.
અર્ચનાની પ્રોફેશનલ લાઈફ જેટલી સુંદર રહી છે તે જ રીતે તેની પર્સનલ લાઈફ પણ ખૂબ જ સારી રહી છે. અર્ચનાએ જીવનમાં બે વાર લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન ખૂબ જ નાની ઉંમરે થયા હતો. તેમના આ લગ્ન સફળ પણ ન રહ્યા. તેણે તેના પહેલા પતિ સાથે છુટાછેડા લીધા હતા.
ત્યાર પછી અર્ચનાએ બીજા લગ્ન પરમિત સેઠી સાથે કર્યાં હતાં અને પરમીત જ તેના જીવનમાં સાચો પ્રેમ લઈને આવ્યો હતો. પરમીત સાથે આજે અર્ચના ખૂબ જ સુખી જીવન જીવી રહી છે. આ લગ્નથી અર્ચનાને બે પુત્રો પણ છે, જેમાંથી એકનું નામ આર્યમન છે, જ્યારે બીજાનું નામ આયુષ્માન સેઠી છે.
અર્ચના અને પરમીત સેઠીની જેમ તેમના બંને પુત્રો પણ ખૂબ જ હેંડસમ છે. આજે આપણે આ પોસ્ટમાં આ બંનેના પુત્રો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આયુષ્માન શેથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની સુંદર તસવીર પોસ્ટ કરતો રહે છે.
જણાવી દઈએ કે તેનો નાનો પુત્ર આજકાલ અમેરિકામાં રહે છે અને ત્યાં રહીને તેમનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યો છે. અભ્યાસની સાથે સાથે આયુષ્માન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી રહે છે. અર્ચનાનો પુત્ર આયુષ્માન લાઈમલાઈટથી દૂર રહે છે. ભવિષ્યમાં તે શું કરવા ઈચ્છે છે તે વિશે કોઈને કોઈ સમાચાર નથી.
જો તમે તેમના લુક અને સ્ટાઇલ ને જોશો તો તમને લાગશે કે તે પોતાને બોલીવુડ માટે તૈયાર કરી રહ્યો છે. જો તે ફિલ્મોમાં આવે છે તો તેને ખૂબ જ જલ્દી સફળતા મળશે.
જણાવી દઈએ કે આયુષ્માન શેઠી તેની માતા અર્ચના પૂરણ સિંહની ખૂબ નજીક છે. થોડા દિવસો પહેલા આયુષ્માને તેની ગર્લફ્રેન્ડ સાથેની કેટલીક તસવીર તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી. તેની આ તસવીર ખૂબ વાયરલ પણ થઈ હતી. આ તસવીરો પર અર્ચનાએ કમેંટ પણ કરી હતી.
અર્ચનાએ આજ સુધીમાં મોહબ્બતેં, બોલ બચ્ચન, કુછ કુછ હોતા હૈ, કલ કિસને દેખા હૈ, રાજા હિન્દુસ્તાની, ક્રિષ, મસ્તી, બડે દિલવાલે, મૈન દિલ તુઝકો દિયા, હોગા ટૂફાન, શોલા ઔર શબનમ, નિકાહ, આશિક આવારા, ટક્કર, જાનશીન જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.
0 Response to "લુક અને સ્ટાઇલમાં સારા સારા બોલીવુડ એક્ટરોને પણ ટક્કર આપે છે અર્ચના પૂરણ સિંહનો નાનો પુત્ર આયુષ્માન સિંહ, તમે પણ તેને જોઇલો"
ટિપ્પણી પોસ્ટ કરો