જોગિંગ અને યોગા છે પરિણિતિ ચોપરાનો ફિટનેસ મંત્ર, જાણો કઈ વસ્તુ ખાવાનું ટાળે છે ડાયટમાં
બૉલીવુડ એક્ટ્રેસ પરિણીત ચોપરા પોતાની એક્ટિંગ દ્વારા ફેન્સના દિલોમાં ખાસ જગ્યા પહેલા જ બનાવી ચુકી હતી પણ હવે એક્ટ્રેસ પરિણીતી ચોપરા પોતાની ફિટનેસથી પણ લોકોને દીવાના બનાવી રહી છે.
બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની ફિટનેસ ટ્રાન્સફોર્મેશન માટે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. બોલીવુડની દુનિયામાં એન્ટ્રી કરતા પહેલા પરિણીતી ચોપરાનું વજન 86 કિલો હતો અને એ ખૂબ જ ગોળમટોળ હતી. પણ ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા માટે પરિણીતી ચોપરાએ પોતાની ફિટનેસની સિરિયસલી લેવાનું શરૂ કરી દીધું.

જો કે પરિણીતી ચોપરા માટે ફેટ ટુ ફિટ વાળી જર્ની સરળ નહોતી પણ એ સાચી ડાયટ અને વર્કઆઉટ સાથે એમને પોતાના લક્ષયને હાસિલ કરી લીધું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલીવુડમાં એન્ટ્રી કરતા પહેલા પરિણીતી ચોપરાને વર્કઆઉટ કરવું વધારે ગમતું નહોતું. પણ હવે એમને વર્કઆઉટ કરવું ખૂબ જ ગમવા લાગ્યું છે.હવે એ વેઇટ ટ્રેનિંગની સાથે સાથે યોગ અને પિલટ્સ પણ કરે છે. તમને જણાવી દઈએ કે રોજ જોગિંગથી પરિણીતી ચોપરા પોતાના દિવસની શરૂઆત કરે છે. એ પછી એ યોગા અને મેડિટેશન કરે છે. પરિણીતી ચોપરા કાર્ડિએક એક્સરસાઇઝ પણ પોતાના વર્કઆઉટમાં જરૂર સામેલ કરે છે. એ બધા સિવાય એક્ટ્રેસને સ્વિમિંવ અને ડાન્સનો પણ ખૂબ જ શોખ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરા પોતાના દિવસની શરૂઆત હુંફાળા પાણીમાં લીંબુ નાખીને પીવાથી કરે છે. એ પછી એ પોતાના નાસ્તામાં એક કપ દૂધ, 2 બાફેલા ઈંડા અને બ્રાઉન બ્રેડની સાથે પીનટ બટર લે છે. લંચમાં પરિણીતી ચોપરા ઘરમાં બનાવેલું જમવાનું જ લે છે જેમાં બ્રાઉન રાઇસ, શાક, રોટલી સામેલ હોય છે. ડિનરમાં પરિણીતી ચોપરા બાફેલા શાકભાજી અને સલાડ ખાય છે. એ સિવાય પરિણીતી ચોપરા ગળી અને તળેલી વસ્તુઓ ખાવાથી બચે છે. પરિણીતી ચોપરા પોતાનું ડિનર સુવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં લે છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ પરિણીતીએ બોડી શેમિંગ પર પોતાની વાત રાખી હતી અને કહ્યું કે કરિયરની શરૂઆતમાં જ વધેલા વજનને કારણે તેની ખુબ ટીકા થઇ હતી. બોડી શેમિંગ ધરતી પરની ખુબ હાસ્યાસ્પદ વસ્તુ છે. બધાને ફીટ રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ પાતળા રહેવાનો નહી.

થોડા સમય પહેલા જ પરિણીતી ચોપરાની ફિલ્મ સાઈના રિલીઝ થઈ હતી જેમાં પરિણીતી ચોપરાની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. પરિણીતી ચોપરાને અર્જુન કપૂર સાથેની ફિલ્મ ઇશકઝાદેથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
0 Response to "જોગિંગ અને યોગા છે પરિણિતિ ચોપરાનો ફિટનેસ મંત્ર, જાણો કઈ વસ્તુ ખાવાનું ટાળે છે ડાયટમાં"
ટિપ્પણી પોસ્ટ કરો