અનોખો કિસ્સો: દિકરો પરણીને નવી વહુ લાવ્યો ઘરે, તો સાસુમાં વહુનું મોં જોતા જ થઇ ગયા બેભાન, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

સમાજમાં લગ્નનું બંધન એક એવું બંધન છે જે ઘણા સંબંધોનું મૂળ છે. જો લગ્નની પ્રથા ન હોત તો આ સમાજ અનેક પ્રકારની બદીઓ અને ખરાબ પ્રથાઓથી બરબાદ થઈ ચૂક્યો હોત. પરંતુ લગ્નના અમુક કિસ્સા કંઈક અનોખા ઓન હોય છે.

તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેના વિશે જાણીને સૌ કોઇ નવાઈ પામી રહ્યા છે. અસલમાં આ કિસ્સાની વાત એવી છે કે એક સાસુએ ઘરમાં આવેલી નવી વહુનો ચહેરો જોયો કે તરત બેભાન થઈ ગઈ. અને જ્યારે સાસુ ભાનમાં આવ્યા ત્યારે તેણે નવી વહુ અને પોતાના દીકરા બન્નેને ઘરની બહાર કાઢી મુક્યા.

વહુનું મોઢું જોઈ સાસુ થઈ ગયા બેભાન

image source

આ કિસ્સો ભારતના બિહાર રાજ્યનો છે. અહીંના સાસારામ જિલ્લાના કરગહરનો છે. અહીં ગોલુ કુમાર નામના એક છોકરાએ નંદીની નામની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ જ્યારે આ છોકરો નવપરિણિત વહુને ઘરે લઈને આવ્યો અને સાસુએ તેને જોઈ તો તે બેભાન થઈ ગઈ. બાદમાં જ્યારે તે ફરીથી ભાનમાં આવી ત્યારે તેણે નવી વહુ અને પોતાના દીકરા બન્નેને ઘરની બહાર કાઢી મુક્યા.

આ માટે નામંજૂર હતા લગ્ન

ગોલુ અને નંદીનીના લગ્ન ગોલુની માતાને એટલા માટે મંજુર નહોતા કારણ કે પાનાપુરની રહેવાસી એવી નંદીની ખરેખર છોકરી નહીં પણ કિન્નર હતી. ગોલુ અસલમાં પહેલા નાચગાન કરતી પાર્ટીમાં કામ કરતો હતો અને ત્યાં તેની મુલાકાત નંદીની સાથે થઈ હતી અને બાદમાં બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જો કે ગોલુની પત્ની એટલે કે નંદીની કિન્નર હોવાથી ગોલુના ઘરવાળાઓને પસંદ નહોતી.

image source

લગ્ન કરીને છોકરીના બદલે કિન્નરને ઘરે લાવ્યો છોકરો

લગ્ન થયા બાદ ગોલુ પોતાની પત્ની નંદીની સાથે કરગહરમાં એક ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યારે પરિવારના સભ્યોને આ બાબતની જાણ થઈ તો તેઓએ ગોલુને તેની કિન્નર પત્ની નંદીની સાથે છેડો ફાડવા સમજાવ્યો. પરંતુ તેમ છતાં ગોલુ ન માનતા તેના ઘરવાળાઓ ગોલુને ભાડાના ઘરમાંથી પોતાના ઘરે લઈ આવ્યા હતા.

માતાએ પોતાના દીકરા અને તેની વહુને ઘર બહાર કાઢ્યા

image source

ગોલુ તેની માતાને ઘરે આવી ગયા બાદ જ્યારે તેની પત્ની એટલે કે નંદીનીને જાણ થઈ કે ગોલુને તેની માતા અને પરિવારના સભ્યો પોતાના ઘરે લઈ ગયા છે તો નંદીની ગોલુને મળવા તેના ઘરે એટલે કે સાસરિયે ગઈ. ત્યાં નંદીનીને જોઈ ગોલુની માતા બેહોશ થઈ ગઈ. બાદમાં નંદીની એ જ પોતાની સાસુના મોં પર પાણી છાંટતા તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સમાજના ભયથી પોતાના દીકરા ગોલુ અને તેની કિન્નર પત્ની નંદીનીને ઘર બહારનો રસ્તો દેખાડી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "અનોખો કિસ્સો: દિકરો પરણીને નવી વહુ લાવ્યો ઘરે, તો સાસુમાં વહુનું મોં જોતા જ થઇ ગયા બેભાન, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel