તમને કદાચ ખબર નહી હોય ફ્રિજમાં કેળા રાખવા જોઈએ કે નહિ, જાણો તેના ફાયદા-ગેરફાયદાઓ

કેળાં એ સામાન્ય જનતાનું સર્વસુલભ ફળ છે. દેશભરમાં કેળાની ઘણી જાતો થાય છે. આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં કેળાના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે. તે સ્વાદિષ્ટ, બળવર્ધક, પચવામાં ભારે, ઠંડા, પિત્તનું શમન કરનારા, થાકને દૂર કરનારા, તૃપ્તિ આપનાર અને તરત જ શુક્રધાતુની વૃદ્ધિ કરનારા છે.
કેટલાક લોકોએ એને કફ કરનારા અને પાચનશક્તિને મંદ કરનારા કહ્યા છે તો કેટલાકે એને કફનાશક અને મંદાગ્નિમાં પણ પથ્ય ખોરાક તરીકેની માન્યતા આપી છે.
ફળ અને શાકભાજીને સાચવવા માટે આપણે ફ્રીઝ નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ થોડી શાકભાજી અને ફળો એવા પણ હોય છે જેને ફ્રિજમાં રાખવા હિતાવહ હોતા નથી. આવું જ એક ફળ છે કેળા. કેળા લગભગ બારે માસ જ સરળતાથી મળી આવે છે.
તેની કિંમત પણ ખૂબ નજીવી હોય છે. જેથી ગરીબથી માંડીને પૈસા વાળા દરેક લોકોને તે પરવડે છે. આપણે સફરજન દ્રાક્ષ અને દાડમ સાથે કેળા ને પણ ફ્રીજમાં મૂકીએ છીએ. પરંતુ આવું કરવું જોઈએ નહીં. કારણકે કેળા ને ફ્રીજ માં મૂકી દેવાથી તે ખરાબ થવા લાગે છે.
તમે જણાવી દે કે કેળાનું ઉત્પાદન ઉપોષ્ણ એટલેકે જળવાયુમાં થાય છે. અને આ જળવાયુ અમુક સમય ગરમીમાં અને બાકીના સમય ઠંડીમાં હોય છે. ળા ઓછા તાપમાન એટલેકે ઠંડીને સહન કરી શકતું નથી. અને ઠંડીમાં ખરાબ થઈ જાય છે.
તમે જોયું હશે કે જ્યારે તમે કેળાને ફ્રીજમાં રાખો છો ત્યારે તે કાળુ પડવા લાગતું હોય છે. સમય જતાં તે ઓછું પડવા લાગે છે અને તેનું સેવન કરવાથી ઘણું નુકશાન થતું હોય છે.
આ પ્રકારના ખરાબ થઈ ગયેલા કેળા ની અંદર ઓક્સીડેજ નામનું એન્ઝાઇમ પણ ઉત્પન્ન થાય છે. જેના કારણે કેળાની છાલ ધીમે-ધીમે ખાલી પડવા લાગે છે. અને તે લાંબો સમય રહેવાથી ઝેર બની જતું હોય છે.
આધુનિક દ્રષ્ટિએ જોઈએ તો કેળામાં કાર્બોહાઈટ્રેડ પુષ્કળ પ્રમાણમાં એટલે કે બાવીસ ટકા રહેલું છે. આ સિવાય લોહ, કેેેલ્શિયમ, પોટાશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસનું પણ સારું પ્રમાણ છે.
પાકા કેળાના ગર્ભમાં જીવાણુહર શક્તિ હોવાથી તે મરડામાં, સંગ્રહણીમાં અને આંતરડામાં ચાંદા (આંત્રક્ષત, અલ્સર)માં ઉપયોગી છે.
આમ છતાં જેમનું વજન વધારે હોય, ચામડીના રોગો થયા હોય, ભૂખ લાગતી ન હોય, શરદી અને શ્વાસ થયેલ હોય કે આમવાતની તકલીફ રહેતી હોય તેમણે કેળાં ન ખાવા જોઈએ.
0 Response to "તમને કદાચ ખબર નહી હોય ફ્રિજમાં કેળા રાખવા જોઈએ કે નહિ, જાણો તેના ફાયદા-ગેરફાયદાઓ"
ટિપ્પણી પોસ્ટ કરો