કુદરતનો કહેર, અહીં વરસાદી પાણી ભરાતા ઘર આંગણે જોવા મળ્યા સાપના ટોળા, વાયરલ વીડિયો જોઈને ચોંકી જશો
ચોમાસું હવે દેશભરમાં શરૂ થઈ ચૂક્યું છે. ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદ આવતા રાહત મળી છે. ચોમાસાની આ મોજ સાથે ઘણાં વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સામે આવી રહી છે. વરસાદી ઋતુ દરમીયાન પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ઘણાં સ્થળે પાણી ભરાઈ જવાની સમસ્યા, ટ્રાફિક જામ, ઘરોમાં પાણી ઘુસી જવા જેવા સમાચાર સામે આવે છે.

હાલમાં આવી જ એક ઘટના બની છે જેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને જેનાં કારણે અનેક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા હતા.

ગુરુગ્રામના પલમ વિહારમાં પાણી ભરાઈ જતાં ઘરોની આગળ સાપો તરતા જોવા મળ્યાં હતાં. મળતી માહિતી મુજબ રવિવાર અને સોમવારે વહેલી સવારે રાષ્ટ્રીય પાટનગરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો. ત્યારબાદ ગુડગાંવના રહેવાસી વિસ્તારની ગલીઓમાં એક સાપ તરતો જોવા મળ્યો હતો. આ વિસ્તારના એક મકાનના સીસીટીવી કેમેરામાં આ સાપ જોવા મળ્યો હતો. પાલમ વિહારમાં સોસાયટીની જ્યાં પાણી ભરાઈ ગયું હતું ત્યાં એક સાપ ઘર આંગણે અટફેરા કરતો જોવામાં આવ્યો હતો.

આ વિસ્તારના એક સ્થાનિક રહેવાસી સાથે થયેલી વાતચીત માં તેણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવા દ્રશ્યો આ અગાઉ પણ અનેક વખત જોવા મળ્યા છે. ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં પાણીનો ભરવો અને ટ્રાફિક થવું, પૂર જેવી સ્થિતિ આ પહેલાં પણ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા વાહનો શહેરના માર્ગો પર છે અને તેના ઉપરથી વરસાદનું વહેતું પાણી જઈ રહ્યું છે. જોઈ શકાય છે કે તે વાહનો આ પાણીમાં આંશિક રીતે ડૂબી ગયા છે. પાલમ વિહાર વિસ્તારમાં વધારે પાણી ભરાઈ જવાને કારણે એક ગલીમાં વાહનો ખુબ વધારે ડૂબી ગયા હતા જે ત્યાંના એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું.
રસ્તાઓ પરથી વાહનો પસાર થતા ત્યાં પાર્ક કરેલા વાહનોની ઉપરથી પાણી વહી રહ્યું હતું અને તે વાહનો ડૂબી ગયા હતા. ભારત હવામાન વિભાગે ગુડગાંવ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે. અધિકારીઓને પાણી અને વીજ પુરવઠો ખોરવા જેવી બાબતો તૈયારી રાખવાં માટે કહેવામાં આવ્યું છે કારણ કે આજે અને આવતીકાલે વાવાઝોડા અથવા વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. હવામાન કચેરીએ ટ્રાફિક અધિકારીઓને ટ્રાફિક ભીડને કાબૂ કરવા માટે તૈયાર રહેવા પણ જણાવ્યું છે કારણ કે પાણી ભરાયા બાદ વાહનો નીચાણવાળા વિસ્તારોમાં અટવાઈ શકે છે.
0 Response to "કુદરતનો કહેર, અહીં વરસાદી પાણી ભરાતા ઘર આંગણે જોવા મળ્યા સાપના ટોળા, વાયરલ વીડિયો જોઈને ચોંકી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો