રાજ કુંદ્રાની ધરપકડ બાદ ફરી વાયરલ થઈ રહી છે એની ટ્વીટ્સ, લખી હતી મા સીતા વિશે વિવાદાસ્પદ વાતો
શિલ્પા શેટ્ટીના પતિનું નામ રાજ કુંદ્રા છે. તે એક બિઝનેસમેન છે. રાજ કુંદ્રાની સોમવારે મોડી રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. તેના પર ભારતમાં પોર્ન મૂવી બનાવવાનો અને વિદેશથી તેને અપલોડ કરવાનો આરોપ લાગ્યો છે. જો કે આ અગાઉ પણ ફેબ્રુઆરી 2021માં રાજ કુંદ્રા સામે ફરિયાદ નોંધાઈ હતી. અભિનેત્રી શર્લિન ચોપરાએ તેમની વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આ પછી શિલ્પા અને રાજ ટ્રોલ બંને આ બાબતે ટ્રોલ થઈ રહ્યાં છે. જાણવા મળ્યું છે કે આ પછી પોલીસે અનેક જુદી જુદી જગ્યાએ છાપા માર્યા હતા.

આ કેસમાં રાજ કુંદ્રા સહિત એક ડઝન અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજની ધરપકડ બાદ તેની પત્ની શિલ્પા શેટ્ટી પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. જો કે યુઝર્સ બંનેને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાક લોકો તો આ જાણીને આશ્ચર્ય પામ્યાં હતાં કે રાજની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચનું કહેવું છે કે Hotshot નામની એક એપ બનાવવામાં આવી હતી. આ એપ પર જ અશ્લીલ ફિલ્મો રિલીઝ કરવામાં આવી રહી હતી અને માત્ર એટલું જ નહી આ એપ્લિકેશનના સબ્સ્ક્રિપ્શન માટે તમારે એક નિશ્ચિત કરેલી રકમ પણ ચૂકવવાની રહેશે.

રાજ કુંદ્રા હંમેશાથી કોઈને કોઈ બાબતે વિવાદોમાં ઘેરાયેલો રહેનાર વ્યક્તિ છે. પોર્ન કેસ પહેલા પણ રાજ કુંદ્રા છેતરપિંડીથી લઈને સટ્ટાબાજી સુધીના વિવાદોમાં જોવા મળ્યો છે. હવે રાજ કુંદ્રાના કેટલાક વિવાદાસ્પદ ટ્વીટ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. આ ટ્વીટ્સમાં રાજે આવી કેટલીક વાતો લખી છે જે લોકોને પસંદ આવી નથી.

મળતી માહિતી મુજબ રાજના આ ટ્વીટ્સ વર્ષ 2012નાં છે. એક ટ્વીટ્માં રાજ લખે છે કે શ્રીલંકાની ચિયર કરતી છોકરીઓને જોઈને તમે રાવણને સીતાના અપહરણ માટે જવાબદાર ન કહી શકો. હવે ઘણાં યુઝર્સ આ ટ્વીટ પર વાંધો ઉઠાવી રહ્યા છે અને આ બાબતે તેને કડક સજાની આપવાની માંગ કરી રહ્યા છે.

રાજ કુંદ્રાએ એક ટ્વિટમાં વેશ્યાવૃત્તિ અને પોર્નની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા હતા. 29 માર્ચ, 2012ના રોજ એક ટ્વીટમાં રાજ કુંદ્રાએ સવાલ કર્યો હતો કે કોઈને કેમેરા સામે સેક્સ માટે ચૂકવણી કરવી કાયદેસર કેમ? આ દરમિયાન તેણે એમ પણ પૂછ્યું કે વેશ્યાવૃત્તિ પોર્નથી કેવી રીતે અલગ છે?

આ પછી બીજા એક ટ્વીટ્સમાં તેણે કહ્યું હતું કે એક્ટર્સ ક્રિકેટ રમી રહ્યાં છે, ક્રિકેટરો રાજકારણ સાથે રમી રહ્યાં છે, રાજકારણીઓ પોર્ન સ્ટાર્સ એક્ટર બની રહ્યા છે. તેનું આવું જ એક જૂનું ટ્વીટ શેર કરતી વખતે એક યુઝર્સએ તે ટ્વીટને શરમજનક ગણાવ્યુ હતું અને આ સાથે તેની વિચારસરણી પર પણ સવાલ ઉઠ્યા હતા.
0 Response to "રાજ કુંદ્રાની ધરપકડ બાદ ફરી વાયરલ થઈ રહી છે એની ટ્વીટ્સ, લખી હતી મા સીતા વિશે વિવાદાસ્પદ વાતો"
ટિપ્પણી પોસ્ટ કરો