સૌરવ ગાંગુલીના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી રહેલા આમિર ખાન સાથે જે થયું તે જાણીને તમને પણ લાગશે ઝટકો
આમિર ખાન બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ કહેવાય છે. એ આખા વર્ષમાં એક જ ફિલ્મ કરે છે પણ એ ફિલ્મ બીજા વર્ષ સુધી ધમાકેદાર કમાણી કરતી રહે છે. આમિર ખાન ફિલ્મોમાં જીવ રેડી દે છે પણ એમનો જીવ ક્રિકેટમાં પણ વસેલો છે. આમિર ખાનને ઘણીવાર ક્રિકેટ રમતા પણ જોવામાં આવ્યા છે. સાથે જ એ ઘણીવાર સ્ટેડિયમમાં ભારતને સ્પોર્ટ કરતા પણ દેખાય છે. એ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી હેવા ખેલાડીઓના ફેન છે. આમિર ખાન માટે લાખો કરોડો ફેન દિલ ખોલીને બેસી રહે છે તો આમિર ખાન પોતાના મનગમતા ખેલાડીઓને મળીને ખૂબ જ ખુશી મહેસુસ કરે છે.

એની સાથે જ જોડાયેલી એક ઘટના છે જે ખૂબ જ મજેદાર છે. વાત જાણે એમ છે કે એકવાર એવું થયું હતું કે આમિર ખાન પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીના કોલકાતા સ્થિત ઘરમાં એમને મળવા ગયા હતા પણ એમના ગાર્ડસે એમને અંદર ન જવા દીધા અને બહારનો રસ્તો બતાવી દીધો હતો. આ વાત વર્ષ 2009ની છે જ્યારે આમિર ખાન પોતાની ફિલ્મ 3 ઇડિયટ્સનું પ્રમોશન કરી રહ્યા હતા. એ દરમિયાન એમને વિચાર્યું કે સૌરવ ગાંગુલીના ઘરે જતા રહે. જો કે આમિર ખાન એ સમયે વેશ બદલીને સૌરવ ગાંગુલીના ઘરે પહોંચ્યા જ્યાં એમને ગાર્ડસે એમને અંદર જવા ન દીધા.

આમિર ખાન સુપરસ્ટાર બનીને નહિ પણ ક્રિકેટરના ફેનના રૂપમાં ડ્રેસિંગ કરીને સૌરવ ગાંગુલીના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા જેથી એમની સાથે એક ફોટો ક્લિક કરાવી શકે. એમને ઘણી કોશિશ કરી કે એ ગેટની અંદર જઈ શકે પણ ગાર્ડસે એમને ઓળખ્યા નહિ. ગાર્ડસને લાગ્યું કે સૌરવ ગાંગુલીનો કોઈ સામાન્ય ફેન આવ્યો છે એટલે એમને આમિર ખાનને અંદર ન જવા દીધા.
એ પછી જ્યારે સૌરવ ગાંગુલીનો ખબર પડી કે આમિર ખાન એમને મળવા પહોચ્યા હતા તો એમને આમિર ખાન અને કિરણ રાવને ઘરે ડિનર માટે બોલાવ્યા. એ પછી આમિર ખાન અને કિરણ રાવ સૌરવ ગાંગુલીના ઘરે પહોંચ્યા અને ડિનર કર્યું. આમિર ખાનનું ફેન બનીને ઘૂસવું અને સાથે ડિનર કરવાનો વિડીયો જબરદસ્ત વાયરલ થયો હતો.

તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં આમિર ખાન પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આમિર ખાને કિરણ રાવ સાથે પોતાની 15 વર્ષના લગ્નને તોડીને ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. આમિર ખાન અને કિરણ રાવનું કહેવું છે કે એ પોતાના દીકરા આઝાદ અને પ્રોડક્શન હાઉસનું સાથે મળીને ધ્યાન રાખશે. એમના સંબંધનું રૂપ બદલાઈ રહ્યું છે પણ એ સારા મિત્રો બનીને રહેશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન હાલના દિવસોમાં લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગમાં વ્યસ્ત છે. એ કારગિલમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે અને એમની પૂર્વ પત્ની કિરણ રસી પણ એમની સાથે ફિલ્મ પર કામ કરી રહી છે. આ ફિલ્મમાં નાગા ચૈતન્ય અને કરીના કપૂર ખાન પણ દેખાશે. તમને જણાવી દઈએ કે આ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની ઓફિશિયલ હિન્દી રિમેક છે.
0 Response to "સૌરવ ગાંગુલીના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી રહેલા આમિર ખાન સાથે જે થયું તે જાણીને તમને પણ લાગશે ઝટકો"
ટિપ્પણી પોસ્ટ કરો